________________
તત્ત્વાર્થ સૂત્ર
ભાષ્યમાં રહેલ નો અર્થ સમુચ્ચય છે. સમુચ્ચય એટલે ભેગું કરવું. અહીં ૬ થી સમુચ્ચય કોનો કરવાનો ? સર્વ વિકલ્પોનો અર્થાત્ સત્, અસત્, નિત્ય, અનિત્ય આદિ વિકલ્પોનો સમુચ્ચય કરવાનો છે. એટલે સત્ત્વાદિ બધા ધર્મો અર્પિત વ્યાવહારિક અને અનર્પિત વ્યાવહારિક છે.
૩૯૪
ભાષ્યમાં રહેલ રૂતિ શબ્દનો અર્થ હેતુ છે કેવી રીતે ?
શબ્દનો વ્યવહાર અર્પિત અને અર્પિત ધર્મને લઈને થાય છે તેથી ‘અર્પિતાનર્પિતસિદ્ધે’. આ સૂત્રથી વિવક્ષાના કારણે સત્નિત્ય અને અસત્-અનિત્ય આ પ્રમાણે શબ્દ વ્યવહાર થાય છે.
અથવા
રૂતિ શબ્દનો બીજો અર્થ ‘અવધારણ’ ‘આટલો જ' છે. તો જે અર્પિત અને અનર્પિત ધર્મનો વિષય કરનારો શબ્દવ્યવહાર છે તે આટલો જ છે પણ બીજો નથી.
ભાષ્યમાં રહેલ ‘અર્થ' શબ્દ અભિષેયનો બોધ કરાવે છે.
સંક્ષેપથી ‘અર્પિતાનર્પિતસિદ્ધઃ' આ સૂત્રનો અર્થ આ છે—વિશ્વમાં ચાર પુરુષાર્થ છે. જેના નામ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. આ સકળ પુરુષાર્થને યોગ્ય વ્યવહાર અર્પણા અને અનર્પણાથી યથાવત્ એટલે જે પ્રકારે હોય તે પ્રકારે ચારે પુરુષાર્થનું જ્ઞાન થઈ શકે છે...
આ અર્થ શબ્દનો અર્થ છે.
વસ્તુ સત્ છે, અસત્ છે, નિત્ય છે, અનિત્ય છે. વસ્તુ સત્ત્વ, અસત્ત્વ, નિત્ય, અનિત્યરૂપ છે. આ સિદ્ધ કરી ગયા. હવે તેમાં વસ્તુ સત્ છે એ અંશને લઈને દ્રવ્યનય અને પર્યાયનયથી સત્તા ચાર પ્રકાર બતાવે છે.
ભાષ્ય ઃ- તેમાં` સત્ ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે—
(૧) દ્રવ્યાસ્તિકદ્રવ્ય જ સત્ છે (૨) માતૃકાપદાસ્તિક-દ્રવ્ય વિશેષ જ સત્ છે
(૩) ઉત્પન્નાસ્તિક-ઉત્પાદ જ સત્ છે (૪) પર્યાયાસ્તિક-વિનાશ જ સત્ છે
}
}
દ્રવ્ય નયથી
પર્યાય નયથી
૧.
પ્રશ્ન :- ‘તંત્ર સત્ત્વતુવિધમ્'માં તે સત્તા ચાર પ્રકાર નહીં બતાવતાં નય કેમ બતાવ્યું ? આનાથી તો એવો ભાસ થાય છે કે નયના જે પ્રકારો પડે છે તે સત્ છે ?
ઉત્તર :- આ તારો પ્રશ્ન ઠીક છે પણ ગ્રંથકારનો અભિપ્રાય ટીકાકારે ખોલ્યો છે તે તરફ નજર કરીએ એટલે શંકા દૂર થઈ જશે.
નય પ્રતિપાદક છે અને નયની માન્યતા પ્રતિપાદ્ય છે. આ નયોથી જે પ્રતિપાદ્ય છે તે સત્ છે. પ્રતિપાદક અને પ્રતિપાઘની ભાષ્યકારે અભેદવિવક્ષા કરી છે. તેથી આવા પ્રકારની રચના છે એમ સમજવું. આથી જ દ્રવ્ય નયથી બે પ્રકારના સત્ બતાવ્યા. એક દ્રવ્ય સામાન્ય લઈને અને બીજા પ્રકારનું સત્ દ્રવ્ય વિશેષ લઈને. ત્યાર પછી પર્યાયનયથી બે પ્રકારના સત્ બતાવ્યા છે.