________________
૩૫૭
અધ્યાય-૫ : સૂત્ર-૩૦
વિશેષને નહીં સ્વીકારનાર એવા શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સર્વ અવસ્થાઓમાં જે નિર્વિકાર વસ્તુનું સ્વરૂપ છે તે જ નિત્યતા છે.
આ શુદ્ધ દ્રવ્યાસ્તિક નયને લઈને અર્થ છે.
આ રીતે આપણે પહેલા મનનું માવઃ વ્યુત્પત્તિ કરી અર્થ કર્યો ‘તે તે રૂપે પદાર્થનું થવું' અને હમણાં સ્મૃતિમાંવ: વ્યુત્પત્તિ કરી ‘સ્વાત્મા-સ્વરૂપ' એવો અર્થ કર્યો.
‘અવ્યય’ પદની વ્યાખ્યા...
‘અવ્યય’ પદમાં ‘વિ' અને ‘અય’ બે શબ્દ છે. તેમાં ત્રિ એટલે ‘વિરુદ્ધ’ અને અય એટલે ગમન.
વ્યય = વિરુદ્ધ ગમન.
તદ્રાવણ્ય વ્યય = તાવનું વિરુદ્ધગમન.
વિરુદ્ધગમન એટલે અભાવની પ્રાપ્તિ. અર્થાત્ વ્યય એટલે અભાવ. ન વ્યયઃ = અવ્યયઃ અભાવને પ્રાપ્ત ન થાય તે અવ્યય. તÇાવસ્ય અવ્યયમ્ સત્ સ્વરૂપનો અભાવ ન થવો તે તદ્ધાવાવ્યયમ્ કહેવાય. અર્થાત્ ક્યારે પણ સ્વરૂપ ન બદલાય, જેના સ્વરૂપમાં કોઈ પણ ફેરફાર ન થાય તે અવ્યય કહેવાય છે.
‘તદ્ભાવાવ્યયમ્’નો વાક્યાર્થ આ પ્રમાણે થાય કે—‘ક્યારે પણ સત્ સ્વરૂપનો અભાવ
થતો નથી'.
સૂત્રમાં ધ્રૌવ્યની અપેક્ષાએ ‘નિત્યં’ નપુંસકલિંગમાં મૂક્યું છે. ‘તે નિત્ય છે' આવો અર્થ કર્યો. તો કોણ તે ? નિત્ય કોણ છે ?
तद्भावश्चासौ अव्ययं च = तद्भावाव्ययम्
સત્ સ્વરૂપે બદલાય નહીં તે કોણ છે ?
ચાલુ પ્રકરણથી આવા પ્રકારના વિશેષણના સામર્થ્યથી ‘નિત્ય’ શબ્દથી ‘ધ્રૌવ્ય’ સમજવું. કારણ કે સત્ સ્વરૂપે રહે અને તેમાં કશો ફેરફાર થાય નહીં એવું કોણ છે ? માત્ર ‘ધ્રૌવ્ય’ એટલે ‘ધ્રૌવ્ય નિત્ય છે’ આવો અર્થ થાય છે. ‘નિત્ય’ શબ્દથી ધ્રૌવ્ય કહેવાય છે.
જોકે ભાષ્યકારે વિવક્ષાવશથી પંચમી વિભક્તિનો પ્રયોગ કર્યો છે. ‘સતો ભાવાત્ન વ્યંતિ.' તો પણ ભાષ્યકારનો જે વિવક્ષિત અર્થ છે તે અભિન્ન હોવાથી તૃતીયા અને ષષ્ઠીમાં કોઈ દોષ નથી. એટલે આપણે તૃતીયા તત્પુરુષ તજ્વાવેન અવ્યયમ્ કે ષષ્ઠી તત્પુરુષ તદ્ધાવસ્થ અવ્યયમ્ આવો સમાસનો વિગ્રહ કરીએ તો પણ ભાષ્યકારે જે પંચમી તત્પુરુષ કરી અર્થ કર્યો છે તે જ અર્થ પ્રાપ્ત થાય છે. અર્થ એક જ થાય છે. માટે તૃતીયા, પંચમી કે ષષ્ઠી કોઈ પણ વિભક્તિથી અર્થ કરશું તો પણ કોઈ દોષ આવશે નહિ.
ભાષ્યકારે પંચમી વિભક્તિથી અર્થ કર્યો સત્પણાથી નાશ ન પામે તે નિત્ય.
ભાષ્યકારે તૃતીયા વિભક્તિથી અર્થ થાય સત્ રૂપ સ્થિત્યંશ વડે નાશ ન પામે તે નિત્ય.