________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૪૧૫
યુવતી પુત્રને માટે રડે નહિ, કેમ કે અતીત વસ્તુનો સદ્ભાવ છે જ, પણ તેવું બનતું નથી. તેવી જ રીતે અનાગતકાલીન વસ્તુ પણ છે જ નહિ. જો અનાગતકાલીન વસ્તુ હોય તો પુત્રની અર્થી બનેલી યુવતી, પુત્ર માટે વિશિષ્ટ દેવતાની સંનિધિમાં પૂજાદિક કરે નહીં. કેમ કે અનાગત વસ્તુનો સદ્ભાવ છે પણ તેવું બનતું નથી. માટે જ અતીત કે અનાગત વસ્તુ છે જ નહીં તે મુક્તિથી પણ સિદ્ધ છે.
એટલે વસ્તુ અતીત કે અનાગતકાલીન છે જ નહીં. કારણ કે વર્તમાનકાળમાં પણ વસ્તુ વર્તમાન ક્ષણ જ રહે છે. ક્યારેય વર્તમાન ક્ષણ પછી વસ્તુ સત્તાને અનુભવતી નથી. અર્થાત્ વસ્તુ રહેતી નથી, નાશ પામતી જાય છે.
વળી અતીતકાળમાં જે કાર્યરૂપે વસ્તુ છે તેનો વર્તમાનકાળમાં સંબંધ નથી. અર્થાત વર્તમાન કાળમાં રહેલી વસ્તુ સાથે અતીત કે અનાગત કાળની વસ્તુનો સંબંધ થઈ શકતો નથી. કેમ કે વસ્તુનો સ્વભાવ જ એવો છે કે પોતપોતાની કારણસામગ્રીની સંનિધિમાં ઉત્પન્ન થઈને સ્વાભાવિક નાશ પામે છે. કેમ કે વસ્તુ વર્તમાન ક્ષણમાં જ રહે છે. સર્વ સંસ્કાર (કાર્ય માત્ર) એક વર્તમાન ક્ષણમાં જ રહે છે પછી નાશ પામે છે.
આ રીતે જુસૂત્ર નય સર્વ પદાર્થો જે ક્ષણે ઉત્પન્ન થાય છે તે જ ક્ષણે સતુ છે એટલે વર્તમાન ક્ષણમાં જ રહેનાર છે આવું સ્વીકારે છે. એટલે આ માન્યતાને અનુસાર તો કર્તા, કર્મ અને ક્રિયાવિષયક શબ્દો યથાર્થ નથી તે વાત હવે કરી રહ્યા છીએ. નામશબ્દ અને કર્મશબ્દ સાથે ક્રિયાનો પ્રયોગ યથાર્થ નથી....
જ્યારે આ ઋજુસૂત્રની આવી માન્યતા છે ત્યારે જેઓ કર્તરૂપ દ્રવ્ય શબ્દની સંનિધિમાં ક્રિયા શબ્દો(ક્રિયાપદો)નો પ્રયોગ કરે છે.
Elo do देवदतः पचति, पठति, गच्छति
આ પ્રયોગમાં “દેવદત્ત' ર્તા છે તેની સાથે “પતિ' આદિ ક્રિયાપદોનો પ્રયોગ છે, તેવી જ રીતે કર્મભૂત દ્રવ્ય શબ્દની સંનિધિમાં ક્રિયાશબ્દોનો પ્રયોગ કરે છે.
Eldo घटो भिद्यते, घटं भिनत्ति
આ પ્રયોગમાં “ઘટ' ર્મ છે, તેની સાથે “ભિઘતે’ ‘ભિનત્તિ' આદિ ક્રિયાપદોનો પ્રયોગ છે.
આ બધા પ્રયોગો યથાર્થ નથી.
હવે આવા કથનથી સ્વાભાવિક પ્રશ્ન તો થાય જ કે જગતમાં વિવાદ વગર આવો વ્યવહાર થઈ રહ્યો છે. કર્તારૂપ દ્રવ્ય અને કર્મરૂપ દ્રવ્ય સાથે ક્રિયાપદોનો પ્રયોગ ચાલે છે તો ઋજુસૂત્ર તેને યથાર્થ નથી એ કેવી રીતે કહે ? વ્યાવહારિક પ્રયોગો યથાર્થ નથી તે કેવી રીતે સમજાય ?
તેના સમાધાનમાં ઋજુસૂત્રનયનું કથન છે કે અવિકારી અને વિકારી બેનું સામાનાધિકરણ બની શકતું નથી માટે આ પ્રયોગો યથાર્થ નથી. તે આ રીતે