________________
૩૭૬
તત્ત્વાર્થ સૂત્ર ઉત્તરકાળમાં તે રહેશે તો તેનો વિરોધ નહીં થાય માટે આ રીતે તો કોઈ પણ સ્ત્રી, પુરુષ, બળદ આદિ કોઈનો પણ (કોઈ પણ વિરોધીનો વિરોધ નહીં રહે. બધાનો અવિરોધ રહેશે. માટે આ કથન ઉપેક્ષા કરવા યોગ્ય છે.
આ રીતે બીજો પક્ષ તો તદ્દન ઉપેક્ષ્ય જ છે. હવે બીજી રીતે વિરોધની આશંકા કરી તેનું નિરાકરણ કરીએ છીએ.
વળી સત્ કે અસત્નો કે નિત્યાનિત્યનો પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવરૂપ વિરોધ પાસ હોઈ શકતો નથી.
કેમ કે એક કાળમાં એક આત્મદ્રવ્ય(આત્મા)માં જ ધર્મ અને અધર્મ એટલે પુણ્ય અને પાપ બંને હોય છે. તેમાં એકનો પ્રધાન ભાવ અને બીજાનો ગૌણભાવ હોય છે. આમ પ્રધાન અને ગૌણભાવ માનવામાં આવે તો એક કાળમાં એક દ્રવ્યમાં બંને હોઈ શકે છે. એમાં વિરોધ કેવો ? અર્થાત્ વિરોધ છે જ નહિ. એક કાળમાં ધર્માધર્મ ફળ આપી શકતા નથી માટે પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવવિરોધ છે.. પૂર્વપક્ષ
વાદી - હવે જો તું એમ માને કે એક કાળમાં ધર્માધર્મ ફળ આપી શક્તા નથી. ધર્મના ફળને અધર્મનું ફળ રોકે છે અને અધર્મના ફળને ધર્મનું ફળ રોકે છે માટે એ બેનો પ્રતિબધ્યપ્રતિબંધક ભાવવિરોધ છે, પણ પ્રધાનગૌણભાવ નથી. કેમ કે જયારે એકનો પ્રધાનભાવ હોય છે ત્યારે તે જ એકનો ગૌણભાવ નથી હોતો. જયારે જેની પ્રધાનતા છે ત્યારે તેની ગૌણતા નથી હોતી.
વળી પ્રધાનતા અને ગૌણતા ફલપ્રદાનમાં તત્પરતા અને અતત્પરતાથી છે. ઉદ્દભૂત વિપાકની અવસ્થાથી પ્રધાનતા છે અને અનુભૂત વિપાકની અવસ્થાયી ગૌણતા છે. અર્થાતુ જે કર્મની ઉદ્દભૂત પ્રકટિત વિપાક અવસ્થા હોય છે, જે કર્મનો જે વખતે વિપાક (અનુભવ) થઈ રહ્યો હોય છે ત્યારે તેની પ્રધાનતા કહેવાય છે, અને જે કર્મની અનુભૂત વિપાક અવસ્થા હોય છે અર્થાત્ કર્મનો વિપાકોદય શરૂ થયો નથી ત્યારે તે કર્મની ગૌણતા કહેવાય છે.
આવી રીતે ઉદ્ભૂત અવસ્થાથી પ્રધાનભાવ અને અનુભૂત અવસ્થાથી ગૌણભાવ છે. એક કાળમાં ધર્માથર્મના ફળનો વિરોધ નથી.
સ્યાદ્વાદી - જો વાદી આવું માને તો તે પણ બરાબર નથી. કેમ કે જૈન શાસનમાં એક કાળે એક આત્મામાં ધર્મ અને અધર્મના ફળનો ઉપભોગ સ્વીકાર્ય છે. એક આત્મા એક સમયે– એકીસાથે ધર્મ અને અધર્મ બંનેનું ફળ ભોગવે છે. આવું જૈન શાસન માને છે. ધર્મ એટલે પુણ્ય અને અધર્મ એટલે પાપ. ધર્મ એ પુણ્યરૂપ છે, અધર્મ એ પાપરૂપ છે. પુણ્ય અને પાપ બંને પુદ્ગલરૂપ-પુદ્ગલાત્મક છે, અને પુદ્ગલો જ્ઞાનાવરણાદિરૂપે પરિણામ પામેલાં છે. આ જ્ઞાનાવરણાદિરૂપે પરિણામ પામેલાં પુગલો કર્મ કહેવાય છે. આ કર્મના ૧૨૪ ઉત્તરભેદો છે. તેમાં ૮૨ ભેદ પાપકર્મના છે.