________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૩૯૭
છે. દા. ત. પરમાણુરૂપ દ્રવ્યના ઉત્ત૨ પર્યાયો માટી વગેરે અને માટી પોતાના ઉત્તર પર્યાયો પિંડ, શિવકાદિને અનુસરે છે.
આ જેટલા પર્યાયો થયા તેટલા પર્યાયોને દ્રવ્યની સંજ્ઞા અને દ્રવ્યનો સંબંધ વગેરે અનુયાયી છે. તેથી દ્રવ્યના સર્વ પર્યાયોની આકાંક્ષા થાય છે.
વસ્તુના સર્વ પર્યાયોનું નિરૂપણ કરવું છે તો જે રીતે વ્યવસ્થિત નિત્યત્વ અને અનિત્યત્વ સંગતિને પ્રાપ્ત કરે તે રીત બતાવીએ છીએ.
તે પર્યાયોમાં આદિવાળા પર્યાયોની અર્પણા કરવાથી વસ્તુ પર્યાયથી વ્યય પામે અને વ્યય પામશે તે અનિત્ય છે, અને અનાદિ પર્યાયની અર્પણાથી વસ્તુ અવિનાશ ધર્મવાળી હોવાથી નિત્યની સંજ્ઞા પામે છે.
તે અનાદિ પર્યાયો સત્ત્વ, દ્રવ્યત્વ, સંશિત્વ, પ્રમેયત્વ, ચેતનત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ, ભૌતિકત્વ, ભૌતિક ઇતરત્વ, ગ્રાહ્યત્વ આદિ છે. તેમાં સત્ત્વ, દ્રવ્યત્વ, સંશિત્વ, પ્રમેયત્વ—આ પાંચે અસ્તિકાયોના પર્યાય છે.
ચેતનત્વ—જીવનો પર્યાય છે.
મૂર્તત્વ—પુદ્ગલનો પર્યાય છે.
અમૂર્તત્વ—પુદ્ગલ સિવાયના અસ્તિકાયોનો પર્યાય છે.
ભૌતિકત્વ—પુદ્ગલનો પર્યાય છે.
તદ્ઉતરત્વ-અભૌતિકત્વ—પુદ્ગલ સિવાયના અસ્તિકાયોનો પર્યાય છે.
ગ્રાહ્યત્વ—સર્વજ્ઞના જ્ઞાનની અપેક્ષાથી બધામાં ગ્રાહ્યત્વ છે.
આ અનાદિ પર્યાયો વડે અર્પણ કરાતી વસ્તુ અવિનાશધર્મવાળી હોવાથી નિત્યની સંજ્ઞા પામે છે...
કારણ કે અનાદિ પારિણામિક ભાવવાળી હોવાથી તે નિત્ય વસ્તુમાં સૂક્ષ્મ ઉત્પાદ અને વિનાશની સંતતિ(પ્રવાહ)નો સંભવ હોવા છતાં પણ તે વસ્તુ સત્ત્વાદિ આકાર-પર્યાયોથી ઉત્પન્ન થતી નથી અને વિનાશ પણ પામતી નથી માટે નિત્ય કહેવાય છે.
આ રીતે સત્તું નિત્યત્વ-અનિત્યત્વ સમજાવ્યું. તેમાં નિત્યત્વને લઈને દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક છે અને અનિત્યત્વને લઈને ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક છે. આ રીતે સત્તા ચાર પ્રકારનું ઉપપાદન કરતાં કહેવાય છે કે—
સત્ના જે ચાર ભેદ બતાવ્યા છે તેમાં દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક એ દ્રવ્ય નય છે. અર્થાત્ આ બે ભેદ દ્રવ્યાર્થિક નયને લઈને છે, અને ઉત્પન્નાસ્તિક તથા પર્યાયાસ્તિક આ બે ભેદ
૧.
પરિણમન થયા સિવાય ક્ષણવાર પણ વસ્તુ રહી શકતી નથી માટે અહીંયાં સૂક્ષ્મ એટલે સ્થૂલ મતિગ્રાહ્ય ન હોય તેવું નહીં પણ ક્ષણવાર પણ સત્ત્વ દ્રવ્યત્વાદિથી પરિણમન પામ્યા વગર વસ્તુનું રહેવું નહીં તે સૂક્ષ્મ છે.