________________
અધ્યાય-૫: સૂત્ર-૩૦
૩૫૯
પ્રકારનીનિત્યતા જ નથી તો આ સમાધાન કેવી રીતે ? આ સમાધાન પણ બરાબર નથી. નિત્યસિત'ના દૃષ્ટાંતથી પ્રવાહનિત્યતાની સિદ્ધિ
નિત્યપ્રહસિત' આદિ દષ્ટાંતોમાં પ્રવાહનિત્યતા જોવાઈ છે. બીજું લક્ષણ જોવાયું છે. નિત્યપ્રસિદ્રિ=પ્રહસન આદિ નિત્ય છે. પ્રહસન એટલે હસવું. એ તો ક્રિયા છે તો તે નિત્ય કેવી રીતે હોઈ શકે ? તો ત્યાં કહેવું જ પડે કે હસવાની પરંપરા ચાલુ છે માટે જ નિત્ય કહ્યું છે. એટલે બીજી નિત્યતા જે પ્રવાહથી છે તે પણ જોવાઈ છે. આથી બીજી નિત્યતા પણ છે તે
સિદ્ધ થાય છે.
ઉપરોક્ત દષ્ટાંતથી આભિક્ષણ્ય સિદ્ધ થાય છે પણ પ્રવાહનિત્યતા નહીં.
આ વાત પણ બરાબર નથી. કેમ કે આ દષ્ટાંત પ્રવાહનિત્યતાને બતાવનારું નથી પણ આભીસ્ય = વારંવાર અર્થને બતાવનાર છે. નિત્યપ્રહસિત = “વારંવાર હસવું' અહીં નિત્ય શબ્દનો અર્થ જ જુદો છે. અહીં હસવાની પરંપરા ચાલુ છે એનો અર્થ નથી પણ વારંવાર મલક્યા કરે છે માટે કહેવાય છે “નિત્યપ્રહસિત'. આથી ત્યાં “નિત્ય' શબ્દનો પ્રયોગ બીજા અર્થમાં છે. અહીં નિત્ય શબ્દ ઉપચારથી છે, અને તત્ત્વની વિચારણામાં ઉપચારનું કોઈ પ્રયોજન નથી. આથી “તદ્ધાવાવ્ય નિત્યમ્' આ એક લક્ષણ બરાબર છે. - આ રીતે જે અન્વયી અંશ છે તે જ નિત્યત્વથી લક્ષિત છે. દ્રૌવ્યાંશ નિત્ય છે. આ દ્રવ્યનયનો સ્વભાવ-સ્વતત્ત્વ છે. દ્રવ્યનયનું નિરૂપણ છે.
દ્રવ્યનય સ્વરૂપ છે નિત્યત્વથી ઓળખાતો ધ્રૌવ્યાંશ, અને પયયનયનો સ્વભાવ છે ઉત્પાદ-વિનાશ. ઉત્પાદ જે અભૂતભાવરૂપ છે અને વિનાશ જે ભૂત અભાવરૂપ છે. આ નિત્યતા ઉત્પાદ-વિનાશથી યુક્ત છે
પરસ્પર ઉત્પાદ-વિનાશ અને સ્થિત્યંશનો અવિનાભાવ છે. આ ઉક્ત ન્યાયથી ઉત્પાદન વિનાશ બંને સ્થિત્યંશથી યુક્ત જ હોય છે અને સ્થિતિ પણ પર્યાયથી યુક્ત હોય છે. એટલે અહીં આપણે જે નિત્યતા કહી છે તે પણ ઉત્પાદ-વિનાશથી યુક્ત જ છે. દ્રવ્ય પર્યાયથી રહિત નથી હોતું એનો હેતુ
આ રીતે આપણે વિચાર્યું કે ઉત્પાદ-વિનાશ સ્થિત્યંશથી પ્રતિબદ્ધ હોય છે અને સ્થિતિ પણ ઉત્પાદ-વિનાશથી પ્રતિબદ્ધ હોય છે કેમ કે સર્વદા વસ્તુ સંસર્ગરૂપ છે. એટલે દ્રવ્ય પર્યાયથી
૧. પ્રશ્ન - નિત્યતાનો સ્વીકારનાર તો દ્રવ્ય નય છે અને એનું જ લક્ષણ બતાવ્યું છે તો અહીં પર્યાયનયની
વાત શા માટે ? - - - ઉત્તર :- આવી શંકા કરવી નહીં, કેમ કે નિત્યતા-ધ્રુવતા-અવસ્થિતતા એ દ્રવ્યાંશ છે. ત્યારે ઉત્પાદથય એ પર્યાયાંશ છે. બંને ભેગા મળે તો જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સતુ આ લક્ષણ બની શકે માટે
પર્યાયનયનો સ્વભાવ બતાવ્યો છે. ૨. જે વસ્તુ ઉત્પાદાદિથી યુક્ત હોય છે તે નિત્યાનિત્ય જ હોય છેઆવી વ્યાપ્તિ છે. માટે આ સૂત્ર એ
ઉત્પાદાદિમાં રહેલ જે નિત્યાંશ છે તેનું લક્ષણ છે. (હા. વૃ. પૃ. ૨૩૮)