________________
અધ્યાય-૫ સૂત્ર-૨૯
૩૩૫ આ રીતે અમારે તો વિનાશ હેતુવાળો સિદ્ધ થાય છે. અને હેતુવાળો ઉત્પન્ન થાય તેનો વિનાશ જ થાય, તેને નાશ પામવું જ જોઈએ આવું અમે એકાંતે સ્વીકારવા પણ નથી. કથંચિત વિનાશ પણ નાશ પામે છે એટલે વિનાશનો વિનાશ પણ સ્વીકારીએ છીએ જે ઉપર બતાવી ગયા છીએ. અમારે તો બધું બરાબર છે પણ.....હે સૌગત ! “વિનાશવાળો વિનાશ છે” આવું સ્વીકારતા તારી માન્યતામાં વિરોધ આવે છે. કેમ કે તું તો નિર્દેતુક વિનાશ સ્વીકારે છે. જો તું વિનાશવાળો વિનાશ છે આવું સ્વીકારે તો સહેતુક વિનાશ થાય. તારો અભ્યપગમ સ્વાભાવિક વિનાશ છે એની સાથે વિરોધ આવ્યો. આ રીતે તારી માન્યતામાં વિરોધ આવે છે.
હવે આપણે જે “નિર્દેતુક વિનાશ છે' આવું માને છે તે નિષ્કારણ વિનાશવાદી બૌદ્ધને પૂછીએ છીએ કે ભાઈ ! તું નિહેતુક-નિષ્કારણ વિનાશ માને છે તે વિનાશ નિત્ય છે કે અસત્ છે ?
જો તું કહે કે–નિષ્કારણ વિનાશ એ નિત્ય છે તો કાર્યના ઉત્પાદના અભાવનો પ્રસંગ આવશે. કારણ કે વિનાશ જ રહ્યો તો કાર્ય ઉત્પન્ન થાય ક્યાંથી? વિનાશ જ છે તો કાર્ય કયાંથી થાય ? એટલે “નિત્ય વિનાશ છે' આવું માને તો કાર્યની ઉત્પત્તિનો અભાવ થશે. એટલે કોઈ કાર્ય બની શકે નહિ.
- જો તું બીજો વિકલ્પ “વિનાશ અસતુ છે આવું સ્વીકારે તો વિનાશનો અભાવ રહે. અને વિનાશ છે જ નહીં તો બધા પદાર્થો કાયમ રહે. એટલે વિનાશ અસત્ છે આવું સ્વીકારવામાં સર્વ પદાર્થના નિત્યત્વનો પ્રસંગ આવશે !
વળી તે જે પૂર્વમાં જણાવ્યું કે “અસત્યાત્ વિનાશઃ નિષ્કારણઃ' અસત્ હોવાથી વિનાશ નિષ્કારણ છે.
આ પણ બરાબર નથી. તેમાં પણ અનેકાંત વ્યભિચાર આવે છે.
કેમ કે એવું નથી કે અસત્ હોય તે બધું નિષ્કારણ જ હોય. દા. ત. સ્તંભ, કુંભ આદિ અન્ય અન્યરૂપે અસત્ છે તો પણ નિષ્કારણ નથી. પ્રતિવિશિષ્ટ હેતુથી જ બનેલા છે.
એટલે તમારો હેતુ કારણવાળામાં પણ રહી ગયો. તમે નિષ્કારણની સિદ્ધિમાં “અસત્વાત’ હેતુ આપ્યો હતો તે હેતુ સાધ્યના અભાવ “કારણવાળા થંભાદિમાં પણ રહી ગયો. આ રીતે તમારો હેતુ વ્યભિચારી છે. આથી અસતું હોય તે બધું જ નિષ્કારણ છે એવું નથી.
જેમ પ્રાગુ અભાવ અનાદિ હોવાથી નિહેતુક છે છતાં વિનાશ પામે છે. તેમ વિનાશ અસત્ હોવા છતાં હેતુવાળો છે. એમ કેમ ન ઇચ્છાય ?
આ રીતે બીજા બીજારૂપે અસતું હોવા છતાં સ્તંભ, કુંભાદિ હેતુવાળા છે તેવી રીતે વિનાશ પણ અસત્ હોવા છતાં હેતુવાળો માની શકાય છે.
૧. જેમ સ્તંભ કુંભરૂપે અસત્ છે, કુંભ સ્તંભરૂપે અસત્ છે. પણ સ્તંભ સ્તંભરૂપે સત્ છે. કુંભ કુંભરૂપે સત્
છે આવી સ્યાદ્વાદ પ્રક્રિયા છે.