________________
૩૮૮
તત્ત્વાર્થ સૂત્ર આ રીતે સ્યાદ્વાદી એકાંતવાદીએ કલ્પિત વસ્તુ કરતાં “સામાન્ય-વિશેષ' ઉભયાત્મક, નરસિંહની જેમ જાત્યન્તર' વસ્તુ છે આવું સ્વીકારે છે એટલે સ્યાદ્વાદીને સ્વલક્ષણવિરોધ પણ આવી શકતો નથી. અસહાવસ્થાથી ક્રમભાવી પર્યાયોનો તો વિરોધ હોઈ શકે ને ?
ક્રમભાવી, અસહાવસ્થાયીદેવ, મનુષ્ય આદિ તથા મૃત પિંડ, શિવકાદિ પર્યાયોનો અસહઅવસ્થાનરૂપ વિરોધ તો હોઈ શકે ને ? દ્રવ્યનયની પ્રધાનતાથી વિરોધ નથી...
અસહાયસ્થાયી દેવ, મનુષ્યાદિ પર્યાયો તથા ક્રમભાવી મૃતપિંડ, શિવકાદિ પર્યાયોનો વિરોધ પણ સ્યાદ્વાદીને આવતો નથી. કેમ કે દ્રવ્યાસ્તિક નયની પ્રધાનતાથી અભેદની વિવક્ષા કરીએ ત્યારે દ્રવ્યથી ભિન્ન પર્યાયોનો અસ્વીકાર થાય છે એટલે દ્રવ્ય જ રહ્યું ત્યાં વિરોધની વાત જ કેવી ? માટે દ્રવ્યનયની પ્રધાનતાથી સ્યાદ્વાદીને કોઈ વિરોધ આવતો નથી. અંધકારાદિના વિરોધની ભલામણ.
આ કહેલ વિધિથી અંધકાર-પ્રકાશ, છાયા-આતપ, શીત-ઉષ્ણ આ વિરોધનાં ઉદાહરણો આપ્યાં છે તેનો નિરાસ કરવો.
દ્રવ્યાર્થથી જે પુદ્ગલો નિત્ય છે તે પુદ્ગલદ્રવ્યો અંધકારપણે, પ્રકાશપણે ક્રમભાવી છે. આમ પુદ્ગલો જ પર્યાયરૂપે પરિણમે છે. | સામાન્યનું અભિન્નપણું હોવાથી (અર્થાતુ પર્યાયોનો દ્રવ્યની સાથે અભેદ હોવાથી) એ બધા એકરૂપ જ છે. એટલે કોનો કોની સાથે વિરોધ? અર્થાત્ દ્રવ્યનયથી વિચારીએ તો વિરોધ જેવી વસ્તુ જ નથી.
( આ પ્રમાણે પદાર્થ સામાન્ય-વિશેષરૂપ હોવાથી, એકબીજાની અપેક્ષા રાખતા હોવાથી અનેકાન્ત-સ્વરૂપ સિદ્ધ થાય છે. એટલે એકાંતવાદીએ પરિકલ્પિત જે પદાર્થ છે તે પદાર્થથી જાત્યન્તર માનવાથી કોઈ દોષ આવતો નથી.
સ્યાદ્વાદીને અભિમત બીજો પ્રકાર જે જાત્યન્તર છે તેનો સદ્ભાવ હોવાથી પૂર્વમાં ધર્મકીર્તિએ “એક ત્યાગો અપિ અપર પરિગ્રહાવિનાભાવી...' કહી જે દોષનું ઉલ્કાવન કર્યું છે તે પણ ઘટી શકતું નથી...
તે આ રીતે
તે જ પ્રમાણે સ્થિત્યંશ જે નિત્ય છે, ઉત્પાદ-વ્યય જે અનિત્ય છે. જાત્યન્તરરૂપ સ્વભાવવાળી વસ્તુતામાં આ નિત્યાનિત્ય કેવી રીતે ઘટે ? નિત્યાનિત્ય એ જાત્યન્તરરૂપ વસ્તુ હોવાથી ધર્મકીર્તિનું જે નિરૂપણ “નિત્યાનિત્યમાં એકનો પરિગ્રહ અપરના ત્યાગ સિવાય, એકનો ત્યાગ અપરના પરિગ્રહ વિના થતો નથી...” તે નિરૂપણ ઘટી શકતું નથી. કેમ કે તેનું આ નિરૂપણ પ્રત્યક્ષાદિ પ્રમાણથી બાધિત છે. પ્રત્યક્ષાદિ પ્રમાણથી નિત્યાનિત્યયુક્ત વસ્તુ જ અનુભવાય છે. એટલે નિત્યનો પરિગ્રહ અનિત્યના પરિગ્રહ વિના થતો નથી. માટે તેને કહેલ