________________
૩૭૪
તત્ત્વાર્થ સૂત્ર
આ પણ અસાર છે.
આ પણ તારું શસ્ત્ર બુદું છે. કેમ કે સ્પર્શ પર્યાયથી અગ્નિ ઉષ્ણ કહેવાય છે અને રૂપપર્યાયથી એ જ અગ્નિ અનુષ્ણ જ છે. મતલબ અગ્નિમાં રૂપ પણ છે અને સ્પર્શ પણ છે. અગ્નિનો સ્પર્શ ઉષ્ણ છે પણ રૂપ ઉષ્ણ નથી. આમ અગ્નિમાં સ્પર્શને લઈને ઉષ્ણતા છે અને રૂપને લઈને અનુષ્યતા છે. માટે અગ્નિમાં ઉષ્ણતા અને અનુષ્ણતાનું અવસ્થાન નથી આવું તારું કથન અસાર છે.
વાદી - અનુષ્ણ એટલે ઉષ્ણનો વિરોધી આવો અર્થ થાય. ઉષ્ણનો વિરોધી તો શીત જ છે. આથી અનુષ્ણ કહેવાથી શીત સ્પર્શ જ ગ્રહણ થશે. અગ્નિમાં રૂપ રહે તો પણ શીતતા તો નથી જ.
- આ પણ તારો તર્ક યુક્તિથી રિક્ત છે. તે જે અનુષ્ણ એટલે ઉષ્ણનો વિરોધી આવો અર્થ કર્યો છે તે જ છે એવું નથી કેમ કે જેમ શીત સ્પર્શ છે તેવો અનુષ્કાશીત સ્પર્શ પણ છે. એટલે ઉષ્ણનો વિરોધી શીત સ્પર્શ જ નથી થતો પણ અનુષ્કાશીત સ્પર્શ પણ છે. કહેવાનો મતલબ એ છે કે ઉષ્ણનો વિરોધી અનુષ્ણ કહો છો અને અનુષ્ણ શબ્દથી શીતનું ગ્રહણ કરો છો તેમ અનુગ્ગાશીત સ્પર્શ પણ ઉષ્ણનો વિરોધી છે. તેથી ઉષ્ણ શબ્દના પ્રહણથી અનુષ્માશીત સ્પર્શનો પણ પ્રતિક્ષેપ થાય છે. એટલે ઉષ્ણનો વિરોધી એવો જે અનુષ્ણ પર્યાય તેની સાથે એક ઠેકાણે એક કાળમાં ઉષ્ણ પર્યાય જોયો છે.
આ પ્રમાણે અસહ અવસ્થાનરૂપ વિરોધનો વિરોધ થતાં સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે. વિરોધના બે પ્રકારમાં કોઈ ભેદ નથી...
હવે જે વિરોધના (૧) વધ્યઘાતકલક્ષણ (૨) અસહ અવસ્થાનરૂપ બે પ્રકાર બતાવ્યા તેનો વિચાર કરીએ છીએ.
આ બંને પ્રકારના વિરોધમાં કોઈ ભેદ નથી. અહિ-નકુલનું દગંત અસહ અવસ્થાનરૂપ જ વિરોધ સિદ્ધ કરે છે.
કારણ કે જે સાપ અને નોળિયાનો વધ્યઘાતક વિરોધ કહ્યો પણ વિચારતાં તો લાગે છે કે તે વધ્યઘાતકરૂપ વિરોધ બની શકતો નથી. કેમ કે સાપનો જે જીવનપર્યાય હોય છે તે મરણપર્યાય સાથે રહેતો જ નથી. માટે તે બેનો અસહઅવસ્થાનરૂપ વિરોધ થયો પણ વધ્યઘાતક લક્ષણ વિરોધ સિદ્ધ થયો નહીં. સાપ વધ્યું છે એટલે સાપનું જીવન વધ્યું છે અને ઘાતક નોળિયો કહો છો તો ખરેખર તે ઘાતક નથી પણ મરણ ઘાતક છે. એટલે જીવન અને મરણ બે એકસાથે રહી શકતાં નથી. આથી જીવન અને મરણ પરસ્પર વધ્યઘાતક નથી પણ બે એકસાથે રહેતાં નથી.
વળી અગ્નિ અને જળનો સંયોગ થતાં કોઈ વખત ઉષ્ણપર્યાય શીતપર્યાયની સાથે રહેતો
નથી.
દાત. પુષ્કળ પાણીની અંદર નાંખેલા એક અંગારાના ટુકડાનો ઉષ્ણ સ્પર્શ શીતસ્પર્શ