________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૩૬૭
એકબીજાના પરિત્યાગ વગર જ કરાય છે. અર્થાતુ ઉત્પાદ, સ્થિતિ અને વિનાશ ત્રણે સાથે જ રહે છે. એકબીજાને છોડીને રહેતા નથી.
સ્થિતિનું નિરૂપણ, ઉત્પાદનું નિરૂપણ કે વ્યયનું નિરૂપણ સ્વતંત્ર કરાતું નથી. સ્થિતિનું નિરૂપણ ઉત્પાદ-વ્યયની સાથે જ થાય છે. ઉત્પાદ-વ્યય વગર સ્થિતિરૂપે સ્થિતિનું પ્રતિપાદન થતું નથી. સ્થિતિ ને વ્યય વગર ઉત્પાદરૂપે ઉત્પાદનું નિરૂપણ થતું નથી. ઉત્પાદ ને સ્થિતિ વગરના વ્યયરૂપથી ભયનું પ્રતિપાદન થતું નથી.
જો સાથે ન જ રહેતા હોય તો પરસ્પર એકબીજાના વિયોગ વગરના નિરૂપણનો વિષય કેવી રીતે બને ? અન્યથા-બીજી રીતે કોઈ પણ પ્રકારે પ્રજ્ઞાપનાનો વિષય બને કેવી રીતે ? અર્થાત ઉત્પાદનું બીજી કોઈ રીતે પ્રતિપાદન થઈ શકતું નથી. કેમ કે સ્થિત્યાદિ પરસ્પર અવિયોગી છે. સ્થિતિ ઉત્પાદ-વ્યય વગર નથી, ઉત્પાદ સ્થિતિ-વ્યય વગર નથી, વ્યય ઉત્પાદસ્થિતિ વગર નથી. આમ ત્રણે પરસ્પર અવિયોગી છે.
આ રીતે સ્થિત્યાદિ પરસ્પર અવિયોગી છે. આવા ઉત્પાદાદિ હંમેશા સદસતુરૂપ છે. ભેદભેદ(ભિન્નભિન્ન)રૂપ છે. તેવા ઉત્પાદાદિ પ્રત્યેકમાં સત્ત્વની પ્રજ્ઞાપના વિરુદ્ધ નથી માટે સૂત્રકારે ઉત્પાદાદિ સ્વભાવયુક્ત વસ્તુને સત્ કહી છે તો પણ પ્રત્યેકમાં સત્ત્વ નિરૂપણ થઈ શકે છે.
જ્યારે વસ્તુની સત્ રૂપે વિવક્ષા કરીએ ત્યારે આશ્રયને લઈને સ્થિત્યાદિ સત્ છે અને જ્યારે વસ્તુ (ઉત્પાદાદિ આશ્રયને) અસત્ રૂપે વિવક્ષા કરીએ ત્યારે ઉત્પાદાદિ અસત્ છે. ઉત્પાદાદિ પ્રત્યેક લઈએ ત્યારે વિનાશ આદિની અપેક્ષાએ અસત્ છે અને ઉત્પાદ ઉત્પાદરૂપે સત છે. આમ ઉત્પાદાદિ લઈને પણ સ્થિતિ આદિ સતુ, અસત છે તેવી રીતે ઉત્પાદાદિ ભિન્નભિન્ન પણ છે.
વસ્તુના લક્ષણરૂપે ઉત્પાદાદિનું નિરૂપણ કરીએ ત્યારે ઉત્પાદાદિ ભિન્ન છે અને વસ્તુના સ્વરૂપ તરીકે વર્ણન કરીએ ત્યારે ઉત્પાદાદિ અભિન્ન છે.
આમ અપેક્ષાએ ભાષ્યકારે સત્ ત્રણ પ્રકારનું કહ્યું છે એટલે સૂત્રકાર અને ભાષ્યકારનો કોઈ વિરોધ નથી એક જ તાત્પર્ય છે.
શંકા - ઉત્પાદાદિ પ્રત્યેકમાં સતની પ્રરૂપણા કરો છો તો પ્રત્યેક ઉત્પાદાદિ તો એક દેશ છે એ કેવી રીતે સંતુ કહેવાય ?
સમાધાન - વસ્તુનો એક દેશ અસત્ થતો નથી. જેમ પટનો એક દેશ તંતુ છે એ અસત્ નથી. એવી રીતે ઉત્પાદિ સમુદાયરૂપ વસ્તુ છે તેનો એક દેશ ઉત્પાદાદિ છે એટલે પ્રત્યેક ઉત્પાદાદિ અસત્ થતા નથી.
૧. તત્ત્વાર્થ પૃ. ૩૭૭ જુઓ. ૨. ઉત્પાદ-ઉત્પાદરૂપે સત, સ્થિતિ વિનાશરૂપે અસત્...તત્ત્વા. પૃ. ૩૮૩ મતો મચ.... ૩. જો પ્રત્યેક ઉત્પાદાદિને અસત્ મનાય તો સમુદાય પણ સત્ બની શકે નહીં. કેમ કે ઉત્પાદાદિની સાથે