________________
૪૦૧
અધ્યાય-૫ સૂત્ર-૩૧ સામાન્યથી અત્યંત ભિન્ન છે આવું માને છે. નિગમનયથી સામાન્યનો પરિચય
આ સામાન્ય કેવું છે? (૧) અર્થાન્તરભૂત છે. (૨) અન્યત છે. (૩) આશ્રિત છે. (૪) અભિધાન અને પ્રત્યયનો હેતુ છે.
(૧) સામાન્ય અર્થાન્તરભૂત છે અર્થાત્ શશશૃંગાદિની જેમ અસતુ નથી. (૨) સામાન્ય વિશેષથી જુદું જ છે. (૩) આશ્રિત છે.
પૂર્વમાં જે આશ્રિત સત્તાથી અતિરિક્ત સત્ત્વ છે એમ કહ્યું હતું તેનો વ્યવચ્છેદ કરવા માટે આ વિશેષણ છે. અર્થાત્ સામાન્ય એ અતિરિક્ત નથી પણ આશ્રિત છે.
આવું સામાન્યરૂપ દ્રવ્ય અર્થાત્ દ્રવ્યથી અર્થક્રિયાકારી નહીં હોવાથી સામાન્યતત્ત્વ સત્ નહીં બને. માટે સામાન્ય અર્થક્રિયાકારી કેવી રીતે બને તે બતાવતા સામાન્યનો પરિચય ચોથા વિશેષણ દ્વારા આપે છે.
(૪) સત્ એ અભિધાન, સત્ એ શબ્દની પ્રવૃત્તિમાં અને સત્ સત્ આ પ્રમાણે જે પ્રત્યય થાય છે તે પ્રત્યયનો હેતુ છે અર્થાત્ સત્ શબ્દની પ્રવૃત્તિનો હેતુ છે અને સત્ સત્ આવો જે પ્રત્યય (બુદ્ધિ) થાય છે એમાં નિયામક છે.
માટે અર્થક્રિયાકારી છે. આથી સામાન્ય એ સત્ છે. આ રીતે સામાન્ય સત્ છે એમ સ્વીકારવું જ પડશે. કેમ કે નિમિત્ત વિના સત્ અભિધાન અને પ્રત્યય મનાય તો સર્વથા અનુપાષ્ય થાય, અને તો પ્રવૃત્તિનો અભાવ થાય..........અને નિમિત્ત નથી છતાં એની પ્રવૃત્તિ સ્વીકારાય તો શશશૃંગાદિની પણ પ્રવૃત્તિ થવી જોઈએ અર્થાત્ શશશૃંગાદિ સત્ છે આવું અભિધાન અને સત્ સત્ એવી અનુગત બુદ્ધિ થવી જોઈએ. પણ સત્ અભિધાન અને સત્ પ્રત્યયની પ્રવૃત્તિ થતી નથી. માટે સના અભિધાન અને પ્રત્યયનો હેતુ સામાન્ય અતિરિક્ત છે આવું સ્વીકારવું જોઈએ.
આ સામાન્યરૂપ દ્રવ્યથી વિશેષરૂપ પર્યાયો જુદા છે તે બનાવે છે. વિશેષનો પરિચય..
વ્યાવૃત્તિ એટલે ભેદ. ભેદની બુદ્ધિમાં જે હેતુ છે એટલે કે સજાતીય અને વિજાતીયોથી આ ભિન્ન છે આવી જે બુદ્ધિ થાય છે તેનું જે કારણ તે વિશેષ છે. માટે જ વિશેષ એ પોતાના આશ્રયનો અને આશ્રયથી જે અન્ય છે તેનો ભેદ કરનાર છે. અર્થાત્ ભેદમાં પ્રયોજક બને છે. સામાન્યથી અન્ય જ વિશેષ છે.
આ રીતે ભેદ-વિશેષને સ્વીકારતો હોવાથી નૈગમ નય દ્રવ્યાસ્તિક અશુદ્ધ પ્રકૃતિવાળો કહેવાય છે. કેમ કે સામાન્યનો સ્વીકાર કરતો વિશેષનો સ્વીકાર કરે છે. માટે નૈગમ નય એ દ્રવ્યાસ્તિકનો જ ભેદ છે.