________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
૩૪૭
તે જ રીતે ઘટનો ઉત્પાદકાળ એ જ વિનાશકાળ નથી. જો ઉત્પાદ-જન્મકાળ અને વિનાશકાળ એક હોય તો જન્મતાની સાથે જ વિનાશ થાય. એટલે જન્મ્યો ન જન્મ્યો થયો કહો કે કાર્ય થયું જ નહીં કહો. તો જે ઘટાદિ કાર્ય માટે ક્રિયા કરવામાં આવે તેના ફળનો અનાશ્વાસ અર્થાત્ ફલના (ઘટના) અભાવનો પ્રસંગ આવશે. આ રીતે ઉત્પાદકાળ એ જ વિનાશકાળ મનાય તો ઘટ પ્રાપ્ત જ નહીં થાય. કારણ કે ઘટ કાર્ય માટે માટીમાં ક્રિયા શરૂ કરી પણ ક્રિયાનું ફળ ઘટ ઉત્પન્ન થવો જોઈએ તે તો ઉત્પન્ન થતાની સાથે જ નાશ પામ્યો એટલે ક્રિયાનું ફળ પ્રાપ્ત થયું નહિ. આ રીતે ક્રિયાના ફળ ઘટાદિના અભાવનો પ્રસંગ આવશે !
વળી જો ઘટરૂપ કાર્ય થયા પછી તરત જ ઘટનો વિનાશ થાય છે એવું મનાય તો જલહરણાદિ ક્રિયારૂપફળવાળા ઘટમાં અનાશ્વાસ થશે. એટલે કે ઘટનું ફળ મળશે નહિ. તેથી ઘટના ઉત્પાદમાં વિશ્રામનો અભાવ આવશે. અર્થાત્ ઘટ માટે ક્રિયા કર્યા જ કરો પણ એનું ફળ આવશે નહિ. કેમ કે ઉત્પાદના અનંતર સમયમાં ઘટ વિનષ્ટ થઈ જાય છે એટલે તે ઘટ ઘટકાર્ય કરી શકશે નહિ. ઘટ ઉત્પન્ન થયો અને તરત જ નાશ પામ્યો એટલે જલહરણ આદિ ક્રિયાનું ફળ પ્રાપ્ત થશે નહિ. એટલે ઘટ પોતાનું કાર્ય કરી શકશે નહિ. એટલે તેનું ફળ પ્રાપ્ત થાય નહિ.
તેથી ઉત્પાદ અને વિનાશ ભિન્નકાલીન છે એ સિદ્ધ થાય છે.
વળી ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ પરસ્પર પોતાના લક્ષણસ્વરૂપનો ભેદ હોવાથી અર્થાન્તર છે. (ભિન્ન છે.) ઉત્પાદ આત્મલાભકાર્યરૂપ છે, સ્થિતિ અવસ્થાનરૂપ છે, અને ભંગ હાનિસ્વરૂપ છે. આ રીતે પરસ્પર ત્રણેમાં સ્વલક્ષણનો ભેદ છે. અને જ્યાં સ્વલક્ષણનો ભેદ છે ત્યાં અર્થાન્તરતા જોવાઈ છે. દા. ત. ઘટ, પટાદિમાં સ્વરૂપનો ભેદ છે તો તે ભિન્ન છે. એ પ્રતીત છે. અને જ્યાં અનર્થાન્તરતા છે ત્યાં સ્વલક્ષણનો ભેદ નથી. દા. ત. એલક્ષણવર્તી રૂપ. એક સ્વરૂપવાળું એકરૂપ છે તો તેમાં ભેદ નથી, અભિન્ન છે. એટલે અભિન્ન એવા એક રૂપમાં સ્વલક્ષણનો ભેદ નથી.
આ રીતે ઉત્પાદ-વિનાશ ધ્રૌવ્ય પરસ્પર લક્ષણનો ભેદ હોવાથી અર્થાન્તર છે એ સિદ્ધ
થાય છે.
નૈગમનયના અભિપ્રાયથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ભિન્નકાલીન છે એ સિદ્ધ થાય છે તથા ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય અર્થાન્તર છે એ પણ સિદ્ધ થાય છે. આ રીતે આપણે બીજા બે વિકલ્પોની વિચારણા પણ પૂર્ણ કરી.
આ પ્રમાણે સ્યાદ્વાદની પ્રક્રિયામાં સિદ્ધાંતના સકલ પ્રમાણની સાથે વિરોધ વગર ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યની ભિન્નકાલતા, અભિન્નકાલતા, અર્થાન્તરતા, અનર્થાન્તરતા સિદ્ધ થાય છે. પણ એકાંતવાદમાં ઉત્પાદાદિ સંભવતા નથી. કેમ કે એકાંતવાદીઓ ભેદાભેદાદિ લક્ષણને સ્વીકારતા
૧. तस्माद्वस्तु यन्नष्टं तदेव नश्यति नंक्ष्यति च यदुत्पन्नं तदेवोत्पद्यते उत्पत्स्यते च कथंचित्, यदेव स्थितं तदेव तिष्ठति स्थास्यति च कथंचित् इत्यादि सर्वं उपपन्नमिति भावस्योत्पादः स्थितिविनाशरूपः, विनाशोऽपि स्थित्युत्पत्तिरूपः स्थितिरपि विगमोत्पादात्मिका कथञ्चिदभ्युपगन्तव्या, सर्वात्मना चोत्पादादेः परस्परं तद्वतश्च