________________
૩૬૦
તત્ત્વાર્થ સૂત્ર રહિત હોતું નથી અને પર્યાય દ્રવ્યથી રહિત હોતા નથી. બંનેનો પરસ્પર સંબંધ છે. એટલે વસ્તુ, વસ્તુ ત્યારે જ રહે કે આ ત્રણેનો સંબંધ હોય. માટે વસ્તુ સંસર્ગરૂપ છે. “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' આ સૂત્રમાં જણાવ્યા મુજબ ત્રણે ધર્મોનો સંબંધ હોય તો જ સતું બને છે. જૈન શાસનમાં જ ઉત્પાદ-વ્યયનું એક અધિકરણ છે.
આ રીતે ઉત્પાદ અને વ્યયનું એક અધિકરણ જૈન શાસનમાં જ સંગત થાય છે. જે વસ્તુનો ઉત્પાદ છે તે જ વસ્તુનો વિનાશ છે એટલે એક જ વસ્તુના ઉત્પાદ અને વિનાશ પર્યાય છે. એટલે ઉત્પાદ અને વિનાશ બંને દ્રવ્યમાં જ થાય છે. બંનેનું અધિકરણ એક છે.
જ્યારે બીજાં શાસનોમાં ઉત્પાદ અને વ્યયનું વ્યધિકરણ છે. એક અધિકરણ નથી, અથવા નિયત છે. આનો જ ઉત્પાદ અને આનો જ વિનાશ. ઉત્પાદ-વિનાશ દ્રવ્યનું સ્વરૂપ માનશો તો દ્રવ્યની પણ નિવૃત્તિ માનવી પડશે.
વિતર્ક - જેમ પોતાના સ્વરૂપનો અપરિત્યાગ કરનારું દ્રવ્ય છે તેમ ઉત્પાદ-વિનાશરૂપ પર્યાય પણ દ્રવ્યનું આત્મભૂત-સ્વરૂપ છે. એટલે પર્યાય પણ દ્રવ્યનું સ્વરૂપ છે. તમે તેની નિવૃત્તિ માનશો તો દ્રવ્યની પણ નિવૃત્તિ માનવી પડશે. કેમ કે પર્યાય દ્રવ્યનું સ્વરૂપ હોવા છતાં એની નિવૃત્તિ માનો છો તો તે સ્વરૂપની નિવૃત્તિ થાય તો પછી સ્વરૂપવાળો રહે જ કેવી રીતે ? આ તારો તર્ક યુક્ત નથી.
આ તારી વાત ત્યારે જ બની શકે કે જો ઘટ પર્યાયની નિવૃત્તિ થાય ત્યારે માટીની નિવૃત્તિ થતી દેખાતી હોય અથવા માટીની નિવૃત્તિમાં પુલની નિવૃત્તિ દેખાતી હોય ! પણ ઘટરૂપ પર્યાય નષ્ટ થવા છતાં માટી રહે છે, માટીનો નાશ થાય તો પણ પુદ્ગલ-પરમાણુ તો રહે જ છે. એટલે પર્યાયની નિવૃત્તિમાં દ્રવ્યની નિવૃત્તિનો પ્રસંગ આવતો જ નથી. અને અન્વયી દ્રવ્ય માટી અથવા પુદ્ગલ જાતિની કોઈ પણ અવસ્થામાં નિવૃત્તિ દેખાતી જ નથી. કેમ કે તેનું નામ, જ્ઞાન અને વ્યવહાર થાય છે. જો ઘટની નિવૃત્તિ થયા પછી પાછલ કશું જ પ્રાપ્ત થતું ન હોય તો તો પર્યાયની નિવૃત્તિમાં દ્રવ્યાંશની નિવૃત્તિ વિદ્વાનો માને તો તો તારી વાત પર વિદ્વાનો શ્રદ્ધા
રાખે.
આ વાત પ્રત્યક્ષ છે. એટલે આમાં તર્ક કામ કરી શકે તેમ નથી. માટે તારી વાત સાંભળવા લાયક નથી.
આવી રીતે યુક્ત અને આરામથી તદ્ધાવાવ્યાં નિત્યમ્ આ લક્ષણ વ્યવસ્થિત સિદ્ધ છે.
આ પ્રમાણે ૨૯-૩૦ સૂત્રથી સમસ્ત વસ્તુનું નિરૂપણ કરવામાં આવ્યું કે વસ્તુ અર્થ, અભિધાન અને પ્રત્યયરૂપ છે. અર્થાત વસ્તુનો અર્થ છે, નામ છે અને જ્ઞાન છે. વળી વસ્તુ સ્થિતિ, ઉત્પત્તિ અને વ્યય સ્વભાવ છે. આવું નિરૂપણ કર્યું છતાં વિસ્તાર વિશેષની ઇચ્છા રાખનાર જિજ્ઞાસુ શંકા કરે છે કે જે વ્યય પામે છે અને ઉત્પન્ન થાય છે તે સત્ નિત્ય છે આ કહેવું તે અતિસાહસ છે.