________________
તત્ત્વાર્થ સૂત્ર
વસ્તુના સ્વરૂપની અંદ૨ રહેતા ઉત્પાદ-વ્યયને સ્થિતિ આ બધામાં વસ્તુત્વ છે. કેમ કે આ ઉત્પાદાદિ ત્રણનો યોગ હોય તો જ વસ્તુનું વસ્તુત્વ છે. તો આ ત્રણેમાં વસ્તુત્વ એ બતાવવા માટે તેમાં વસ્તુત્વનો સ્વીકાર કરવો જ જોઈએ. એટલે એ ઉત્પાદાદિ ત્રણમાં પણ સત્ત્વ, અસત્ત્વ સિદ્ધ કરવું જોઈએ. તો એમાં સત્ત્વાસત્ત્વ કેવી રીતે છે તે માટે કહીએ છીએ કે—
૩૬૬
ઉત્પાદરૂપે ઉત્પાદની વિવક્ષા કરીએ ત્યારે તે ઉત્પાદ સત્ છે -એટલે કે સ્વરૂપની વિવક્ષાથી ઉત્પાદ સત્ છે.
માટે સત્ અને અસત્ એક જ વસ્તુ છે. સ્વરૂપની વિવક્ષાથી ઉત્પાદ સત્ છે, સ્થિતિ અને વિનાશાભાવવિશિષ્ટનું ગ્રહણ કરીએ——વિવક્ષા કરીએ ત્યારે ઉત્પાદ અસત્ છે. એવી રીતે સ્થિતિ અને વિનાશ પણ સમજી લેવા.
સ્થિતિ સ્વરૂપ અર્પણાથી સત્ છે, ઉત્પાદ-વિનાશાભાવ વિશિષ્ટ ગ્રહણથી અસત્ છે. વિનાશ સ્વરૂપ અર્પણાથી સત્ છે, ઉત્પાદ-સ્થિત્યભાવવિશિષ્ટ ગ્રહણથી અસત્ છે. આમ એક જ વસ્તુ સત્ અને અસત્ છે પણ ભિન્ન વસ્તુ નથી.
ઉત્પાદાદિ પ્રત્યેકમાં સત્ત્વાસત્ત્વનો જે વિચાર કર્યો વિચાર દ્વારા સત્તા ત્રણ પ્રકારનું સમર્થન કર્યું છે.
આ રીતે એક જ વસ્તુ સત્ અને અસત્ છે તે વિચારણા બાદ એક જ વસ્તુ નિત્યાનિત્ય કેવી રીતે બને ? તેનો વિચાર કરીએ છીએ.
નિત્યાનિત્ય પણ એક જ વસ્તુ છે.
સ્વરૂપનો કોઈપણ કાળે અભાવ થતો નથી એટલે સ્વરૂપના અત્યાગની અર્પણાનીસ્વરૂપાત્યાગાર્પણાથી વસ્તુ નિત્ય છે, ઉત્પાદ અને વ્યયની અર્પણાથી તે જ વસ્તુ અનિત્ય છે.
સંગ્રહ નયની અર્પણા કરવાથી સ્થિતિ વગેરે એક હોવાથી વસ્તુ છે. કેમ કે સ્થિતિ રહિત ઉત્પાદ અને વિનાશ હોઈ શકતા નથી અને ઉત્પાદ-વિનાશથી રહિત સ્થિતિ નથી હોતી માટે આ ત્રણેના સંસર્ગ-સંબંધરૂપ એક જ વસ્તુ નિત્ય અને અનિત્ય છે.
ભાષ્યમાં સૂત્રનો વિરોધોાવન...
સૂત્રકારે સત્ત્નું લક્ષણ ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્' કર્યું છે. એટલે સત્નો ઉત્પાદ અને વિનાશ ધ્રૌવ્ય સ્વભાવ છે. અર્થાત્ ત્રણ સ્વભાવવાળી વસ્તુ જ સત્ છે એવું અવધારણ કર્યું છે અને ભાષ્યકાર સત્ ત્રણ પ્રકારનું પણ છે. આ પ્રમાણે વિવરણ કરતા ઉત્પાદનો વ્યયને અને સ્થિતિને સત્ છે. આવું પ્રતિપાદન કરે છે. એટલે સૂત્રકારની સાથે ભાષ્યકારનો મેળ નથી. વિરોધ આવે છે.
સૂત્ર ને ભાષ્યનો વિરોધ નથી.
આમાં કોઈ વિરોધ નથી. વિભાગ રહિત વસ્તુમાં પણ ત્રણ સ્વભાવનું કથન