________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧
૩૭૭
પાપ, અપુણ્ય, અધર્મ આ બધા તેના પર્યાયવાચી શબ્દો છે, અને પુણ્યના ૪૨ ભેદ છે. પુણ્ય, ધર્મ આ એકાર્થક શબ્દો છે.
તેમાંથી કેટલીક પુણ્યપ્રકૃતિઓ અને કેટલીક પાપપ્રકૃતિઓ અર્થાત્ કેટલાંક પુણ્યકર્મ અને કેટલાંક પાપકર્મોનો એકીસાથે વિપાક સ્વીકારીએ છીએ તો પ્રતિબધ્ય-પ્રતિબંધકભાવરૂપ વિરોધ આવે જ કેવી રીતે ? માટે ધર્મ, અધર્મનો ફળથી પણ વિરોધ નથી.
કર્મમાં પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવનો અપવાદિક દાખલો...
આમ હોવા છતાં પણ કોઈ એવાં કર્મ છે કે જેનો પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવવિરોધ છે પણ છતાં કર્મનો સહઅવસ્થાનવિરોધ નથી. દા. ત. જેમ મનુષ્ય આયુષ્યનો વિપાકોદય હોય છે. ત્યારે દેવના આયુષ્યનો વિપાકોદય હોઈ શકતો નથી. આમ એક વખતે એક આત્મામાં મનુષ્યનું આયુષ્ય અને દેવનું આયુષ્ય બંનેનો વિપાકોદય નથી હોતો.
જોકે એક કાળે એકત્ર વિપાકોદયનો અભાવ છે. તેમાં (ત્યાં) પણ કર્મનું સહ અવસ્થાન તો અનિષ્ટ નથી. કેમ કે એક કાળે એક જ આત્મામાં દેવાયુષ અને મનુષ્યાયુષ્ય હોઈ શકે છે. સજાતીય બે વિપાક પર્યાયનું અસહ અવસ્થાન છે....
કર્મનું સહ અવસ્થાન તો અનિષ્ટ નથી. તો શું અનિષ્ટ છે ? બે વિપાક પર્યાયોનું સહ અવસ્થાન અનિષ્ટ છે. કેમ કે જ્યારે મનુષ્યના આયુષ્યનો વિપાકોદય હોય છે ત્યારે તેની સાથે દેવના આયુષ્યનો વિપાકોદય હોતો નથી. આ રીતે સજાતીય બે વિપાક પર્યાયનું અસહ અવસ્થાન છે. આનો અસહ અવસ્થાન લક્ષણ વિરોધ જ હોઈ શકે છે.
જોકે અમારે જૈનોને ત્યાં વિગમ અને ઉત્પાદ એકકાલીન હોવાથી બંનેનું સહ અવસ્થાન પણ બની શકે છે. મતલબ કાળે મનુષ્યના આયુષ્યનો વિગમ છે તે જ કાળે દેવાયુનો સ્વીકાર થાય છે. આમ વિગમ અને પ્રતિપત્તિ(ઉત્પાદ)ને લઈને જૈનોને ત્યાં સહ અવસ્થાન પણ બતાવી શકાય છે.
હવે આપણે અભ્યપગમવાદથી જવાબ આપીએ છીએ. પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવરૂપ વિરોધ સ્વીકારાય તો પણ દોષ નથી.
જો પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવવિરોધ છે એમ સ્વીકાર કરીએ તો પણ પ્રસ્તુત વસ્તુમાં કોઈ દોષ નથી.
દ્રવ્ય અને પર્યાયમાં કોઈનો ગુણ-પ્રધાન ભાવ ઇષ્ટ જ છે. દ્રવ્ય અને પર્યાય આ બેમાંથી એકનો પ્રધાન ભાવ છે અને એકનો ગૌણ ભાવ છે. કોઈ વખતે દ્રવ્યની વિવક્ષા કરીએ ત્યારે પર્યાયની વિવક્ષા નથી અને પર્યાયની વિવક્ષા કરીએ ત્યારે દ્રવ્યની વિવક્ષા નથી. ઉભય તો સંભવે છે. અર્થાત્ દ્રવ્ય અને પર્યાય બંને સાથે તો હોય જ છે.
૧. “દ્રવ્ય પર્યાવિયુń, પર્યાયા દ્રવ્યનગિતાઃ ।
क्व कदा केन किंरूपा, दृष्टा मानेन केन वा ॥"