________________
૩૮૦
તત્ત્વાર્થ સૂત્ર ધર્મકીર્તિએ કલ્પેલ વિરોધ અયુક્ત છે.
અહીં “તાર્કિક અપશબ્દ (તાર્કિકાભાસ) અતાર્કિક એવા ધર્મકીર્તિએ કંઈ જ અધિક કહ્યું
નથી.”
આ કથનથી એ ભાવ નીકળે છે કે અસહઅવસ્થાનલક્ષણ વિરોધના ખંડનનો પ્રકાર પહેલા અમે જે કહ્યો છે તે અકાટ્ય જ રહ્યો છે.. અને “જે પણ કહ્યું છે તે સુંદર નથી કહ્યું... આ કથન અને ધર્મકીર્તિનો બે પ્રકારના વિરોધની સ્થાપનાનો પ્રકાર પણ શોભનિક નથી એ વાત બતાવે છે કે –
કારણ કે અસહઅવસ્થાનલક્ષણ જ વિરોધ છે. તેના જ બે પ્રકાર કહ્યા છે અને અસહઅવસ્થાનલક્ષણવિરોધ એ જે નામ છે તે જ તેનું લક્ષણ છે.
સાથે અવસ્થાન (રહેવાપણું) ન હોય” એ લક્ષણ જે વિરોધનું છે તે અસહઅવસ્થાનવિરોધ છે.
આ અર્થ વડે જ શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શની જેમ નિત્ય અને અનિત્યના વિરોધનો પણ સંગ્રહ થઈ જતો હોવાથી બે પ્રકારે વિરોધની કલ્પનાનું કોઈ પ્રયોજન નથી. મતલબ કે નિત્યાનિત્ય તો એકસાથે રહેતા નથી એટલે એને અન્યોન્યપરિહારલક્ષણ વિરોધ કહેવો પડ્યો. આમ ભેદથી વર્ણન કરવું પડ્યું તેમાં કોઈ પ્રયોજન રહેતું નથી કેમ કે અસહઅવસ્થાનલક્ષણનો જે અર્થ કર્યો તેનાથી નિત્યાનિત્યનો પણ સંગ્રહ થઈ જાય છે. માટે અસહઅવસ્થાનલક્ષણ વિરોધની બે પ્રકારે કલ્પનાની જરૂર નથી. અને વિના પ્રયોજન ભેદથી (પરસ્પર પરિહાર સ્થિતિ લક્ષણથી) અભિધાન કરતો હોવાથી પોતાની દુર્વિદગ્ધતા જ અવશેષ રહે છે. અર્થાત્ મૂર્ખતા જ પ્રગટ કરી છે.
અહીં શંકા થઈ શકે છે કે–
દશ્ય અને પરિનિષ્પન્ન એવા શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્ધાદિનો પ્રાચ્ય-પૂર્વનો સહ અનવસ્થાનરૂપ વિરોધ છે અને પરિકલ્પિતરૂપ નિત્ય અને અનિત્યમાં ઇતર બીજો અન્યોન્ય પરિહારસ્થિતિલક્ષણરૂપ વિરોધ છે.
આ સ્વલક્ષણવિષય અને સામાન્ય લક્ષણરૂપ વિષયને લઈને વિરોધનો ભેદ બતાવ્યો છે. અર્થાત્ બે વિરોધ જુદા બતાવ્યા છે. મતલબ શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શ વગેરે સ્વલક્ષણનો વિષય છે, અને નિત્યત્વ-અનિત્યત્વ એ સામાન્ય લક્ષણનો વિષય છે. માટે અસહ અવસ્થાન એ સ્વલક્ષણનો અને અન્યોન્યપરિહારસ્થિતિલક્ષણવિરોધ એ સામાન્ય લક્ષણનો વિષય હોવાથી બે ભેદ પાડ્યા છે.
૧. નિત્ય કહ્યા પછી અનિત્યતાનો પરિહાર કરવો આવશ્યક છે. જેમ શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શનો
વિરોધ હોવાથી એકનો પરિહાર કરવો આવશ્યક છે તેમ નિત્યાનિત્યનો વિરોધ હોવાથી નિત્ય કહેવામાં આવે તો અનિત્યનો પરિહાર આવશ્યક છે. તત્ત્વથી તો અવયવભેદથી અથવા કાલાદિભેદથી કોઈ ઠેકાણે વિરોધ નથી.
છે તેમ નિત્યાનિતનો વિરોધ હોવાથી અને