________________
૩૮૨
તત્ત્વાર્થ સૂત્ર
આમ નિત્યાનિત્યત્વ આ બેનો વિરોધ સ્વલક્ષણનો લક્ષ્ય બન્યો નહીં કે સામાન્ય લક્ષણનો વિષય પણ બન્યો નહીં. અને તમે વિરોધનો અન્ય પ્રકાર તો બતાવ્યો નથી. એટલે એ બેનો વિરોધ જ નહિ થાય !
“અનિત્યતા એ પરિકલ્પિત નથી, સંસ્કૃત લક્ષણ (સ્વલક્ષણ) છે.”. એમાં આ પ્રમાણ છે–“ઉત્પત્તિ સ્થિતિર્નાડનિત્યતા" કેમ કે ઉત્પત્તિ એ સ્થિતિ છે અને જરા એટલે વિનશ્યત અવસ્થા, વિનાશ અવસ્થા એ અનિત્યતા છે.
બૌદ્ધોને ત્યાં ક્ષણિકવાદ છે એટલે પદાર્થ ઉત્પન્ન થતાં એક ક્ષણ રહી વિનાશ પામે છે. એટલે ઉત્પત્તિની જે ક્ષણ છે તે જ ક્ષણ સ્થિતિની છે. એટલે ઉત્પત્તિક્ષણ અને સ્થિતિક્ષણ એ બંને જુદા નથી પણ એક છે માટે ઉત્પત્તિ એ સ્થિતિ છે એમ કહ્યું છે. આ વાતમાં દિગ્ગાગનું પ્રમાણ
આ વાતને વિશેષ દઢ કરતું દિગ્ગાગનું પ્રમાણ છે...દિગ્ગાગે પણ નિત્યસમા જાતિના પ્રસંગમાં કહ્યું છે કે“જે પદાર્થ પહેલાં ન હોય અને પછી થતો હોય અથવા થઈને નાશ પામતો હોય તે અનિત્ય છે.
દા. ત. જેમ ઘટ પહેલાં હતો નહીં અને પછી થયો તો ઘટ અનિત્ય છે, ઘટ પૂર્વમાં હતો અને પછી નાશ પામતો દેખાય છે તો તે અનિત્ય છે. આમ પદાર્થ બે રીતે અનિત્ય કહેવાય છે. (૧) નથી ને થાય છે, (૨) છે અને નાશ પામે છે. આવી જે અવસ્થા છે તેને (નિત્યને) ભાવ પ્રત્યય લગાડવાથી એટલે કે નિત્યસ્થ ભાવ: નિત્યતા અનિત્યપણું કહેવાય છે.
આ રીતે તમારે ત્યાં અનિત્યતા એ સંસ્કૃત લક્ષણ એટલે વાસ્તવિક છે.
આ રીતે તમારે ત્યાં નિત્યતા પરિકલ્પિત ભલે રહો, પરંતુ અનિત્યતા તો સંસ્કૃતલક્ષણસ્વલક્ષણ છે. આવી વિચારણાથી તમે જે સામાન્યલક્ષણ રૂ૫ નિત્યાનિત્યનો પરસ્પર પરિહારસ્થિતિ લક્ષણ વિરોધ કહો છો તે પણ બની શકતો નથી, કેમ કે નિત્ય છે નહીં એટલે એ સામાન્ય લક્ષણ બને નહીં અને અનિત્ય સ્વલક્ષણ છે એટલે એ સામાન્ય લક્ષણ બને નહીં. સામાન્યલક્ષણરૂપ નિત્યાનિત્ય છે જ નહીં તો તેનો વિરોધ પણ કેવી રીતે બતાવી શકો ?
૨. સંસ્કIRપ્રાપ્ત સ્વમેવતક્ષાં આ વ્યુત્પત્તિથી સ્વલક્ષણ અર્થ પ્રાપ્ત થયો.
બૌદ્ધના મનમાં ધ્વસ એક જુદો પદાર્થ નહીં હોવાથી તેના (ધ્વસના) પ્રતિયોગી રૂપ અનિત્યત્વનો પરિચય આપી શકે નહીં. દા. ત. ધ્વંસનો જે પ્રતિયોગી હોય તે અનિત્ય કહેવાય. કેમ કે “પો ધ્યક્ત “ઘટ નાશ પામ્યો' એનો (ઘટ ધ્વસનો) પ્રતિયોગી “ઘટ' આમ ધ્વસનો પ્રતિયોગી ઘટ થયો માટે ઘટ અનિત્ય છે. આ રીતે બૌદ્ધને ત્યાં અનિત્યનું લક્ષણ નથી. માટે વિનશ્યતુ–વિનાશ પામી રહેલી અવસ્થાને અનિત્ય કહી. અવસ્થા અને અવસ્થાવાનનો અભેદ છે માટે અવસ્થાને અનિત્ય કહી છે. આ રીતે સામાન્ય લક્ષણવિષય પરસ્પર પરિહાર સ્થિતિ લક્ષણ વિરોધ નથી ઘટતો. તેવી રીતે અસહ અવસ્થાનરૂપ વિરોધ છે તે નિત્યાનિત્યમાં ધર્મકીર્તિએ પણ સ્વીકારેલો નથી માટે તેનું અહીં ખંડન કર્યું નથી. અર્થાપત્તિથી ખંડન થઈ ગયું છે. કેમ કે અનિત્યત્વ સ્વલક્ષણરૂપ હોવા છતાં પણ નિત્યત્વ સ્વલક્ષણરૂપ નથી.
વકરેલો તે આ વાત