________________
૩૯૬
તત્વાર્થ સૂત્ર સમાધાન - સાચી વાત છે. દ્રવ્યાસ્તિક આદિ અંદર જ આવી જાય છે. છતાં વિપર્યય સહિત–સનો વિપર્યય અસત, નિત્યનો વિપર્યય અનિત્ય ઇત્યાદિ વિપર્યય સહિત દ્રવ્ય વગેરેના ભેદનો વિસ્તાર પરિણામ સમૂહવાળા એક દ્રવ્યના ઉત્તરોત્તર ભેદ બતાવવા માટે છે. એટલે કે–ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક (વિનાશ) જે ભેદ છે તે દ્રવ્યથી વિપરીત છે. કેમ કે દ્રવ્ય છુવાશ છે અને ઉત્પાદાદિ તેનાથી વિપરીત છે. અથવા દ્રવ્ય નિત્ય છે અને ઉત્પાદાદિ અનિત્ય છે. આ બધા વિપર્યયની સાથે દ્રવ્યાદિનો ભેદ એટલે દ્રવ્યાસ્તિક અને માતૃકાપદ આ પ્રમાણે દ્રવ્યનો ભેદ બતાવ્યો છે.
આ ભેદ કેવો છે?
ઉત્પનાસ્તિક અને પર્યાયાસ્તિક જે દ્રવ્યથી વિપરીત છે. કેમ કે દ્રવ્ય નિત્ય છે અને ઉત્પનાસ્તિક આદિ અનિત્ય છે. એટલે વિપર્યય સહ દ્રવ્યાદિ ભેદનો જે દ્રવ્યાસ્તિક વગેરે પ્રપંચ એટલે વિસ્તાર છે તે એટલા માટે છે તે વાત સમજાવવા કહી રહ્યા છીએ કે –
પર્યાયના સમૂહ સ્વભાવવાળો એક ધર્મી ત્રણરૂપવાળો એટલે ઉત્પાદાદિ ત્રયવાળો હોવા છતાં જે અહીં ભાષ્યકારે વિસ્તાર કર્યો છે તે ઉત્તરોત્તર ભેદ બતાવવા માટે છે. અર્થાત્ દ્રવ્યાસ્તિક કરતાં માતૃકાપદાસ્તિક ભિન્ન છે અને આ બધાથી ઉત્પન્નાસ્તિક ભિન્ન છે અને આનાથી પર્યાયાસ્તિક ભિન્ન છે. આમ એક પછી એક ભિન્ન છે. માટે ઉત્પાદાદિ ત્રણમાં આ બધાનો અંતર્ભાવ થતો હોવા છતાં આ ચાર પ્રકારનું સત ભિન્ન છે એ બતાવવા માટે ચાર ભેદ બતાવ્યા છે.
શંકા - તો આ રીતે ભાષ્યની રચના કરવાની શી જરૂર હતી ? આમ જ કહેવું હતું ને કે સને દ્રવ્ય પણ કહેવાય, ધર્માસ્તિકાયાદિ પણ કહેવાય. ઉત્પાદવાળું પણ કહેવાય અને વિનાશ ધર્મવાળું પણ કહેવાય ?
સમાધાન - ભાષ્યકારને જે બોધ કરાવવો છે તે આવા પ્રકારના સૂત્રના ઉપન્યાસથી જ થાય છે. તેમણે જે રીતે સૂત્રનો ઉપન્યાસ કર્યો છે તેનાથી સર્વ તદ્રવ્યના અનાદિ અને અંત્ય સર્વ પર્યાયોની આકાંક્ષા થાય છે.
પ્રશ્ન :- દ્રવ્યાસ્તિકાદિના ઉપન્યાસમાં બધા પર્યાયોની આકાંક્ષા કેવી રીતે થાય?
ઉત્તર :- તે તે પર્યાયોને પ્રાપ્ત કરે તે દ્રવ્ય. આ દ્રવ્ય શબ્દની અન્વર્થ સંજ્ઞા છે એટલે એના જેટલા ઉત્તર પર્યાયો થાય એની સાથે દ્રવ્ય ચાલતું હોવાથી દ્રવ્ય તે તે સંજ્ઞાને પ્રાપ્ત કરે
૧. શંકા-સમાધાન કોઈ બીજી રીતે પણ કરે છે.
શંકા :- આ બધા ઉત્તરોત્તર ભેદો જ બતાવવા હતા તો દ્રવ્યાદિ જ સામાન્યથી જ કહેવું હતું પણ તેના અવાંતર ભેદને બતાવનાર આસ્તિક પદ જોડીને દ્રવ્યાસ્તિક આમ આ માટે ઉપન્યાસ કર્યો ? સમાધાન :- દ્રવ્યના સર્વ પર્યાયોની આકાંક્ષા થાય છે એટલે કે દ્રવ્યત્વ, સંન્નિત્વ, મૂર્તત્વ, આદિ, અનાદિ સામાન્ય-પર્યાયથી લઈને છેલ્લા પર્યાય સુધી પર્યાયની પ્રવૃત્તિ રહે છે. માટે સર્વ પર્યાયો આકાંક્ષિત થતા તેવી જ રીતે નિરૂપણને પામે છે. મૂળ ભેદ હોય તો જ ઉત્તરભેદો બને. દ્રવ્ય હોય તો જ પર્યાય બને. આમ ગ્રંથનો વિસ્તાર ન કરવો પડે માટે ‘દ્રવ્ય'ને બદલે ‘દ્રવ્યાસ્તિક' કહ્યું.