________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૩૬૧
અથવા કોઈ અસતું નથી કે અનિત્ય નથી કેમ કે સત્ અને નિત્યત્વથી એ બેનું નિરાકરણ કરેલું છે. સૂત્ર-૨૯થી સની વ્યાખ્યા કરી અને સૂત્ર-૩૦થી નિત્યની વ્યાખ્યા કરી એટલે સત્ અને નિત્ય છે. એટલે એ સિદ્ધ થયું કે અસત્ અને અનિત્ય નથી.
આ પ્રમાણે નિરૂપણ કરવાથી લોકવ્યવહારનો ઉચ્છેદ થશે. આથી સૂત્ર ૨૯-૩૦ નું પ્રતિપાદ્ય જે સત્ અને નિત્ય છે તેનું ઉપપાદન કરવું અશક્ય હોવાથી અને દુઃશ્રદ્ધેય હોવાથી અસંગત છે. કેમ કે નિત્યતા ઉત્પાદ અને વ્યયની વિરોધિની છે. જે નિત્ય હોય છે તેની ઉત્પત્તિ કે વિનાશ હોતાં નથી અને જેનો ઉત્પાદ-વ્યય હોય છે તે નિત્ય હોતું નથી. નિત્યતા અને ઉત્પાદવ્યયનું પરસ્પર છાયા અને તડકાની જેમ એકસાથે અવસ્થાન હોતું નથી. છાયા અને આતપ બંને એકસાથે રહેતાં નથી તેવી રીતે નિત્યતા અને ઉત્પાદ-વ્યય સાથે રહેતા નથી. આવો વિરોધથી યુક્ત પક્ષ વિદ્વાન્ જનોના મનને ખુશ કરી શક્તો નથી.
સમાધાન - તમે શ્રદ્ધા રાખો... અમે એવી રીતે આનું ઉપપાદન કરી રહ્યા છીએ કે કોઈ વિરોધ આવશે નહિ. આ જ ગ્રંથમાં જેવી રીતે લોકવ્યવહારની સંગતિ થાય તેવી રીતે કહીએ છીએ. દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયના સંભવમાં એકની મુખ્યતા અને બીજાની ગૌણ ભાવની વિવેક્ષા રાખીએ એટલે સનિત્યત્વ અને તેના વિરોધી અસ–અનિયત્વ આ બંને પ્રકારનો લોકવ્યવહાર સિદ્ધ થઈ જશે... તે ક્વી રીતે છે તે બતાવતા સૂત્રરચનાનો પ્રારંભ કરી રહ્યા છે...
- તાડનતિસિદ્ધ છે -રૂ.
સૂત્રાર્થ - અર્પિતથી અનર્પિતનું જ્ઞાન થતું હોવાથી
અવતરણિકા - બીજાઓ આ સૂત્રનો સંબંધ બીજી રીતે કહે છે–પ્રૌવ્ય એ નિત્યનો પર્યાય હોવાથી “તભાવાવ્યય નિત્યથી તેનું લક્ષણ કર્યું. હવે ઉત્પાદ-વ્યયનું લક્ષણ કહેવું જોઈએ. પણ તે કહેવાની જરૂર નથી કેમ કે (૧) ઉત્પાદન અને વ્યય લોકપ્રસિદ્ધ છે, અને (૨) સામર્થ્યથી અસત્ અને અનિત્યત્વ આદિનું જ્ઞાન પણ થઈ જાય છે. આથી તેનું લક્ષણ સાક્ષાત્ કહેવાની જરૂર નથી.
૧. ઉત્પન્ન થયા પહેલાં “ઘડો ન હતો’ આવો લોકવ્યવહાર છે એટલે ઘડો અસતુ છે, ઘડો નાશ પામ્યો
તે પછી “ઘડો નથી” આવો લોકવ્યવહાર છે એટલે ઘડી અનિત્ય છે. આ રીતે લોકવ્યવહારથી અસતુ અને અનિત્ય બને છે તે લોકવ્યવહારનો નાશ થશે. ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યરૂપ સતુ છે તેનાથી વિપરીત અસતુ છે. આ રીતે સહુના લક્ષણના સામર્થ્યથી અસતુનું જ્ઞાન થઈ જાય છે તથા “તદૂભાવાવ્યયં નિત્ય” આ લક્ષણના સામર્થ્યથી તેનાથી વિપરીત હોય તે અનિત્યત્વ કહેવાય. આ રીતે સતને નિત્યના લક્ષણના સામર્થ્યથી અસતુ અને અનિત્યનું જ્ઞાન થઈ જય છે.