________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૩૭૩
પથ્થર શીત છે તે જ સમયે તે દેશમાં એ પથ્થર ઉષ્ણ નથી એટલે વિરોધની અસિદ્ધતા નથી. વ્યાપ્તિનું ખંડન...
તે વિશેષણ આપીને જે વ્યાપ્તિ બાંધી કે–જે દેશમાં જે સમયે શીતતા છે તે જ દેશમાં તે જ સમયમાં ઉષ્ણતા નથી. આ વ્યાપ્તિ પણ અસત્ છે. કેમ કે શિશિર ઋતુના સ્પર્શવાળું પાણી ભિન્ન દેશમાં રહેલા અસંયુક્ત અગ્નિને ઓલવી શકતું નથી. પાણીના અને અગ્નિના પરમાણુઓનો સંયોગ એક દેશમાં હોય તો જ પાણી અગ્નિને બુઝાવી શકે. જયાં પાણી હોય ત્યાં જ આગનો સંયોગ હોય તો જ આગ બુઝાઈ શકે. કારણ કે પાણી જુદા સ્થળે છે અને આગ જુદા સ્થળે છે. અસંયુક્ત છે તો તેવા અગ્નિને શિશિર ઋતુના સ્પર્શવાળું ઠંડું પાણી પણ બુઝાવી શકતું નથી.
આમ એક દેશમાં રહેવામાં પાણી અને અગ્નિના પરમાણુઓનો સંયોગ સિદ્ધ થાય છે. નહીં તો એક દેશમાં સંયોગ ન હોય અર્થાતુ જે ભાગમાં આગ હોય તે જ ભાગમાં જો પાણી ન હોય તો પણ જો અગ્નિને પાણી બુઝાવે તો ત્રણે લોકમાં અગ્નિનો અભાવ પ્રાપ્ત થશે. સંયોગ સ્વીકાર્યો એટલે બંનેનું સહ અવસ્થાન સિદ્ધ થયું.
હવે સંયોગ થયે ક્ષણમાત્ર તો બંનેનું એકત્ર અવસ્થાન દષ્ટ જ છે. અર્થાત્ સંયોગ થયો એટલે ક્ષણવાર તો બે એકસાથે રહ્યા આ તો દેખાય છે પછી તે વખતે વિરોધ કેવો ? આ જોયું જ છે તો વિરોધ ક્યાંથી ?
- વાદી - બંને એક ઠેકાણે ક્ષણમાત્ર સમવધાન હોવા છતાં પણ બીજા કાળમાં તો અસમવધાન જ છે ને ? આમ વિરોધના નિમિત્તે જ સમવધાન અને અસમવધાન છે. માટે ઉત્તર કાળમાં દેખાતો નથી આથી વિરોધ છે જ.
સ્વાલાદી - ઉત્તર કાળમાં નથી દેખાતો માટે વિરોધ છે. જો આવો અર્થ કરો તો કથંચિત વિરોધ થયો. કેમ કે કોઈ કાળમાં બંને રહેલા હતા, ઉત્તરકાળમાં દેખાતા નથી એટલે એમ જ સાબિત થાય છે કે ઉત્તર કાળમાં વિરોધ છે અને પૂર્વકાળમાં વિરોધ ન હતો. કદાચિત્ વિરોધ છે, કદાચિત્ નથી અને આ રીતે તો જેમાં કોઈ દોષ નથી તેવા સ્યાદ્વાદનો આશ્રય કર્યો. માટે કોઈ દોષ રહેતો નથી. આમ સ્યાદ્વાદનો આશ્રય કરવાથી અન્ય મત પ્રવેશ થઈ ગયો. તારો મત રહ્યો નહિ.
આ રીતે આપણે નિત્યાનિત્યનો વિરોધ છે આવી શંકા કરનારને વિરોધ શબ્દના અર્થની વિચારણાપૂર્વક અવિરોધ સિદ્ધ કર્યો. માટે નિત્યાનિત્યનો વિરોધ નથી. આ સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે...
ત્યારે વાદી બીજું શસ્ત્ર ફેકે છે... અગ્નિમાં ઉષ્ણતા-અનુષ્ણતા એકસાથે હોતા નથી તેમ નિત્યતા અને અનિત્યતા એકસાથે નથી..
એક જ અગ્નિ દ્રવ્યમાં ઉષ્ણતા અને અનુષ્ણતા એકસાથે હોતા નથી.