________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૩૧
૩૮૧ જો આ રીતે સમર્થન કરાય તો તે પણ અસંગત છે. કેમ કે સ્વલક્ષણભેદના અનંત ભેદ થાય છે. જેટલી વ્યક્તિ છે તેટલા સ્વલક્ષણ છે. સ્વ એટલે પોતે અને તેનું લક્ષણ તે સ્વલક્ષણ. આ સ્વલક્ષણનો સામાન્ય શબ્દાર્થ છે. આ રીતે વ્યક્તિ વ્યક્તિનું લક્ષણ તે સ્વલક્ષણ છે. આ સ્વલક્ષણના અનંત ભેદ થાય છે.
ઉપર મુજબ જો સ્વલક્ષણ અને સામાન્ય લક્ષણના વિષયભેદથી વિરોધનો ભેદ બતાવાય તો આ બેમાં એક સ્વલક્ષણનો વિષય અનંત પદાર્થ બની જાય છે તો વિરોધના અનંતા ભેદ કરવા એઈએ.
આ રીતે સ્વલક્ષણના વિષયથી ભેદ બતાવાય તો આ આપત્તિ આવે છે.
જો સામાન્યલક્ષણના વિષયના ભેદથી વિરોધનોભેદ બતાવાય તો પરિકલ્પિતરૂપ નિત્યાનિત્યત્વાદિ પણ બહુ છે માટે તેના પણ ઘણા ભેદ થવા જોઈએ.
આ પ્રમાણે (૧) સ્વલક્ષણના અનંતભેદ હોવાથી અને (૨) સામાન્ય ઘણા હોવાથી બે ભેદ કેવી રીતે થાય ? અર્થાત્ બે ભેદ બની શકે જ નહિ. બૌદ્ધ ધર્મકીર્તિ...
સ્વલક્ષણ એ પ્રત્યેક વ્યક્તિમાં ભિન્ન ભિન્ન છે તેથી સ્વલક્ષણોના અનંતા ભેદો થતા હોવા છતાં સ્વલક્ષણરૂપથી અર્થાત્ બધા સ્વલક્ષણમાં રહેલા સામાન્ય ધર્મથી બધાનો સંગ્રહ થઈ જતો હોવાથી સ્વલક્ષણરૂપથી સ્વલક્ષણ એક જ થશે. તથા સામાન્ય લક્ષણ પણ બહુ હોવા છતાં પણ સામાન્યરૂપથી એટલે બધા સામાન્ય લક્ષણનો એક સાધારણ ધર્મને લઈને સામાન્ય લક્ષણોનો સંગ્રહ થઈ જતો હોવાથી સામાન્ય લક્ષણ પણ એક જ થશે. આથી બે જ વિષય થશે : સ્વલક્ષણ અને સામાન્ય લક્ષણ. આ તો એક એક જ છે. આમ વિષય બે પ્રકારના થાય છે. તેથી વિરોધ પણ બે પ્રકારે થશે. સ્યાદ્વાદી...
ઉપર મુજબ કલ્પના કરીને પણ તું નિત્યાનિત્યનો વિરોધ સિદ્ધ કરી શકતો નથી. કેમ કે નિત્યાનિત્ય સ્વલક્ષણ કે સામાન્ય લક્ષણનો વિષય બની શકતા નથી. તે આ પ્રમાણે નિત્યાનિત્ય સ્વલક્ષણ કે સામાન્ય લક્ષણનો વિષય બની શકતા નથી..
“નિત્યતા ભલે પરિકલ્પિત હો...' એટલે કે બૌદ્ધોને ત્યાં ક્ષણિક એકાંતવાદ છે. એટલે ત્યાં કોઈ નિત્ય વસ્તુ છે જ નહિ. માટે નિયત્વ પરિકલ્પિત રહે. પરિકલ્પિત છે એટલે નિત્યત્વ સામાન્યલક્ષણરૂપ બને પણ અનિત્યત્વ તો તારા મતમાં સ્વલક્ષણ છે માટે અનિત્યત્વ વાસ્તવિક છે, કલ્પિતરૂપ નથી. આથી અનિત્યત્વ એ સામાન્ય લક્ષણ બન્યું નહિ.
૧. ન્યાયબિંદુ સૂત્ર-૧૨ વું અસાધારને નક્ષ તત્ત્વ “સ્વત્નક્ષીનું અસાધારણ લક્ષણ २. न्यायबिंदु सूत्र-१६ सामान्येन लक्षणं 'सामान्यलक्षणम्' । साधारणं रूपमित्यर्थः ।
સમારોથમાં દિ રૂપ સવનસાધારણમ્ તત: સત્ સામાન્યનક્ષણમ્ I સાધારણ લક્ષણ.....