________________
૩૮૪
તત્ત્વાર્થ સૂત્ર
દ્રવ્યોના બે પ્રકારના પર્યાયો છે. (૧) ક્રમભાવી (૨) સહભાવી. ક્રમભાવી પર્યાયો અયુગપદ્ અવસ્થાયી છે. સહભાવી પર્યાયો યુગપદ્ અવસ્થાયી છે.
આ બંને પ્રકારના પર્યાયો સૂક્ષ્મ છે, સ્થૂલ છે, સાધ્ય છે, સાધન છે, વ્યાપારવાળા છે અને વ્યાપાર વિનાના (વ્યાકૃત-અવ્યાકૃત) છે. દા. ત.
સહભાવી પર્યાયો - જેમ ઘટમાં સત્ત્વ, દ્રવ્યત્વ, મૂર્તત્વ, અચેતનત્વ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, સંસ્થાન આદિ પર્યાયો. આ પર્યાયો સહભાવી છે. યુગ૫૬ અવસ્થાયી છે, સ્કૂલ અને સૂક્ષ્મ છે. સાધન અને સાધ્ય છે, કાર્યવશાત્ પાણી વગેરે લાવવા માટે વ્યાપારવાળા હોય છે.
ક્રમભાવી પર્યાયો :- માટીના-માટીનો પિંડ, શિવક, સ્થાસક, કોશક, કુશૂલ, ઘટ, કપાલ, શકલ, શર્કરા, પાંશુ, ત્રુટિ, પરમાણુઓ આ બધા ક્રમથી થનારા (ક્રમભાવી) પર્યાયો છે.
આ બધા માટીના ક્રમભાવી પર્યાયો છે. કેમ કે માટી આદિ સામાન્ય સિવાય પિંડાદિ ધર્મો (પર્યાયો) હોઈ શકતા નથી.
દા. ત. જેમ ઋજુતા અને કુટિલતાનો અંગુલીના ભેદથી સંભવ નથી. અર્થાત્ આંગળી સીધી છે અને વાંકી છે. આમાં ઋજુ અને કુટિલતાથી આંગળી જુદી હોય તો ઋજુતા ને વક્રતા બની શકે નહિ. ઋજુતા અને કુટિલતાનો અંગુલીના ભેદથી સંભવ નથી. કારણ કે તે જ આ અંગુલી સ્વધર્મોને ઋજુત્વ અને કુટિલત્વ ધર્મોને પરંપરાથી જ પ્રાપ્ત થયેલી વૃત્તિવાળી ક્રમથી આવિર્ભત કરે છે. આંગળીમાં વક્રતા આદિ પર્યાયો એક પછી એક ક્રમથી જ થાય છે. એટલે વક્રતા આદિ પર્યાયો ક્રમભાવી પર્યાયો છે.
આ વાતના સમર્થન માટે પ્રમાણ–મયૂરના ઈંડાના રસમાં રહેલા મયૂરના બધા પર્યાયો છે તે બધા ઉપારૂઢ સ્વરૂપાખ્યા છે. એટલે કે એ રસમાં મોરનો આકાર, વિચિત્રરૂપ, અને ચંદ્રકવાળી પાંખો આદિ સ્વરૂપ રહેલું જ છે. આ બધા પર્યાયો ક્રમથી આવિર્ભત થાય છે. પહેલા તો પ્રવાહી હોય છે પછી પરંપરાથી જુદા જુદા પર્યાયો-સ્વરૂપને પ્રાપ્ત થાય છે અને મયૂર આ નામને પ્રાપ્ત કરે છે... તેવી રીતે માટીમાં પિંડ વગેરે પર્યાયો ક્રમથી આવિર્ભત થાય છે.
આ જ બધા મૃતપિંડ આદિ પર્યાયો અસહઅવસ્થાયી છે. અપેક્ષાએ સ્કૂલ અને સૂક્ષ્મ, અપેક્ષાએ નિરત્યાનિત્યાદિ એટલે અપેક્ષાએ નિત્ય છે અને અનિત્ય છે, અપેક્ષાએ સાધ્ય છે અને સાધન છે અને અપેક્ષાએ પાણી વાદી લાવવામાં વ્યાપાર રહિત છે.
૧. આદિ પદથી સત્ત્વ, મૂર્તતા આદિ સામાન્યનો સંગ્રહ કરી લેવો. ૨. મૃતપિડ આદિ પર્યાયોમાં જે અનુવૃત્તિવાળા પર્યાયો છે તે નિત્ય છે અને જે પર્યાયો અન્ય અન્યરૂપે
થાય છે તે પર્યાયો અનિત્ય કહેવાય છે. ૩. આદિ પદથી સત્ અસત્, ભિન્ન-અભિન્ન આદિનો સંગ્રહ કરી લેવો.