________________
૩૭૯
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧
એકનું ગ્રહણ કરશો તો બીજાનો ત્યાગ અવશ્યમેવ સ્વીકારવો જ પડે. એવી રીતે એકનો ત્યાગ પણ અપરના ગ્રહણ વિના થઈ શકતો નથી.
એક ત્યાગ = અનિત્યનો ત્યાગ, એ અપર જે નિત્ય છે તેની સાથે વ્યાપ્ત છે. અર્થાત્ જ્યાં નિત્ય હોય છે ત્યાં અનિત્યનો અભાવ હોય છે.
તે જ પ્રમાણે ભાવ અને અભાવનો એકત્ર અભાવ છે. અર્થાત્ ભાવ અને અભાવ બંને એક જગ્યાએ રહી શકતા નથી. અભાવ ભાવને છોડીને રહે છે અને ભાવ અભાવને છોડીને રહે છે.
આ પ૨સ્પ૨પરિહારસ્થિતિલક્ષણ સામયિક પ્રતિયોગી વ્યવચ્છેદરૂપ વિરોધ અસહ અવસ્થાનનો જ ભેદ છે. પ્રતિયોગી એટલે વિરોધી, એનો વ્યવચ્છેદ એટલે અભાવ. નિત્યત્વનો અભાવ એ અનિત્યત્વ, અનિત્યત્વનો અભાવ એ નિત્યત્વ. આ પ્રતિયોગી વ્યવચ્છેદરૂપ પરસ્પરપરિહારસ્થિતિલક્ષણવિરોધ છે.
તે કેવો છે ? સામયિક છે. સમયમાં (ક્ષણમાં) થનારો છે અને અસહ અવસ્થાનનો જ ભેદ (પ્રકાર) છે.
પ્રતિયોગી વ્યવચ્છેદ સામયિક છે તે કેવી રીતે છે ? જ્યારે જ્યાં પ્રતિયોગી હોય છે ત્યારે ત્યાં તેનો અભાવ હોતો નથી અને જ્યારે જ્યાં અભાવ હોય છે ત્યારે ત્યાં તપ્રતિયોગી—એનો પ્રતિયોગી હોતો નથી.
આમ આ રીતે અસહઅવસ્થાનનો જ પરિહાર સ્થિતિરૂપ વિરોધ છે. એટલે નિત્યાનિત્યનો પરસ્પર પરિહાર સ્થિતિરૂપ જે વિરોધ છે તે અસહઅવસ્થાનનો જ છે.
જ્યારે પૂર્વવર્તી પહેલો જે અસહઅવસ્થાનવિરોધ દશ્ય (દેખાતા) અને નિષ્પન્ન (સિદ્ધ) શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શનો, છાયા અને આતપનો, પ્રકાશ અને અંધકારનો બંનેનો એક જગાએ અભાવ હોવાથી અનુપલબ્ધિરૂપ છે. એટલે અનુપલબ્ધિલક્ષણ અસહઅવસ્થાન વિરોધ છે. અર્થાત્ પૂર્વનો અનુપલબ્ધિરૂપ વિરોધ છે જ્યારે આ પરસ્પર પરિહારરૂપ વિરોધ એકબીજાના ત્યાગરૂપ છે. પૂર્વ વિરોધમાં સહઅવસ્થાન હોતું જ નથી, બંનેનાં અધિકરણ જુદાં જુદાં છે. જ્યારે બીજા વિરોધમાં અર્થાત્ નિત્ય અને અનિત્યમાં અનિત્યનો આધાર છે પણ નિત્ય કલ્પિત છે એટલે તેનો આધાર નથી તેથી એક અનિત્યનું જ અધિકરણ થયું. આટલો આ બેમાં વિશેષ છે.
આ રીતે ધર્મકીર્તિએ પ્રમાણવિનિશ્ચય આદિમાં સત્-અસત્ અને નિત્યાનિત્યના વિરોધનું પ્રતિપાદન કર્યું.
૧. સમયે થના૨, સમયને યોગ્ય, નિયમિત અને નિયમબદ્ધ....શબ્દરત્નમહોદધિ પૃ. ૨૦૫૦. ૨. ન્યાયબિંદુ સૂત્ર-૭૭
ये परस्पर परिहारस्थितिरूपाः सर्वे ते अनेन निषिद्धेकत्वा इति सत्यपि च अस्मिन् विरोधे सहावस्थानं स्यादपि .....