________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧
૩૮૩ આ રીતે સામાન્ય લક્ષણનાં વિષયરૂપે નિત્યાનિત્યનો વિરોધ સિદ્ધ થઈ શકતો નથી એટલે વાદી પ્રકારાતરથી વિરોધ બતાવે છે કે
વાદી :- “નિત્યાનિત્યનો સ્વલક્ષણ અને સામાન્યલક્ષણરૂપ વિરોધ છે.”
સ્યાદ્વાદી :- આ સ્વલક્ષણ અને સામાન્ય લક્ષણનો વિરોધ પણ નિત્યાનિત્યમાં ઘટી શકતો નથી. કેમ કે સામાન્યલક્ષણનું ઉપાદાન સ્વલક્ષણ છે. અર્થાત્ સામાન્યલક્ષણ સ્વલક્ષણને આશ્રિત છે એટલે કે નિત્યત્વનો કોઈ આધાર છે. આવી કલ્પના કરીએ તો નિત્યત્વ સામાન્યલક્ષણ બને. પણ હે વાદી ! તારા મતમાં કોઈ ચીજ નિત્ય છે જ નહીં તો તેના આધારની કલ્પના ક્યાં ? માટે નિયત્વ સામાન્ય લક્ષણ બની શકે નહીં.
આ રીતે પ્રકારાન્તરથી બતાવેલ વિરોધ પણ ઘટી શકતો નથી. અર્થાત તેં જે કહ્યું કે– સ્વલક્ષણનો અને સામાન્ય લક્ષણનો વિરોધ છે તે પણ બની શકતો નથી.”
હવે જો તું એમ કહે કે–નિયત્વ-અનિત્યત્વ બંને પરિકલ્પિત છે.
આવું નિરૂપણ કરી “પરિકલ્પિત એવા નિત્યાનિત્યમાં વિરોધ છે' આ સિદ્ધ કરવા જાય તો પણ તે બેનો (નિત્યાનિત્યનો) વિરોધ હોઈ શકતો નથી. દા. ત. ખરવિષાણ અને અશ્વવિષાણ. એ બેનો વિરોધ હોઈ શકતો નથી. કેમ કે બંને પરિકલ્પિત છે. અને નિત્યત્વ અને અનિયત્વ બંને પરિકલ્પિત માનવામાં આવે તો પરિકલ્પિત વસ્તુઓમાં વિરોધ હોઈ શકે જ નહીં છતાં હે ભિક્ષુવર ! પરિકલ્પિતમાં તે વિરોધ જોયો તે અદ્ભુત જોયું. (આ એક હાસ્યોક્તિ છે.)
- હવે જો તું આ બધી આપત્તિઓથી કરીને એક સ્વલક્ષણવિષય વિરોધ જ રહો એમ કહીશ તો તે પણ બરાબર નથી. કેમ કે સ્વલક્ષણના વિષયવાળો જ વિરોધ રહો. એટલે વિરોધનો એક જ ભેદ રહ્યો. કેમ કે તે જે વિષયભેદ બતાવીને બે ભેદ પાડ્યા હતા (૧) સ્વલક્ષણ, (૨) સામાન્ય લક્ષણ તે વિષયભેદ ન હોવાથી બે ભેદ બની શકે જ નહીં, પણ એક જ વિષય છે “સ્વલક્ષણ' એટલે સ્વલક્ષણ વિષય જ વિરોધ રહ્યો અને એને લઈને જ નિત્યાનિત્યમાં વિરોધની સંગતિ કરવી જોઈએ.
આ રીતે તું સ્વલક્ષણવિષય જ વિરોધ રહો એમ કહે છે તો તે પણ બરાબર નથી. આ સ્વલક્ષણવિષય માત્ર જ વિરોધ છે આવું માનવામાં આવે તો પણ બરાબર નથી. કેમ કે આ સ્વલક્ષણ છે, આ સ્વલક્ષણ છે. આમ આટલા માત્રથી વિરોધ ન બની શકે. કારણ કે અવિરુદ્ધ ઉભય સ્વભાવવાળા એક સ્વલક્ષણનો સંભવ છે માટે વિરોધ નથી.
આ રીતે આપણે અવિરુદ્ધ ઉભય સ્વભાવવાળા સ્વલક્ષણનો વિરોધ પણ બની શકતો નથી એમ બતાવ્યું એટલે તે બંધુભાવે પૂછે છે કે
પ્રશ્ન :- વિરુદ્ધ સ્વભાવવાળા બે સ્વલક્ષણનો વિરોધ તો બની શકે ને ?
ઉત્તર :- તેના આ પ્રશ્નનો ઉત્તર આપતા આપણે કહીએ છીએ કે ભાઈ ! દ્રવ્યોના જે પર્યાયો છે તે જ સ્વલક્ષણ છે અને તે સ્વલક્ષણો વિભિન્ન સ્વભાવવાળા હોય તો પણ તેનો વિરોધ બની શકતો નથી. તે કેવી રીતે છે તે વિસ્તારથી સમજાવીએ છીએ.