________________
તત્ત્વાર્થ સૂત્ર
સંયોગ થયો તે પછી બીજી ક્ષણમાં જે બળવાળો હશે તે ઘાતક બનશે અને દુર્બળ હશે તે વધ્ય બનશે. આ રીતે રહે તો વધ્યઘાતકવિરોધ થાય.
સદાદિમાં વધ્યઘાતકભાવનો અસંબંધ...
૩૭૦
એવી રીતે સત્, અસત્, નિત્યત્વ, અનિત્યત્વની તો એક ક્ષણ પણ એક સ્થળે તું સ્થિતિ માનતો નથી. સંયોગ સંબંધથી વર્તન સ્વીકારતો નથી એટલે તું વિરોધ બતાવી શકતો નથી. તારા મતે ઉત્પાદ-વ્યય અને નિત્યતાનો વિરોધ બની શકે નહિ.
સદાદિમાં વધ્યઘાતક ભાવના અસંભવનું ઉપપાદન...
જો એ બંને એકત્ર રહેલા કોઈ પણ ક્ષણે સત્ત્વ રહે અને અસત્ત્વ નાશ પામે અથવા અસત્ત્વ રહે અને સત્ત્વ નાશ પામે એ પ્રમાણે નિત્યત્વ રહે અને અનિત્યત્વ નાશ પામે, અનિત્યત્વ રહે અને નિત્યત્વ ન રહે તો તો વિરોધની વાત કરવી ઉચિત છે પણ આ બધા પદાર્થના સ્વભાવ છે. ધ્રૌવ્ય એ નિત્ય છે, ઉત્પાદ-વ્યય એ અનિત્ય છે. દ્રવ્યાંશ દ્રવ્યાર્થિક નય છે. ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયાંશ પર્યાયાર્થિક નય છે. આમ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય સત્ત્નું સ્વરૂપ છે. એટલે જે વસ્તુ નિત્ય છે તે વસ્તુ અનિત્ય છે. માટે સદાદિ તથા નિત્ય અને અનિત્યનો વધ્યઘાતક લક્ષણ વિરોધનો કોઈ પણ રીતે સંભવ નથી.
ગુણને લઈને વિરોધ બનશે...
હવે કોઈ શંકા કરે છે કે ગુણને લઈને વિરોધ સિદ્ધ થશે.
તે પણ બની શકે નહીં.
તો તે પણ નહીં બની શકે. કેમ કે સંયોગ તો દ્રવ્યનો જ થાય. ગુણનો સંયોગ હોતો નથી. તો ગુણોમાં તો વિરોધ બતાવી જ શકાય કેવી રીતે ? કેવી રીતે શક્ય બને ? કેમ કે એનો સંયોગ નથી.
સમવાયથી વિરોધની શંકા
ગુણનો સંયોગ નથી હોતો માટે ગુણને લઈને સંયોગ નહીં બને પણ સમવાય તો ગુણનો હોય છે એટલે સમવાયથી વિરોધ આવશે.
સમવાયથી પણ વિરોધની શંકા થઈ શકે નહીં.
તો તે પણ બની શકે નહીં. કેમ કે ગુણમાં ગુણનો સમવાય નથી. જ્યાં એક ગુણનો સમવાય છે ત્યાં તેના વિરોધી ગુણનો સમવાય રહેતો નથી. જેમ સમવાયથી સુરભિ છે ત્યાં સમવાયથી તો દુરભિગંધ રહેતી નથી. આમ વિરોધના અભાવનો પ્રસંગ આવતો હોવાથી સમવાયથી ગુણને લઈને વિરોધની શંકા થઈ શકે નહીં કેમ કે બંને એકત્ર હોતા નથી.
૧.
પ્રશ્ન :- ઉત્પાદાદિ ગુણરૂપ નથી તો ગુણને લઈને વિરોધ બતાવવો તે કેવી રીતે યુક્ત છે ? ઉત્તર :- અહીં સમજવું કે ‘ગુણ' શબ્દ દ્રવ્યથી ભિન્ને કહેનાર છે એટલે ઉત્પાદાદિ ગુણ ભલે ન હોય પણ દ્રવ્યથી ભિન્ન તો છે જ.