________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૩૯૯
ઉત્તર :- પ્રતિપાદક નયરૂપ છે. પ્રશ્ન :- કોનો પ્રતિપાદક છે? ઉત્તર :- પ્રતિપાદ્ય દ્રવ્યનો પ્રતિપાદક છે. દ્રવ્ય પ્રતિપાદ્ય છે અને નય પ્રતિપાદક છે.
અહીં આસ્તિક નય છે જે દ્રવ્યનું પ્રતિપાદન કરનાર છે. એટલે દ્રવ્ય પ્રતિપાદ્ય છે અને નય પ્રતિપાદક છે. આમ દ્રવ્યની સાથે નયનો પ્રતિપાદ્ય-પ્રતિપાદક ભાવ સંબંધ થયો અને આ સંબંધની વિવક્ષામાં વ્યસ્ય તિમ્ = વ્યક્તિમ્ આ પ્રમાણે ષષ્ઠી સમાસ થાય છે.
આ રીતે તત્પરુષ સમાસની સારી રીતે ઘટના થઈ શકે છે. આ જ રીતે માતૃકાપદાસ્તિક વગેરેમાં પણ સમજી લેવું.
આ રીતે સમાસ બતાવ્યા પછી હવે દ્રવ્યાસ્તિકનું શું વક્તવ્ય છે તે બતાવીએ છીએ.
એક દ્રવ્ય જ વિદ્યમાન છે. પર્યાય નથી. અર્થાત્ પર્યાયનો નિષેધ કરનાર અને એક દ્રવ્યને જ માનનાર દ્રવ્યાસ્તિક નય છે. અભેદ એવું દ્રવ્ય જ ભેદ પામે છે, પર્યાય નહિ. કેમ કે ભવન લક્ષણ દ્રવ્ય જ છે. અર્થાત્ તે તે રૂપે દ્રવ્યનું જ ભવન છે. અનેક પ્રકારો જે દેખાય છે તે બધું દ્રવ્ય જ છે.
દા. ત. મયૂરના ઈંડાના રસની જેમ સર્વભેદના બીજો દ્રવ્યમાં જ રહેલા છે. મોરના ઇંડાનો રસ ઉત્તરકાળમાં થનાર પીંછા, અર્ધચંદ્રક આદિ વિચિત્ર અંગોપાંગ આદિ બધાની સાથે એ રસ અનુગત હોવાથી પછીના સર્વ પર્યાયોનું બીજ છે. અર્થાત રસ જ તે તે રૂપે પરિણમે છે. તેમ ઉપારૂઢ એટલે શક્તિરૂપી રહેલું દ્રવ્ય જ સર્વ પર્યાયોનું બીજ એટલે નિમિત્ત છે.
શંકા :- જો બધા પર્યાયો શક્તિરૂપથી દ્રવ્યમાં રહેલા જ છે તો એકસાથે કેમ દેખાતા નથી ?
સમાધાન :- દેશ અને કાળના ક્રમથી પ્રગટ થવા યોગ્ય છે માટે એકસાથે દેખાતા નથી.
એટલે દ્રવ્ય જ સર્વ પર્યાયોનું બીજ છે. દ્રવ્યથી જુદી કોઈ વસ્તુ જ નથી. દેશ ને કાલના ક્રમથી ભિન્ન સ્વભાવવાળા જે ભેદ-પર્યાય દેખાય છે તે દ્રવ્યની સમરસઅવસ્થા એકરૂપ છે. અર્થાત્ એકરસ અવસ્થારૂપ છે.
પ્રશ્ન :- એકરૂપ એટલે શું ?
ઉત્તર - પર્યાયોનો ભેદ હોવા છતાં પણ સર્વત્ર–બધા પર્યાયોમાં “સત” “સત્' આ પ્રમાણે અનુભવાતી અનુમત પ્રતીતિનું નિયામક ભવન (દ્રવ્ય) છે. આ રીતે દ્રવ્ય એકરૂપ છે.
પ્રશ્ન :- આવા ભવનનો કોઈ બીજો પર્યાય શબ્દ છે ? ઉત્તર :- હા, છે “ભૂતિ'.
શંકા :- આ ભૂતિ શબ્દનો પ્રયોગ બૌદ્ધો ઉત્પત્તિમાં કરે છે. એટલે પહેલી ક્ષણમાં રહ્યું, બીજી ક્ષણમાં ન રહ્યું. તો પર્યાયોના પ્રવાહોની સાથે ભૂતિ અનુમત ન થઈ.