________________
તત્ત્વાર્થ સૂત્ર
તો તે માટે બીજો પર્યાયવાચી કહે છે કે—‘સત્ત્વ’ એટલે કે ભૂ સત્તાયામ્ એ ધાતુનો શબ્દ બનેલો હોવાથી ‘ભૂતિ'નો અર્થ ‘સત્ત્વ’રૂપતા સમજની માટે ‘સત્ત્વ' કહ્યું છે.
વૈશેષિક તરફથી શંકા....
શંકા :- તમે જે સત્ત્વ કહો છો તે સર્વપર્યાયોનું અનુયાયી નથી પણ દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ સત્તા સામાન્ય છે. કારણ કે વૈશેષિકો આ ત્રણમાં સત્તા સ્વીકારે છે. ‘આશ્રિત સત્તાતિરિક્ત્ત’વિશેષણથી શંકાનું સમાધાન
અમે ‘આશ્રિતસત્તાતિ'િ આ વિશેષણ સહિત જ ‘સત્ત્વ’ કહ્યું છે. એટલે વૈશેષિકો જે દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ સત્તા સ્વીકારે છે તેનાથી આ સત્ત્વ ભિન્ન છે. અર્થાત્ આશ્રિત એટલે કે દ્રવ્ય, ગુણ અને અને કર્મમાં રહેલી જે સત્તા છે તેનાથી આ અતિરિક્ત છે. આ સત્ત્વ એ દ્રવ્ય જ છે.
૪૦૦
શંકા :- આ રીતે સર્વ પદાર્થોનું સત્ત્વ એ સ્વરૂપ છે આવું તમારા કથનથી સમજાય છે અને તે સત્ત્વ પ્રત્યેક દ્રવ્યોમાં ભિન્ન જ છે. કેમ કે બધા પર્યાયોના સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. તો તે સત્ત્વ એકરૂપ કેવી રીતે થાય ?
સમાધાન :- સર્વ વસ્તુ સદ્પ જ છે. જે સત્ છે તે જ સત્ત્વ છે. કેમ કે સત્ અને સત્ત્વ આમ ધર્મ ને ધર્મીની કલ્પના કરતાં એક સત્ની કલ્પના કરતી એ જ યુક્ત છે. તે એક સત્ ભેદની બુદ્ધિથી અભિન્ન હોવા છતાં ભિન્ન જેવું લાગે છે. દા. ત. જેમ એક ચંદ્ર છે પણ તૈમિરિક રોગવાળાને બે ચંદ્ર લાગે છે. તેવી રીતે અભિન્ન એવું પણ દ્રવ્ય ભેદની બુદ્ધિથી ભિન્ન જેવું લાગે છે.
અને તે જ છે એટલે કે સત્ત્વ જ છે આવું માને છે તે દ્રવ્યાસ્તિક અસંકીર્ણ સ્વભાવ છે. અર્થાત્ પર્યાયથી મિશ્રિત નહીં એવા દ્રવ્યને માનનાર છે.
દ્રવ્ય જ છે આવું માનનાર દ્રવ્યાસ્તિક શુદ્ધપ્રકૃતિરૂપ કહેવાય છે. શુદ્ધ પ્રકૃતિરૂપ એટલે સર્વ અપેક્ષાએ સામાન્ય સ્વરૂપ જ વસ્તુ છે એવું માને છે, કોઈ પણ વિશેષને માનતો નથી. બધા વિશેષોનું ખંડન કરનાર છે. દ્રવ્યરૂપ જ વસ્તુ છે. અર્થાત્ દ્રવ્ય જ છે આવું સ્વીકારે છે.
આ સંગ્રહ નયની પ્રરૂપણાનો વિષય છે એવો દ્રવ્યાસ્તિક કહ્યો. બીજો દ્રવ્યાસ્તિક છે એ નૈગમ અને વ્યવહારનો વિષય છે તે અશુદ્ધ પ્રકૃતિ છે.
મતલબ એ છે કે—દ્રવ્યાસ્તિકના બે ભેદ છે : (૧) શુદ્ધ દ્રવ્યાસ્તિક (૨) અશુદ્ધ
દ્રવ્યાસ્તિક
સંગ્રહ નયની પ્રરૂપણાનો વિષય કરનાર દ્રવ્યાસ્તિક શુદ્ધ પ્રકૃતિ કહેવાય, અને નૈગમ અને વ્યવહારનયનો વિષય કરનાર દ્રવ્યાસ્તિક અશુદ્ધ પ્રકૃતિ કહેવાય.
આ જે બીજો દ્રવ્યાસ્તિક નૈગમ અને વ્યવહારનો વિષય છે તે અશુદ્ધ પ્રકૃતિ છે. કેમ કે આમાં એક નૈગમ છે તે દ્રવ્ય અને પર્યાય બંનેને સ્વીકારે છે. દ્રવ્ય અને પર્યાય બંને સ્વતંત્ર છે. એટલે કે દ્રવ્ય સ્વરૂપ સામાન્ય, વિશેષથી અત્યંત ભિન્ન છે અને વિશેષ (પર્યાય) દ્રવ્ય સ્વરૂપ