________________
૩૭૨
તત્ત્વાર્થ સૂત્ર
(૧) જ્યાં સુધી ઘડો વિનાશ ન પામે ત્યાં સુધી એ ઘડો નિત્ય છે કે અનિત્ય છે ? જો નિત્ય છે એમ કહેશો તો આકાશની જેમ એનો નાશ ન થવો જોઈએ.
(૨) જો અનિત્ય છે એમ કહેશો તો ઘડાનો અભાવ થશે. કોઈ કહે છે કે—જ્યાં સુધી ઘડો નાશ ન પામે ત્યાં સુધી નિત્ય પણ નથી, અનિત્ય પણ નથી. આ પણ બરાબર નથી. કેમ કે જ્યારે એકાંતવાદીઓને સત્ નિત્ય છે અથવા અનિત્ય છે આમ કહેવું જ પડે છે. નિત્યત્વ અનિત્યત્વનું અસહ અવસ્થાન સ્વીકારવું જ પડે તેથી તેઓના મતે ઉપર કહ્યા તે દોષ આવે. આથી તેઓના મતે જે ઘટમાન થતું નથી અને અનેકાંતવાદીના મતમાં તો વસ્તુ (સત્) ઉભય સ્વભાવ-નિત્યાનિત્યત્વરૂપ છે એટલે કશું જ અઘટમાન નથી.
એ જ પ્રમાણે ફળ અને ડીંટાના સંયોગના વિનાશમાં વિભાગ થાય છે, ફળાદિમાં શ્યામતા જાય છે અને પીળાશ પેદા થાય છે. આ પ્રમાણે વિકલ્પ કરીને અસહ અવસ્થાન વિરોધનો નિરાસ કરવો.
આવી રીતે એ બધા શીતોષ્ણાદિ વિકલ્પો પૂર્વમાં બતાવેલા અસહ અવસ્થાન વિરોધની સાથે સંગત હોવા છતાં સહી જૈન પ્રવચનમાં સ્યાત્ શબ્દથી લાંછિત એટલે યુક્ત પ્રક્રિયામાં એ વિકલ્પો સંભવતા નથી.
આ રીતે આપણે જે બે એક જગાએ ન રહે તે બે વિરુદ્ધ છે' આ જે વાદીએ કલ્પના કરી છે તેને લઈને વિચાર કરીએ છીએ. તેમાં ભિન્ન ધર્મીને લઈને એકત્ર અવસ્થાનરૂપ વિરોધનો વિચાર કર્યો. હવે એક જ ધર્મીમાં એકત્ર અવસ્થાનરૂપ વિરોધ છે તેનો વિચાર કરીએ છીએ. એક ધર્મમાં વિરોધ અસિદ્ધ છે.
વળી ‘જ્યાં એકત્ર અવસ્થાન નથી દેખાતું તે વિરોધ કહેવાય' આવો આ વિરોધ તું શું એકધર્મીમાં કહે છે ?
જો તારો આવો આશય હોય તો તે વાત અસિદ્ધ છે. કારણ કે એક જ પથ્થર ઠંડો અને ગરમ જોવાયો છે. એક જ પથ્થરમાં શીતતા અને ઉષ્ણતા દેખાય જ છે.
એક ધર્મીમાં એક દેશમાં બે હોતા નથી માટે અસિદ્ધતા નથી.
હવે જો તું આમ કહે કે જે દેશમાં શીતતા છે તે દેશમાં ઉષ્ણતા નથી. અર્થાત્ પથ્થરનો ભાગ ઠંડો છે તે જ ભાગ ગરમ નથી માટે અસિદ્ધતા નથી.
એક જ કાળમાં શીત અને ઉષ્ણ છે એમ કહેતા નથી.
અમે જે પથ્થરમાં શીતતા અને ઉષ્ણતા દેખાય છે એમ કહીએ છીએ તે કાળને લઈને કહીએ છીએ માટે તારો હેતુ બરાબર નથી. કેમ કે પથ્થરના જે દેશમાં શીતસ્પર્શ છે તે જ દેશમાં ઉષ્ણ સ્પર્શ અમે કાલાંતરે બીજા કાળમાં સ્વીકારીએ છીએ માટે એક દેશને લઈને શીત અને ઉષ્ણનો વિરોધ અસત્ છે.
બીજું એક વિશેષણ મૂકીને અસિદ્ધતા હટાવે છે...
હવે વાદી વિશેષણ લગાવીને અસિદ્ધતા હટાવે છે. જ્યારે જે સમયે' એક દેશમાં