________________
તત્ત્વાર્થ સૂત્ર
૩૬૪
પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પણ વસ્તુ સત્ છે આવું જ ભાન થવું જોઈએ. ઘટ જેમ ઘટરૂપે સત્ છે તેમ પટાદિ અન્યરૂપે પણ ઘટ સત્ છે આવું ભાન થવું જોઈએ. ૫૨ દ્રવ્યાદિથી ઘટ અસત્ છે આવું ભાન થઈ શકશે નહિ. માટે વસ્તુનું જ્ઞાન સદસદ્ધિશિષ્ટ જ થાય છે એમ સ્વીકારવું જોઈએ. (આથી જ ઉત્પાદાદિમાં સત્ત્તાસત્ત્વની વિવક્ષા છે.)
=
આના માટે વ્યાપ્તિ છે તે આ પ્રમાણે—જે પ્રમાણથી જે વસ્તુ સત્ વિશિષ્ટ ગ્રહણ કરાય છે જ પ્રમાણથી તે જ વસ્તુ તે જ વખતે (સત્ વિશિષ્ટ વસ્તુનું ગ્રહણ કરાય છે તે સમયે) અસત્ વિશિષ્ટ પણ ગ્રહણ કરાય છે. જેમ કે—જે પ્રમાણથી = પ્રત્યક્ષાદિ પ્રમાણથી યુદ્ વસ્તુ=વિવક્ષિત ઘટાદિ વસ્તુ, સદ્ધિશિષ્ટ ગૃહ્યતે = સ્વદ્રવ્યાદિથી સદ્ વિશિષ્ટપણે ગ્રહણ થાય છે તેનૈવ = તે જ સવિશિષ્ટપણે ગ્રહણ કરનાર પ્રત્યક્ષાદિ પ્રમાણથી તદેવ = તેજ વિવક્ષિત ઘટાદિક જ તદૈવ = સવિશિષ્ટપણે ગ્રહણ કરાતા કાળમાં જ અસદ્ વિશિષ્ટ અપ ગૃહ્યતે = પર દ્રવ્યાદિથી અસદ્ વિશિષ્ટપણે પણ ગ્રહણ થાય છે. આવું સ્વીકારવું પડે. નહીં તો અવિવિક્ત ગ્રહણ થાય. પદાર્થ પરસ્પર સંકીર્ણ થઈ જશે. આ સત્ છે પણ અસત્ નથી, આ અસત્ છે પણ સત્ નથી આવો સંકીર્ણ બોધ થશે. પણ સદસદ્ વિશિષ્ટ વસ્તુ છે આવો અસંકીર્ણ બોધ નહિ થાય !
જો આ આપત્તિનો સ્વીકાર કરવામાં આવે તો ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જે ચાક્ષુષ આદિ જ્ઞાન થાય છે તે અસંકીર્ણ અનુભવાય છે. આ અનુભવનો બાધ આવશે. આ અનુભવ આ અનુભવને દૃઢ કરતા આગળ કહે છે કે—
જ.
જેમ પોતાના અસ્તિત્વથી અર્થાત્ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્ વિશેષણના ઉલ્લેખથી અર્થાત્ સ્વદ્રવ્યાદિથી ‘અક્સ્ચેવ પ' ‘ઘટ છે જ’ આ રીતે અસ્તિત્વ હોવાથી સત્ આવી જે બુદ્ધિ થાય છે તે સબુદ્ધિ કહેવાય છે. એવી રીતે નાસ્તિત્વરૂપ હેતુ(પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ)થી અસ ્ વિશેષણની મદદથી નાસ્યેવ ષટ' આ આકારથી ઘટ અસત્ છે આવી બુદ્ધિ પણ થાય છે.
આ રીતે સત્ત્તાસત્ત્વવિશિષ્ટનું જ ગ્રહણ થાય છે. એટલે જ્યારે સત્ની વિવક્ષા કરીએ ત્યારે સત્ત્વવિશિષ્ટનું ભાન થાય છે ત્યારે અસત્ત્વ અવિવક્ષિત છે. છતાં પણ ગ્રહણ તો છે જ આ સિદ્ધ થાય છે.
આપણે આ નિરૂપણ કર્યું ત્યારે અન્ય દર્શનકારો કહે છે કે—“આ બધું તમારું નિરૂપણ તમારા સ્યાદ્વાદની ભાવનાથી પ્રભાવિત થયેલું છે, પણ ચક્ષુ આદિ ઇન્દ્રિયોની મદદથી થયેલું નથી.... તેઓને પણ આ નિરૂપણ પ્રત્યે આદર થાય માટે કહીએ છીએ કે—
ઇન્દ્રિયોથી પણ સત્ત્તાસત્ત્વવિશિષ્ટ વસ્તુનું ગ્રહણ...
જેની ઇન્દ્રિયનો નાશ થયો હોય એવી વ્યક્તિ અથવા જેની ઇન્દ્રિયોનો વ્યાપાર નથી તેવી વ્યક્તિને બીજી વસ્તુના અભાવવિશિષ્ટ વસ્તુનું ગ્રહણ થતું નથી.