________________
૩૫૮
તત્ત્વાર્થ સૂત્ર ષષ્ઠી વિભક્તિથી અર્થ થાય સત્ સ્વરૂપનો ફેરફાર ન થાય તે નિત્ય.
ત્રણે વિભક્તિથી અર્થ કરીએ કોઈ પણ દોષ નથી. કેમ કે ભાષ્યકારને વિવક્ષિત છે કે સ્થિત્યંશરૂપ સત્ નિત્ય છે તે અર્થ અને તૃતીયા અને ષષ્ઠી વિભક્તિથી કરાતો અર્થ જુદો નથી. માટે કોઈ દોષ નથી. નિત્ય” પદ શા માટે ? તેવી શંકા....
પહેલા “નિત્યવસ્થિતા પfખ' ત્રીજા સૂત્રમાં “નિત્ય' - પદનું ગ્રહણ પ્રૌવ્ય માટે જ છે આવી સાથે વ્યાખ્યા કરી હતી તો પછી શા માટે આ ચાલુ સૂત્ર તદ્ધાવાવ્યાં નિત્યમમાં નિત્યનું ગ્રહણ કર્યું ? નિત્ય પદ શા માટે છે તેનો ખુલાસો.
સમાધાન :- આ સૂત્રમાં નિત્યનું લક્ષણ કહેવું છે એટલે નિત્ય એ લક્ષ્ય છે. અને અહીં જેનું લક્ષણ કરવાનું છે તે લક્ષિત એવા નિત્યત્વ વડે ત્યાં વ્યવહાર કરાયો છે. ત્રીજા સૂત્રમાં તો ફક્ત નિત્ય' શબ્દનો પ્રયોગ જ કર્યો છે. જયારે અહીં આ સૂત્રમાં તો નિત્ય કઈ ચીજ છે? કોને કહેવાય ? તે બતાવવું છે માટે “નિત્ય'નું ગ્રહણ કર્યું છે. ત્યાં ધર્માદિના ધર્મ તરીકે નિત્ય શબ્દનો પ્રયોગ છે. જયારે અહીં ધર્મી તરીકે વપરાયો છે માટે બંનેમાં ફરક છે.
આ રીતે ત્રીજા સૂત્રમાં નિત્ય' શબ્દનો પ્રયોગ હોવા છતાં અહીં આ સૂત્રમાં પણ ગ્રહણ છે તે કારણથી છે. બીજાઓ દ્વારા શંકાનું સમાધાન....
બીજાઓ આનો જવાબ આ પ્રમાણે આપે છે કે નિત્યતા બે પ્રકારની છે: (૧) અનાદિનિત્યતા (૨) પ્રવાહનિત્યતા.
(૧) સ્વભાવની અપ્રશ્રુતિથી ત્રણે કાળમાં જે વ્યભિચારને પામતી નથી. એટલે જેનો જે સ્વભાવ છે તે કોઈ કાળે બદલાતો નથી. આવા પ્રકારની એક નિત્યતા છે જેને અનાદિનિત્યતા કહેવાય છે.
(૨) પરંપરા ચાલતી રહે એવી પારપૂર્યપ્રવૃત્તિનિત્યતા છે જેને પ્રવાહનિત્યતા કહેવાય છે.
આ બેમાંથી પહેલી સ્વપાવાપ્રવૃત્રિય વ્યભિવાળિી એટલે કે અનાદિનિત્યતાને લઈને નિત્યવસ્થિતાન્યપણ' આ સૂત્રની રચના છે.
બીજી પારપૂર્યપ્રવૃત્તિને લઈને–પ્રવાહનિત્યતાને લઈને “ઉત્પ૯િ-વ્યય-ધ્રૌવ્ય યુ ' સૂત્ર કહ્યું છે. બીજાઓનું આ સમાધાન પણ બરાબર નથી.
આ સમાધાન પણ બરાબર નથી. કેમ કે “તભાવાવ્યય નિત્યમ્' આ પ્રમાણે નિત્યનું લક્ષણ એક જ પ્રકારનું છે. બીજું લક્ષણ કહ્યું નથી. તો બે પ્રકારની નિત્યતા કેવી રીતે ? બે