________________
૩૬૮
તત્વાર્થ સૂત્ર ભાષ્યકારે સત્ ત્રણ પ્રકારનું આટલું જ કહેવું હતું પણ નિત્યનું શા માટે ગ્રહણ કર્યું?
પ્રશ્ન :- ભાષ્યકારે સન્ન ત્રિવિર્ધા કહ્યા પછી નિત્યે ૨ કહ્યું. સત્ ત્રણ પ્રકારે છે અને નિત્ય છે આમ બે વાત શા માટે કરી ? સહુ બોલવાથી નિત્યનું ગ્રહણ તો થઈ જતું હતું તો નિત્યનું ગ્રહણ કરવું નિરર્થક છે કેમ કે સહુના ગ્રહણથી ધ્રૌવ્ય અંશ લક્ષિત થઈ જ જાય છે. માટે સત્ ત્રણ પ્રકારનું છે આટલું જ કહેવું જોઈએ ને ? પુનઃ નિત્યના ગ્રહણમાં કારણ
ઉત્તર:- હે વાદી ! તારી વાત ઠીક છે. ત્રણ પ્રકારનું સત્ કહેવાથી ધ્રૌવ્યાંશ આવી જાય છે એટલે પ્રૌવ્યાંશથી નિત્ય પ્રાપ્ત હતું છતાં નિત્યનું ગ્રહણ વિશેષતા બતાવવા માટે છે. ભાષ્યકારની અર્થવિશેષનું પ્રતિપાદન કરવાની ઇચ્છા છે. માટે ફરી નિત્યનું ગ્રહણ કર્યું છે. એ વિશેષતા આ પ્રમાણે છે
જો પ્રૌવ્યાંશ એ જ નિત્ય હોય અને સમસ્ત વસ્તુ નિત્ય ન હોય તો ઉત્પાદ અને વ્યય અનિત્ય બનશે પણ સંપૂર્ણ વસ્તુ અનિત્ય બનશે નહિ. માટે એક જ વસ્તુ નિત્યાનિત્ય નહીં બને.
આ રીતે તો નિત્યત્વનો આધાર અન્ય અને અનિત્યત્વનો આધાર અન્ય થશે, અને આ વાત તો અનિષ્ટ છે. કેમ કે નિત્યત્વ અને અનિયત્વ વ્યધિકરણ થયા. એકાધિકરણ ન થયા. જેમ જૈનોથી અન્ય દર્શનકારોનું નિત્યત્વ આકાશાદિમાં છે ત્યાં અનિત્યત્વ નથી અને ઘટ અનિત્ય છે તો ઘટમાં અનિત્યત્વ છે પણ નિત્યત્વ નથી. આમ નિત્યત્વ અને અનિત્યત્વના આધાર ભિન્ન ભિન્ન થયા. તેવી રીતે અહીં જૈન સિદ્ધાંતમાં પણ નિત્ય જુદું અને અનિત્ય જુદું આવું થશે. આ જૈનોને ઈષ્ટ નથી. જૈનોને તો જે નિત્ય છે તે જ અનિત્ય છે આવું ઈષ્ટ છે.
આથી ફરી નિત્ય' શબ્દને ગ્રહણ કરવામાં ભાષ્યકારનો એ આશય છે કે નિરંશ-સમસ્ત વસ્તુની અર્પણા થાય છે અર્થાત્ સમસ્ત વસ્તુ નિત્ય છે આવી અર્પણા થાય છે, અને નિત્યનું વિરુદ્ધ અનિત્ય છે. નિત્યના વિપક્ષ વડે અનિત્ય છે તે સમસ્ત વસ્તુ અનિત્ય કહેવાય છે. કેમ કે વસ્તુ નિર્વિભાગ છે. વસ્તુના આ ભાગમાં નિત્યતા અને આ ભાગમાં અનિત્યતા આવું ત્યારે બને કે વસ્તુનો ભાગ થતો હોય પણ વસ્તુ નિર્વિભાગ છે. આથી આખી એક જ એની એ વસ્તુ નિત્ય અને અનિત્ય છે.
શ્રોતાની બુદ્ધિ સ્વીકારી શકે માટે આ સ્થિત્યંશ છે. અને આ ઉત્પાદ-વ્યય છે. આ પ્રમાણે આનો વિભાગ બુદ્ધિથી કરાય છે. એટલે પ્રરૂપણાનો વિષય છે. કારણ કે આ રીતે જ એની પ્રજ્ઞાપના થાય છે. આ
બાકી આ ત્રણ હોય તો જ વસ્તુ છે એટલે વસ્તુનો આ સ્થિત્યંશ છે અને આ ઉત્પાદથયાંશ છે એમ નથી. આ ત્રણ રૂપ જ વસ્તુ છે. એટલે વાસ્તવિક રીતે વિભાગ છે જ નહીં માટે આ ત્રણે એકાધિકરણ છે.
વસ્તુનો કથંચિત્ અભેદ છે માટે પ્રત્યેક ઉત્પાદાદિને સત્ માનવા જ જોઈએ. (ન્યાય :તદભિન્નભિન્નસ્ય તદભિન્નત્વ)