________________
૩૯૨
તત્ત્વાર્થ સૂત્ર આ રીતે સ્યાદ્વાદની પ્રરૂપણાથી અનંતધર્માત્મક વસ્તુ છે આ સિદ્ધ થયું. એટલે પદાર્થ અર્પિત-અનર્પિત ધર્મરૂપ છે. આ અર્પિતધર્મરૂપ અને અનર્પિત ધર્મરૂપ પદાર્થનો વિષય કરનાર– પ્રતિપાદન કરનાર શબ્દ છે તે વ્યવહારનું અંગ (સાધન) છે. કેમ કે અનંતધર્મપણે રહેલી વસ્તુના તે તે ધર્મનું પ્રતિપાદન શબ્દ સિવાય વ્યવહારમાર્ગમાં આવી શકે નહિ માટે શબ્દ એ વ્યવહારનું સાધન છે. આથી પ્રધાનપણે વ્યવહારના અંગ તરીકે શબ્દને જ સ્વીકારાય છે. અર્થાત્ વ્યવહારમાં શબ્દની પ્રધાનતા છે, શબ્દ સિવાય વ્યવહાર બની શકતો નથી.
અર્પિત અનર્પિતધર્મરૂપ અર્થમાં સર્વત્ર પ્રતિનિયત અર્થની શબ્દથી સાક્ષાત પ્રતિપત્તિ થાય છે અને જેનો પ્રયોગ નથી કર્યો તેની ગમ્યમાન અર્થપણે પ્રતિપત્તિ થાય છે. કારણ કે સત્ એક, નાના(અનેક), નિત્ય, અનિત્યાદિ ધર્મના સમુદાયથી યુક્ત સંપૂર્ણ અસ્તિકાય છે. તેમાં કોઈ એક ધર્મના અર્પણમાં શેષ ધર્મની ગમ્યમાનતા થાય છે એટલે કે તેનો શબ્દથી સાક્ષાત્ બોધ થાય છે અને બાકીના અનર્પિત ધર્મો છે તેનો ગમ્યમાનપણે બોધ થાય છે.
દા. ત. “અસ્તિકાય સત છે' અસ્તિકામાં સત શબ્દથી સત્ત્વનો સાક્ષાત બોધ થાય છે અને તેમાં રહેલા એકત્વાદિ અનર્પિત ધર્મો છે તેનો ગમ્યમાનપણે બોધ થાય છે.
આ રીતે બોધ થાય છે. કારણ કે સત્ અસત્ત્વાદિ ભેદથી જુદું નથી. સત્ અસત્ત્વ આદિના વિશેષ વિના વિકલ્પથી શૂન્ય નથી.
અહીં કોઈને શંકા થાય સત્ત્વ અસત્ત્વ આદિ વિશેષથી રહિત ન થાય તેથી સત્ત્વના અર્પણમાં અસત્ત્વ આદિની ગમ્યમાનતા હોઈ શકે પરંતુ અસત્ત્વાદિ તો સત્ત્વાદિથી રહિત થશે તો અસત્ત્વ આદિના અર્પણમાં સત્ત્વાદિની ગમ્યમાનતા ન થાય.
આવી શંકા ન થાય માટે કહીએ છીએ કે “અસત પણ સત્ આદિ વિકલ્પથી રહિત નથી'. જેમ સતું, અસત્ આદિ ભેદથી રહિત નથી તેમ અસતુ, સત્ આદિ વિકલ્પથી રહિત નથી.
શંકા - એ કેવી રીતે મનાય ?
સમાધાન :- મનાય. કારણ કે સત, અસત્ આદિની એકબીજાની અપેક્ષાથી છે. અર્થાતુ સત્ અસતની અપેક્ષા રાખે છે. અસત, સની અપેક્ષા રાખે છે. આ રીતે વસ્તુનો નિશ્ચય થાય છે.
આમ પદાર્થમાં સત્ત્વ, અસત્ત્વ આદિ જુદું નથી કારણ કે સત્ત્વ, અસત્ત્વ એકબીજાની અપેક્ષાથી છે, અને તેથી જ જે ધર્મનું અર્પણ કરીએ છીએ તેનો સાક્ષાત્ શબ્દથી બોધ થાય છે અને તેમાં રહેલા બીજા ધર્મોનો ગમ્યમાન અર્થપણે બોધ થાય છે. આ રીતે જ વસ્તુનો નિશ્ચય થાય છે.
એક ધર્મના ગ્રહણમાં અન્ય ધર્મનું જો ગ્રહણ ન થાય તો વસ્તુના એક જ ધર્મનું ગ્રહણ થાય પણ અનંતધર્માત્મક વસ્તુનું ગ્રહણ થાય નહીં. માટે એક ધર્મના પ્રહણમાં તેના અવિનાભાવી અન્ય ધર્મોનું પણ પ્રહણ સ્વીકારવું જોઈએ. આ જ રીતે વસ્તુનો નિશ્ચય થઈ શકે છે. એટલે કે