________________
તત્ત્વાર્થ સૂત્ર
શું કારણ છે ? શા માટે સાક્ષાત્ ન કહેવું જોઈએ ? આવા પ્રશ્નના ઉત્તરરૂપે આ સૂત્રનો પ્રારંભ છે. આ રીતે પૂર્વ સૂત્રની સાથે સંબંધ કરે છે. [અર્પિતાઽનપ્રિતસિદ્ધે ?]
માધ્ય :
ભાષ્યનો શબ્દાર્થ...
ટીકા :- અર્પિત એટલે ગ્રહણ, અને આનાથી વિપરીત અગ્રહણ એ અનર્પિત છે, સિદ્ધિ એટલે જ્ઞાન.
ભાષ્યનો અન્વયાર્થ...
૩૬૨
અર્પિતથી અનર્પિતનું જે જ્ઞાન થાય તે અર્પિતાનર્પિતસિદ્ધિ કહેવાય. તે હેતુથી એટલે ‘અર્પિતથી અનર્પિતનું જ્ઞાન થતું હોવાથી' આ ભાષ્યનો અર્થ છે.
અર્પિતથી અનર્પિતના જ્ઞાનની સિદ્ધિ...
અહીં ધ્રૌવ્યનું અર્પિત-ગ્રહણ થયે છતે અનર્પિત જે ધ્રૌવ્યથી વિપરીત ઉત્પાદ અને વ્યય છે તેનું જ્ઞાન પણ થઈ જશે...
કેમ કે “ગ્રહણ કરાતી વિશેષ્ય વસ્તુ નિયમ કરનાર વિશેષણરૂપ જે ધર્મ તેના વિરુદ્ધ પર્યાયની આશ્રયતાનો અનુભવ કરે જ છે.” આ ન્યાય છે.
દા. ત. નીલોત્પલ'. નીલોત્પલમાં જેમ ઉત્પલ એ વિશેષ્ય છે, નીલ એ વિશેષણ છે. તો ઉત્પલ (વિશેષ્ય વસ્તુ), નીલ (વિશેષણરૂપ ધર્મ, તેના વિરુદ્ધ પર્યાય પીતાદિ ધર્મોની આશ્રયતાનો અનુભવ કરે જ છે. નીલથી વિપરીત પીતાદિ ધર્મોથી યુક્ત હોય છે.
તેમ અહીંયાં પણ ધ્રૌવ્ય વિશેષણનું ગ્રહણ કરતા ધ્રૌવ્ય અર્પિત થયે છતે સાક્ષાત્ અનર્પિત એવા ઉત્પાદ અને વ્યય છે તેનું જ્ઞાન થઈ જ જાય છે.
ધ્રૌવ્યની અપેક્ષાએ ઉત્પાદ-વ્યયની વિલક્ષણતા...
ધ્રૌવ્ય વસ્તુ પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાયને પ્રાપ્ત કરે છે. અર્થાત્ પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાયનો આશ્રય ધ્રૌવ્ય બને છે. ઉત્પાદરૂપ પર્યાય અને વિનાશરૂપ પર્યાય પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાયનો અનુભવ કરતા નથી. તેથી ઉત્પાદ અને વિનાશ પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાયની પછી થનારા છે. માટે ધ્રૌવ્યથી ઉત્પાદ-વિનાશ વિલક્ષણ છે. આવું જ્ઞાન સારી રીતે થઈ જાય છે. દા. ત. માટી એ ધ્રૌવ્ય છે. એ પૂર્વપર્યાય કપાલ, ઉત્તરપર્યાય ઘટ આવો અનુભવ કરે છે. પૂર્વપર્યાય કપાલનો નાશ થાય ત્યારે ઘટનો ઉત્પાદ થાય છે. એટલે ઉત્પાદે પૂર્વપર્યાયનો
૧.
અહીં ઉત્પલ વિશેષ્ય છે, અને નીલ વિશેષણ છે માટે નીલ નિયમકારી એટલે વ્યવચ્છેદ કરનાર છે. જો ઉત્પલ નીલ જ હોય, અનીલ હોય જ નહીં તો કોઈ વ્યવચ્છેદ કરવા યોગ્ય રહેતું નથી. માટે નીલ વ્યવચ્છેદકારી થાય નહીં. આમ વિચાર કરીએ એટલે સમજાઈ જાય કે નીલ વિશેષણના સામર્થ્યથી ઉત્પલ અનીલ પણ હોય છે આવો બોધ થઈ જાય છે. જેમ ઉત્પલ શબ્દમાં ગ્રહણ કરેલ નીલ વિશેષણ વડે નીલનું જ્ઞાન સાક્ષાત્ અને ઉત્પલ શબ્દમાં નહીં ગ્રહણ કરેલ અનીલનું જ્ઞાન સામર્થ્યથી થાય છે. આવો અભિપ્રાય લાગે છે.