________________
४०४
તત્ત્વાર્થ સૂત્ર યોગ્ય છે. આમ વસ્તુમાં ત્યાગ, ઉપાદાન અને ઉપેક્ષાથી વ્યવહારપ્રવૃત્તિ ભેદના આશ્રયવાળી છે. વ્યવહારની પ્રવૃત્તિ ત્યારે જ બને કે એકનો સ્વીકાર, એકનો ત્યાગ અને એકની ઉપેક્ષા રહે. પ્રાયઃ આ રીતે વ્યવહાર ચાલે છે.
આ જે વસ્તુનો ભેદ છે તે માતૃકાપદાસ્તિકના કારણે છે. માતૃકાપદાસ્તિક વ્યવહારનયને આશ્રિત છે. કેમ કે વ્યવહારનય અશુદ્ધ પ્રકૃતિ છે. લોકમાં જે વ્યવહાર છે તેની સિદ્ધિ માટે વ્યવહાર નય દ્રવ્યાસ્તિકનો સત્ સામાન્ય અથવા દ્રવ્યનો ભેદ કરે છે કે વિશેષ સિવાય પદાર્થના સ્વરૂપની પ્રાપ્તિ જ નથી.
તે આ રીતે
ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવાસ્તિકાયથી જુદું બીજું કયું દ્રવ્યાસ્તિક છે ? ધર્માદિ જ દ્રવ્ય છે અને ધર્માદિનું દ્રવ્યપણું સરખું હોવા છતાં તે ધર્માદિ અસ્તિકાયો પરસ્પર ભિન્ન સ્વભાવવાળા છે. ધર્માસ્તિકાયનો સ્વભાવ અધર્માસ્તિકાયમાં આવતો નથી અને અધર્માસ્તિકાયનો સ્વભાવ ધર્માસ્તિકાયમાં આવતો નથી. એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય બનતો નથી. અધર્માસ્તિકાય ધર્માસ્તિકાય બનતો નથી. દા. ત. જેમ પાકેલું નહીં પાકેલું બનતું નથી. તેમ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય બનતો નથી.
આ રીતે બીજા અસ્તિકાયોમાં પણ સમજી લેવું.
આમ બીજા પણ અસ્તિકાયો ભિન્ન સ્વભાવવાળા હોવાથી ભિન્ન છે અને લોકવ્યવહાર ચલાવે છે. - સત જ કે શુદ્ધ દ્રવ્ય જ વિદ્યમાન હોવા છતાં કોઈ પણ કાળે વ્યવહાર યોગ્ય બની શકે નહિ. કારણ કે ભેદ જ વ્યવહારમાં સમર્થ છે, અભેદ નહિ. માટે સ્કૂલ કેટલાક વ્યવહાર યોગ્ય એવા વિશેષ જેમાં પ્રધાન છે એવો માતૃકાપદાસ્તિક છે.
મતલબ એ છે કે–શુદ્ધ દ્રવ્યાર્થિક સંગ્રહ નયથી લોકવ્યવહાર ન થાય. લોકમાં સતુ કે દ્રવ્ય શબ્દ બોલો એટલે અસત કે અદ્રવ્યનો પ્રતિષેધ થાય પણ વિધિ બની શકે નહીં. એટલે વિધિવિશેષથી થાય છે. વનસ્પતિ લાવ' એમ કહેવાથી લાવનાર શું લાવે ? કેમ કે વ્યવહાર તો વિશેષથી ચાલે છે. વનસ્પતિ કહેવાથી વ્યવહાર ન ચાલે. કોઈ પ્રવૃત્તિ ન થાય પણ “આંબો લાવ' બોલો એટલે તરત જ પ્રવૃત્તિ થશે. માટે એકલા દ્રવ્યાસ્તિકનો જ ભેદ ચાલે નહીં. માતૃકાપદાસ્તિકનો ભેદ પણ બતાવવો જ જોઈએ. ધર્માદિ જુદાં જુદાં દ્રવ્યો-દ્રવ્ય વિશેષો માનવા જ જોઈએ. કારણ કે ભેદ જ વ્યવહારમાં સમર્થ છે, અભેદ નહિ.
માતૃકાપદથી ધર્માસ્તિકાયાદિ વાચ્ય હોય તો જ ધર્માસ્તિકાયાદિ છે આવી પ્રરૂપણા કરનાર વ્યવહારનય માતૃકાપદાસ્તિકના વ્યવહાર યોગ્યપણે તેનો (માતૃકાપદનો) જે વિષય છે તેની (ધર્માસ્તિકાયાદિની) સાથે અભેદ ઉપચાર હોવાથી ધર્માસ્તિકાયાદિ માતૃકાપદાસ્તિક કહેવાય માટે ધર્માદિ માતૃકાપડવાચ્ય છે તે બતાવે છે.
આ ધર્માસ્તિકાયાદિ સામાન્યપર્યાય અને વિશેષ પર્યાયનો આશ્રય છે તેથી માતૃકાપદ શબ્દથી ધર્માસ્તિકાય વગેરે અસ્તિકાયનો વાચ્ય છે.