________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧
૪૦૩ ઉત્તર - નૈગમનયનો સંગ્રહમાં અને વ્યવહારમાં સમાવેશ બતાવી દીધો છે એટલે એ બેમાં નૈગમ આવી જાય છે. જ્યારે નૈગમનો સંગ્રહમાં પ્રવેશ કરાય ત્યારે સત્નો દ્રવ્યાસ્તિક ભેદ નૈગમનયને પણ અનુસરનાર છે અને વ્યવહારમાં પ્રવેશ કરાવો ત્યારે સતુનો બીજો માતૃકાપદાસ્તિક ભેદ નૈગમને અનુસરનારો છે. અર્થાત્ નૈગમ નયની સ્વતંત્રતા નથી માટે એના અભિપ્રાયની વાત કરી નથી. સંગ્રહ અને વ્યવહારનો વિષય જુદો જુદો છે માટે એ બેની વાત
કરી છે.
સતના દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક આ બે ભેદ એટલા માટે જ બતાવ્યા છે કે દ્રવ્યાસ્તિક નય શુદ્ધ અને અશુદ્ધ પ્રકૃતિવાળો છે. આ બે ભેદ બતાવવા દ્વારા દ્રવ્યાસ્તિક નયની શુદ્ધતા અને અશુદ્ધતા બતાવી.
હવે શુદ્ધાશુદ્ધ બે પ્રકૃતિ બતાવી તેમાં શુદ્ધ પ્રકૃતિ બતાવવાનું પ્રયોજન બતાવે છે.
સર્વ વસ્તુ સત્ લક્ષણ છે. એટલે કે સત્ કહેવાથી બધી વસ્તુ આવી ગઈ. કેમ કે સહુથી કોઈ ભિન્ન વસ્તુ નથી. સતથી ભિન્ન તો અસત્ કહેવાય. તે અસત્ તો છે જ નહીં એટલે દ્રવ્યાસ્તિક અસત્નો નિષેધ કરવા દ્વારા સર્વનો સંગ્રહ એક “સ” પદથી કરી લે છે. સતુથી અનાવિષ્ટ–જુદું કશું છે જ નહીં. અથવા દ્રવ્યથી અનાવિષ્ટ કહ્યું છે જ નહીં. કેમ કે અહીં શુદ્ધ પ્રકૃતિ દ્રવ્યાસ્તિક બનાવી રહ્યા છીએ. શુદ્ધ પ્રકૃતિ દ્રવ્યાસ્તિક સંગ્રહ નય જ છે. એટલે સંસ્કૃતિ ઉપusીમાન' એક કરીને જે સત્ અને દ્રવ્યને ગ્રહણ કરે તે સંગ્રહ છે.
આવા શુદ્ધ પ્રકૃતિવાળા દ્રવ્યાસ્તિકમાં ભેદ નથી. અર્થાતુ વ્યક્તિ નથી. આ એક દ્રવ્ય, આ એક દ્રવ્ય આવો ભેદ નથી. સત્ કે દ્રવ્ય ભેદ રહિત છે. અર્થાત્ અનેક સત્ કે અનેક દ્રવ્ય નથી પણ સત્ અને દ્રવ્ય એક છે. જે કાંઈ છે તે બધું સત્ જ છે, દ્રવ્ય જ છે. સત્ કે દ્રવ્યના કોઈ ભેદ નથી.
આથી સંગ્રહ નયના વિષયવાળો દ્રવ્યાસ્તિક લોકયાત્રા-લોકવ્યવહારની પ્રવૃત્તિથી બહાર છે. લોકવ્યવહારમાં આનો કશો ઉપયોગ નથી. અર્થાત્ લોયાત્રાનો વ્યવહાર બની શકતો નથી, કેમ કે સતુ કે દ્રવ્યનો સ્વીકાર કરવામાત્રથી કોઈની પણ કોઈમાં પ્રવૃત્તિ કે કોઈની કોઈથી નિવૃત્તિ નથી એટલે જગત નિરીહ થશે. અને આ વાત તો ન્યાય નથી. કારણ કે અનુભવનો બાધ આવે છે. (૨) માતૃકાપદાસ્તિક
માટે જ વસ્તુઓમાં ત્યાગ (હેય), ઉપાદાન (ઉપાદેય) અને ઉપેક્ષારૂપે ભેદનો આશ્રય થાય તો જ વ્યવહારની પ્રવૃત્તિ બની શકે. અર્થાત્ વ્યવહારની પ્રવૃત્તિ વસ્તુના ત્યાગથી થાય છે, વસ્તુના ગ્રહણથી થાય છે અને વસ્તુની ઉપેક્ષાથી થાય છે. એટલે એક વસ્તુ લેવા લાયક છે, એક વસ્તુ છોડવા લાયક છે અને એક વસ્તુ લેવા લાયક કે છોડવા લાયક નથી પણ ઉપેક્ષા કરવા ૧. વ્યાતિભશેવવિમુર્ણ સનાત્રણેવ, મનમેથયોપિ સનાતૃત્વાતન્ત બચત/સર્વદ્ તિ...હા.
वृ० पृ० २४०