________________
તત્ત્વાર્થ સૂત્ર
કહેલ વિધિથી બીજા સંબંધના કથનમાં પણ ભાષ્ય સૂત્રની સાથે સંગત જ છે. આ અર્થને જ એટલે બીજા સંબંધમાં અભિધાનમાં જે સંગત અર્થ છે એ જ અર્થનો હમણા ભાષ્યકાર ભાષ્યથી વિસ્તાર કરે છે.
૩૯૦
ભાષ્ય :- અર્પિત એવા વ્યવહાર પ્રયોજનવાળા અને અનર્પિત એવા વ્યવહાર પ્રયોજનવાળા બધા વિકલ્પો છે. અથવા સાક્ષાત્ શબ્દથી પ્રાપ્ત થયેલા વ્યવહારવાળા કે સાક્ષાત્ શબ્દથી નહીં પ્રાપ્ત થયેલા વ્યવહારવાળા બધા સદાદિ વિકલ્પો છે. અર્થાત્ શબ્દથી વ્યવહારને પ્રાપ્ત કરે તે અર્પિત વ્યાવહારિક કહેવાય અને જે અર્થથી વ્યવહારને પ્રાપ્ત કરે તે અનર્પિત વ્યાવહારિક કહેવાય.
ટીકા :- ભાષ્યમાં ‘અર્પિત વ્યાવહારિક' અને ‘અનર્પિત વ્યાવહારિક' આ રીતે નપુંસકલિંગનો પ્રયોગ કર્યો છે તેનું કારણ એ છે કે આપણો ચાલુ વિષય ‘ત્રિવિધ સત્ નિત્યં ચ’ છે. ત્રિવિધ = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ વસ્તુ, સત્ અને નિત્ય છે. આ ‘સત્' નપુંસકલિંગમાં છે અને ‘તદ્ભાવાવ્યયં નિત્યં” આ ‘નિત્ય’ શબ્દ નપુંસકલિંગમાં છે. એટલે આ અપેક્ષાએ અહીં નપુંસકલિંગનો પ્રયોગ કર્યો છે. માટે
‘અર્પિતવ્યાવહારિક સત્, અર્પિત વ્યાવહારિક નિયં
અનર્પિત વ્યાવહારિક અસત્, અનર્પિત વ્યાવહારિક અનિત્ય' બને. આ રીતે પ્રકરણની અપેક્ષાએ નપુંસકલિંગનો નિર્દેશ છે.
પરમાર્થથી સાદિ, અનાદિ પારિણામિક ભાવવાળો જ પદાર્થો છે. બધા ધર્મો પરિણામ જ છે. તેથી સ્યાદ્વાદની પ્રરૂપણાનો અર્થ પરિણામ જ છે. પરિણામથી બહાર કોઈ પણ વસ્તુનો કોઈ પણ ધર્મ છે જ નહિ.
તે પરિણામોમાં જે કોઈ ધર્મ પ્રયોજનથી સાક્ષાત્ શબ્દ વડે વ્યવહાર કરાય તે અર્પિત છે અને જે ધર્મ ગમ્ય છે તે અનર્પિત કહેવાય.
આનો વિસ્તાર કરતા કહીએ છીએ કે—
આદિવાળા પર્યાય હોય કે અનાદિ પર્યાય હોય, યુગપદ્ભાવી પર્યાય હોય કે અયુગપ ્ ત્રિકાલ વિષયક પર્યાય હોય તેની અર્પણાની ભજનાથી એટલે અર્પણ અને અનર્પણરૂપે અનેકાંતની પ્રરૂપણા છે. કેમ કે અહીં પરિણામ એટલે આદિ-અનાદિ પર્યાયો છે. આ પરિણામરૂપ અર્થો (પર્યાયો) જેના હોય તે પરિણામાર્થ કહેવાય અને આવા અનેકાંતનું નિરૂપણ કરનાર આ સ્યાદ્વાદ છે.
૧.
દા. ત. ‘ઘટ' એ સત્ શબ્દથી વ્યવહાર કરાય ત્યારે અર્પિત વ્યાવહારિક છે પણ એમાં રહેલા અસત્ત્વાદિ ધર્મો છે તે ગમ્યમાન છે એટલે અનર્પિત છે. શબ્દપ્રયોગથી થતો વ્યવહાર તે અર્પિત વ્યવહાર અને શબ્દપ્રયોગ વિના અર્થથી ગમ્યમાન વ્યવહાર તે અનર્પિત વ્યવહાર છે. એટલે ઘટ સત્ત્વધર્મવિશિષ્ટ છે. આ શબ્દપ્રયોગ અર્પિત વ્યવહાર છે પણ તેમાં બીજા અસત્ત્વાદિ ધર્મો રહેલા છે જે અર્થથી ગમ્યમાન થાય છે તે અનર્પિત વ્યવહાર છે.