________________
૩૯૫
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧
ટીકા :- તત્ર એટલે જે સત્, નિત્ય, અસત્અનિત્ય કહ્યા. તેમાં જે સત્ છે તેના ભેદો
હે છે.
સત્તા ચાર જ પ્રકાર છે પણ ત્રણ કે પાંચ પ્રકાર નથી. ત્રણ નથી એ કહેવાથી ચારથી ઓછા નથી અને પાંચ નથી એ કહેવાથી ચારથી વધારે નથી એ બતાવ્યું છે.
તેનો ઉદ્દેશ માત્ર અર્થાત્ માત્ર તેના નામ કહે છે. દ્રવ્યાસ્તિક......આદિ
ચાર પ્રકારનું સત્ છે. આ સામાન્યથી કથનરૂપ જે સત્નો ઉદ્દેશ છે તેનો અર્થ જુદા જુદા આ ચાર પ્રકાર છે. તે જુદા જુદા ચાર પ્રકાર બતાવે છે પણ સત્નો કોઈ નવો ધર્મ બતાવતો નથી. કિંતુ ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' આ સૂત્રને અભિમત જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ મૂળભેદ છે તેની અંદર જ આવતો દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક છે.
(૧) દ્રવ્યાસ્તિક :
‘દ્રવ્યાસ્તિક' આ પદથી શુદ્ધ દ્રવ્યને સ્વીકારનાર સંગ્રહ નયનો વિષય જે મહાસામાન્યરૂપ જે દ્રવ્ય છે તેના સ્વરૂપને જ કહેવાય છે.
તે દ્રવ્યનું સ્વરૂપ શું છે ?
દ્રવ્યરૂપે અવિનાશકત્વરૂપ જે નિત્યત્વ એનો અપર પર્યાય ધ્રૌવ્ય જ છે. આ દ્રવ્યાસ્તિક પદનું રહસ્ય છે.
(૨) માતૃકાપદાસ્તિક ઃ
શુદ્ધ દ્રવ્યને અંગીકાર કરનાર વ્યવહાર નયના જે વિષય સત્ત્વના અવાંતર ધર્મો દ્રવ્યત્વ, પૃથ્વીત્વ, ઘટત્વ આદિ અવાંતર સામાન્યવિશેષરૂપ દ્રવ્ય સ્વરૂપનું પ્રતિપાદન કરે છે તે દ્રવ્યસ્વરૂપ તરૂપે ઘણા કાળ સુધી રહેવારૂપ જે ધ્રૌવ્ય છે તે માતૃકાપદાસ્તિક કહેવાય છે. (૩) ઉત્પન્નાસ્તિક
આ પદથી ક્ષણે ક્ષણે નવી નવી ઉત્પત્તિને સ્વીકારનાર પર્યાય નય જે ઋજુસૂત્ર નય એનો વિષય ઉત્પાદ સ્વરૂપ જે પર્યાય છે તેનું આવેદન કરે છે. (જણાવે છે.) (૪) પર્યાયાસ્તિક
પ્રતિક્ષણ વિનાશ પર્યાયનું આવેદન કરે છે.
આ દ્રવ્યાસ્તિક વગેરે ચાર ભેદો ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યરૂપ મૂળભેદમાં અંતર્ભૂત જ છે. શંકા ઃ- દ્રવ્યાસ્તિક આદિ ઉત્પાદાદિની અંદર જ છે તો તેની અંદર જ આવી જાય છે તો દ્રવ્યાસ્તિક આદિ જુદા શા માટે બતાવવા જોઈએ ?
૧.
ઘણા કાળ સુધી ધ્રૌવ્ય રહે તે વ્યવહાર નયથી.
હંમેશ ધ્રૌવ્ય રહે તે સંગ્રહ નયથી.