________________
૩૬૯
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
આની સાક્ષી આપતી કારિકા છે જુઓ–
કારિકા:- “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ઉભય નયથી વસ્તુ ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્યાંશથી અભિન્ન છે પણ એ બધાનું જ્ઞાન થાય માટે જ્ઞાનના ઉપાયરૂપ જુદા જુદા નયથી એનું જુદું જુદું કથન થાય છે, કેમ કે દ્રવ્યાંશ દ્રવ્યાર્થિક નયથી છે અને ઉત્પાદ-વ્યય પર્યાયાર્થિક નયથી છે.”
પૂર્વમાં એકાંતવાદીએ વિરોધના સ્વરૂપનું જ્ઞાન નહીં હોવાથી “ઉત્પાદ-વ્યય નિત્યતાની સાથે વિરોધ કરે છે અને નિત્યતા, ઉત્પાદ-વ્યયની સાથે વિરોધ કરે છે...” આવી જે શંકા કરી હતી તેનો હવે વિસ્તારથી વિચાર કરીએ છીએ.
પહેલા તો તને પૂછીએ છીએ કે વિરોધ શબ્દનો અર્થ શું છે ?
શું જે બેનું એક ઠેકાણે અવસ્થાન ન દેખાતું હોય તે બે વિરુદ્ધ છે કે જે બે કાલાન્તરે એકત્ર રહેલા હોય પછીથી એ બેમાંથી એકનો વિનાશ થયો અથવા બંનેનો વિનાશ થયો તે બે વિરુદ્ધ છે ?
આ બેમાંથી વિરોધ શબ્દનો અર્થ કયો છે ? વિરોધના પ્રથમ અર્થમાં દોષ...
જો વિરોધ શબ્દનો પહેલો અર્થ કે “જે બે કોઈ પણ વખત એકત્ર જોયા નથી” આવો કરો તો વધ્યઘાતકભાવરૂપ સાપ અને નોળિયાનો અથવા પાણી અને અગ્નિનો વિરોધ માની શકશો નહિ !
કેમ કે નોળિયાનો અને સાપનો કે અગ્નિ અને પાણીનો સંયોગ થાય તો એક કાળમાં રહેલા તે બેનો વિરોધ થાય. કેમ કે સંયોગના અનેક આશ્રય છે. દા.ત. દ્વિવાદિ. બે હોય તો સંયોગ થાય. એટલે સંયોગના આશ્રય બે બને છે : જેમ દ્વિત્વનો આશ્રય બે પદાર્થ બને છે તેમ ત્રિત્વનો આશ્રય ત્રણ પદાર્થ બને છે, ઇત્યાદિ. જયાં સુધી સાપની સાથે નોળિયાનો સંયોગ ન થાય ત્યાં સુધી નોળિયાની તાકાત નથી કે સર્પનો વિનાશ કરી શકે. જો સંયોગ વિના પણ વિનાશ કરી શકે તો તો ત્રણે લોકમાં સાપના અભાવનો પ્રસંગ આવશે. એવી રીતે આગ અને પાણી માટે પણ સમજી લેવું.
વાદી :- વડવાનલ અને પાણીનું એકત્ર અવસ્થાન જોવાય છે.
જો આવું તું કહે છે તો તો તારા વિરોધની વાત જ દૂર થઈ જાય છે. એટલે કે પાણી ને આગનો વિરોધ જ નથી રહેતો. પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા હોવા છતાં વિરોધ નથી આવતો તો તો નિત્યતા (ધ્રૌવ્ય) અને અનિત્યતા(ઉત્પાદ-વ્યય)નો વિરોધ કયાંથી આવવાનો ?
ઠીક, આ વાત જવા દો. આપણે પ્રસ્તુત વિચારણા કરીએ. વધ્યઘાતક ભાવનું ઉપપાદન...
સંયોગ થાય તો પણ એક ક્ષણ તો બંને રહેવાના. એટલે ઉત્તર કાળમાં અર્થાત્ જે ક્ષણે
૧. જુઓ. પૃ. ૩૬૧ આ જ સૂત્રની શરૂઆત કરતા અવતરણિકામાં..