________________
૩૭૮
તત્ત્વાર્થ સૂત્ર તું પણ પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવવિરોધ એક કાળે સ્વીકારશે તો વિરોધ શાનો?
હે વાદી ! તું પણ એક કાળમાં જ પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવ સ્વીકારે છે. જો એક કાળમાં ન મનાય તો તો પ્રતિબંધ (પ્રતિબંધક) બની શકે જ નહીં. અર્થાત્ પ્રતિબધ્ધ જે કાર્ય તેનો અનુત્પાદ થઈ શકે જ નહિ. માટે કોઈ વિરોધ જેવી ચીજ નથી. જ્યારે પ્રતિબદ્ધ અને પ્રતિબંધક બંને એક કાળમાં સાથે રહ્યા પછી તે બંનેનો વિરોધ શાનો ? બોલવા માત્ર જ છે. ધર્મકીર્તિએ કરેલ પૂર્વપક્ષ....
હવે આપણે ધર્મકીર્તિને સંમત વિરોધ છે તેના ખંડન માટે શરૂઆત કરીએ છીએ. તે પહેલા ભિક્ષુવર ધર્મકીર્તિએ પણ ‘પ્રમાણવિનિશ્ચય' આદિ ગ્રંથમાં જે સત્ અને અસત્નો અને નિત્ય અને અનિત્યનો પરસ્પર વિરોધ બતાવ્યો છે તે વિરોધ કેવી રીતે છે ? કેવી રીતે બની શકે? તે વિચારીએ છીએ.
સંપૂર્ણ કારણ સામગ્રીવાળું કાર્ય થઈ રહ્યું હોય તો બીજા કાર્યરૂપે એ કાર્ય થતું નથી. ત્યાં વિરોધની પ્રાપ્તિ થાય છે. દા. ત. જેમ અવિકલ કારણવાળો શીત સ્પર્શ વિદ્યમાન છે. એટલે તેનો અન્યભાવ ઉષ્ણ સ્પર્શ તેનો અભાવ હોય છે. માટે શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શનો વિરોધ છે. આ રીતે શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શનો અસહ અવસ્થાનરૂપ વિરોધ છે.
અથવા એકબીજાના પરિહારપૂર્વક રહેવારૂપ વિરોધ છે. દા. ત. જેમ નિત્યાનિત્ય નિત્યત્વને છોડીને અનિત્યત્વ રહે છે અને અનિત્યત્વને છોડીને નિત્યત્વ રહે છે. આ રીતે એકબીજાના ત્યાગપૂર્વક પરિહારસ્થિતિલક્ષણવિરોધ છે. અન્યોન્ય પરિહારસ્થિતિલક્ષણ વિરોધની વ્યાખ્યા...
અન્યોન્ય = પરસ્પર, પરિહાર = હટાવવું, દૂર કરવું. સ્થિતિ = રહેવું.
પરસ્પર હટાવવાપૂર્વક જે રહેવું અર્થાત એકબીજાને દૂર કરીને રહેવારૂપ વિરોધ તે અન્યોન્યપરિહારલક્ષણવિરોધ છે. અન્યોન્યઅભાવરૂપ આ વિરોધ છે.
આ રીતે પરસ્પર પરિહારસ્થિતિ વડે વિરોધી નિત્ય અને અનિત્યમાંથી એકનો પરિગ્રહ કરશો તો તે ગ્રહણ બીજાના ત્યાગ વિના બની શકે નહિ. કેમ કે નિત્યત્વ અને અનિયત્વમાંથી
૧. વનિ પ્રતિબધ્ધ છે. ચંદ્રકાંત મણિ પ્રતિબંધક છે. ચંદ્રકાન્ત મણિ અને અગ્નિ બંને એક કાળમાં હોય તો
અગ્નિનું દાહરૂપ કાર્ય થતું નથી, અને આગ અને ચન્દ્રકાન્ત ગણિ બંને એક કાળમાં નથી હોતા તે
વનિથી દાહ થાય જ છે. કેમ કે તે વખતે પ્રતિબંધક ચંદ્રકાન્ત મણિ નથી. ૨. ન્યાયબિંદુ સૂત્ર-૭૫ ૩. ન્યાયબિંદુ સૂત્ર-૭૭