________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૩૭૧
આથી નિત્યાનિત્યત્વ સદસદાદિની એક વસ્તુ આશ્રય બને તેમાં વધ્યઘાતક લક્ષણ વિરોધ આવી શકતો નથી.
હવે નિત્યાનિત્યનો શીતોષ્ણાદિની જેમ અસહ અવસ્થાનરૂપ વિરોધ પણ ઘટી શકતો નથી તે વિચારીએ છીએ. નિત્યાનિત્યમાં અસહાવસ્થાના વિરોધ ઘટી શકતો નથી.
નિત્યાનિત્યનો અસહઅવસ્થાનરૂપ કહો તો તે વિરોધ શું શીતોષ્ણાદિના જેવો છે ? શીતત્વ અને ઉષ્ણત્વ, ફળ અને ડીંટાના સંયોગ અને વિભાગ, કેરીમાં કાળાશ (લીલાશ) અને પીળાશની જેમ છે એમ કહો તો તો તે વિરોધ તેમાં ઘટી શકતો નથી. તે આ પ્રમાણે—
- પથ્થર આદિમાં પહેલા શીત પર્યાય વિદ્યમાન છે પછીથી એ પથ્થર આદિમાં પેદા થતા ગરમાશ પર્યાયની સાથે શીતતા રહી શકતી નથી તેવી રીતે પહેલા ઉષ્ણતા પર્યાય વિદ્યમાન છે પણ જયારે તે પથ્થરમાં શીત પર્યાય પેદા થાય છે ત્યારે એ શીતતાની સાથે ઉષ્ણતા રહી શકતી નથી. શીતતા ને ઉષ્ણતાના દૃષ્ટાંતનો ઉપનય
આવી રીતે પહેલા નિયત્વ હતું અને પછી પેદા થતી અનિત્યતાથી વિનાશ પામતું નથી. જો એ અનિત્યતાથી નાશ પામે તો નિત્યત્વ જ ન કહેવાય. કેમ કે અપ્રૂવ થઈ ગયું. એવી રીતે પહેલા અનિત્યતા હતી અને પછી નિત્યતા પેદા થઈ એટલે અનિત્યતાનો નાશ થયો એમ કહી શકાય નહિ. નિત્યતા અને ઉત્પન્ન થવું આવું બને જ નહિ. ક્ષણિકવાદીના મતમાં પણ નિત્યાનિત્યનો વિરોધ બની શકતો નથી.
વળી ક્ષણમાં નાશ પામનારા પદાર્થોમાં કોઈ પણ કાળે અસહઅવસ્થાનરૂપ વિરોધ આવી શકતો નથી. ક્ષણનશ્વર પદાર્થોમાં પહેલા અનિત્યત્વનું અવસ્થાન અર્થાત્ સ્થિતિ હોતી નથી. કારણ કે ક્ષણભંગુરતાલક્ષણ અનિત્ય વડે વસ્તુ અનિત્ય હોવાથી નાશ પામી ગઈ તો નિત્યત્વ નિરાધાર થયું. મતલબ એ જ છે કે ક્ષણિકવાદીના મતમાં પદાર્થ ઉત્પન્ન થતાની સાથે નાશ પામે છે. પદાર્થો નાશ પામવાના સ્વભાવવાળા–ક્ષણભંગુર હોવાથી જ નાશ પામે છે. એટલે કાંઈ પહેલા અનિત્યતા હતી તેવું નથી. હવે પદાર્થ સ્વભાવથી જ નાશ પામ્યો તો હવે નિત્યતા ક્યાં રહે ? એનો આધાર નહી. નિત્યત્વ નિરાધાર થયું એટલે તેનો અભાવ જ રહેશે.
આમ અસહ અવસ્થાનરૂપ વિરોધુ સ્વીકારનાર વાદીએ ક્ષણભંગુર પદાર્થોમાં નિત્યત્વ અથવા અનિત્યત્વ આ બેમાંથી એકની ઉત્પત્તિ અથવા એકની પહેલા અવસ્થિતિ અવશ્યમેવ સ્વીકારવી જ પડશે. જો સ્વીકારે તો જ અસહ અવસ્થાને વિરોધ ઘટે ! જો આ બેમાંથી એકની ઉત્પત્તિ અથવા અવસ્થાને સ્વીકારે નહીં તો અસહ અવસ્થાનરૂપ વિરોધ છે એમ વાદી બોલી શકે જ નહીં એટલે અસહઅવસ્થાનરૂપ વિરોધવાદી તે કહેવાય જ નહિ.
વળી જેઓના મતે કેટલોક વખત રહીને ઘટ વિનાશ પામે છે તેઓએ પણ આ કહેવું પડશે. અમે પૂછીએ છીએ તેનો જવાબ આપવો પડશે કે –