________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧
આ અર્પિત અને અનર્પિતથી સ્યાદ્વાદ બતાવ્યો. હવે તે સ્યાદ્વાદ કેવો છે—
આ સ્યાદ્વાદ તે પર્યાયો વડે વિધિ અને પ્રતિષેધવાળા સકલાદેશ અને વિધિ અને પ્રતિષેધવાળા વિકલાદેશ વડે અને શબ્દ અને અર્થના સ્વપર્યાય અને પરપર્યાયની ભજનાથી અનેકાંત પોતપોતાના તત્ત્વને પોષે છે. અર્થાત્ કોઈ ઠેકાણે શબ્દના સ્વ-પર્યાયથી વ્યાખ્યા કરે છે. કોઈ ઠેકાણે શબ્દના પરપર્યાયથી વ્યાખ્યા કરે છે.
કોઈ ઠેકાણે અર્થના સ્વપર્યાયથી વ્યાખ્યા કરે છે.
કોઈ ઠેકાણે અર્થના પરપર્યાયથી વ્યાખ્યા કરે છે.
આ રીતે સ્યાદ્વાદ પદાર્થના પોતપોતાના સ્વરૂપને પોષે છે. સંપૂર્ણ અર્થનો બોધ કરાવે છે. આ પ્રમાણે વિસ્તારથી આ સૂત્ર સર્વ તત્ત્વમાં વ્યાપકપણે પ્રસિદ્ધ છે.
૩૯૧
તેમાં ઉત્પાદ-વ્યય અને સ્થિતિમાં સ્થિતિરૂપ પર્યાય એ અંતરંગ છે. કેમ કે એ વસ્તુના પરિણામરૂપ છે અને વસ્તુની સાથે રહે છે, અને ઉત્પાદ-વ્યય બહિરંગ છે. કેમ કે વિજ્રસા અને પ્રયોગથી થતા આ ઉત્પાદ-વ્યય કાદાચિત્ક છે એટલે બહિરંગ પર્યાય છે. દ્રવ્યાદિના ભેદથી ઉત્પાદ-વ્યય અનંત ભેદવાળા છે એટલે પણ બહિરંગ છે અને સ્થિતિનો એક જ પ્રકાર છે.
પ્રશ્ન :- દ્રવ્યાદિ ભેદથી અનંત ભેદ ઉત્પાદ-વ્યયના કહો છો પણ ઉત્પાદ-વ્યય દ્રવ્યરૂપે નથી હોતા. અવસ્થિતિ જ દ્રવ્યરૂપે હોય છે તો દ્રવ્યાદિભેદથી ઉત્પાદ-વ્યય કેવી રીતે બને ?
ઉત્તર ઃ- અહીં દ્રવ્ય શબ્દનો અર્થ કારણ સમજવો એટલે જ્યારે જ્યારે જે આકારથી કાર્ય પેદા કરવામાં સમર્થ હોય ત્યારે ત્યારે તે તે આકારે ઉત્પન્ન થતું તે કાર્ય દ્રવ્યપણે ઉત્પન્ન થયું કહેવાય છે. તે આકારને છોડી દેતાં તે દ્રવ્યપણે વિનાશ પામે છે એમ કહેવાય છે. એવી રીતે જે ક્ષેત્ર જેની અવગાહનામાં જ્યારે વ્યાપારયુક્ત બને છે ત્યારે તે ક્ષેત્રપણે ઉત્પન્ન થાય છે અને તેની અવગાહનાનો પરિણામ નિવૃત્ત થાય છે ત્યારે તે ક્ષેત્રપણે નાશ થાય છે એમ કહેવાય છે. એવી રીતે કાલાદિમાં વિચારી લેવું. આ ઉત્પાદ-વ્યય પર ઉપાધિવાળા હોવાથી બહિરંગ છે.
૧.
૨.
૩.
૪.
અહીં ‘વિધિ' શબ્દ ન હોવા છતાં પણ ઉપર અનેકાંત પ્રરૂપણામાં ‘સ્વાદ્ અસ્તિ' એ વિધિરૂપ ભંગ સામર્થ્યથી આવી જાય છે માટે ટીકાકારે અહીં વિધિ બોલ્યા વગર પ્રતિષેધ ભંગનું ગ્રહણ કર્યું છે અને અમે અહીં સ્પષ્ટતા માટે વિધિભંગ, પ્રતિષેધભંગ આ પ્રમાણે અર્થ કર્યો છે.
વિવક્ષા અને અવિવક્ષા પોતપોતાના તત્ત્વને પોષે છે.
અહીં અંતરંગ અને બહિરંગ વિવક્ષાથી છે તો તે કઈ વિવક્ષા ?
સ્વાભાવિક સ્વપર્યાય હોય તે અંતરંગ છે અને અન્યને આધીન જે પરપર્યાય છે તે બહિરંગ છે. આમ અર્થની સ્થિતિ છે તે સ્વપર્યાય એટલે અંતરંગ છે અને ઉત્પાદ-વ્યય છે તે પરપર્યાય છે એટલે બહિરંગ છે. જ્યારે સ્વપર્યાય અર્પિત થાય ત્યારે ૫૨૫ર્યાય અનર્પિત થાય છે, ૫૨૫ર્યાય અર્પિત થાય ત્યારે સ્વપર્યાય અનર્પિત થાય છે. આમ પદાર્થ અર્પિતાનર્પિતધર્મરૂપ હોવાથી પદાર્થઅર્પિતાનર્પિત સિદ્ધ થાય છે. આ વ્યવહાર બરાબર રહે છે તેથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ પદાર્થ અર્પિત વ્યાવહારિક અને અનર્પિત વ્યાવહારિક સિદ્ધ થાય છે.
આદિથી ક્ષેત્ર, કાળ, ભાવ સમજવું.