________________
તત્ત્વાર્થ સૂત્ર
આ રીતે ભાષ્યકાર મ૰ પરિણામનિત્યતા બતાવી. તેમાં જણાવ્યું કે સત્ત્વાદિ ધર્મો વ્યય પામતા નથી અને વ્યય પામશે નહિ. આમાં ભૂતકાળનું ગ્રહણ કર્યું નથી અને ભવિષ્યકાળનું ગ્રહણ કર્યું છે તેનું કારણ શું છે એ આપણે વિચાર્યું.
૩૫૬
આ વિચારણામાં આપણે ‘તદ્ધાવાત્ અવ્યયમ્’પંચમી તત્પુરુષ સમાસ કરી વિચાર્યું. ‘સત્પણાથી જેનો નાશ ન થાય તે નિત્ય છે...'
હવે બીજી રીતે તૃતીયા તત્પુરુષ સમાસ કરી વિચારીએ છીએ.
અથવા
તૃતીયાથી પ્રાપ્ત થતો સીધો અર્થ...
‘તદ્ધાવેન અવ્યયમ્ ’‘તે સરૂપે સ્થિત્યંશથી નાશ ન થવો તદ્ભાવ = સ્વભાવ અવ્યયમ્ = અપ્રચ્યુતિ, વિનાશ ન પામે તે. જે સ્વભાવ વડે વિનાશ ન પામે તે નિત્ય છે. જે સત્ રૂપ સ્થિત્યંશ વડે વિનાશ ન પામે તે નિત્ય છે.
તૃતીયા વિભક્તિથી પ્રાપ્ત અર્થનો વિસ્તાર...
સત્ વસ્તુ કેટલાંય પરિણામો પામે છતાં સરૂપ સ્થિત્યંશ વડે સ્વભાવથી રહિત વિયોગી બનતી નથી. આનું નામ જ નિત્યતા છે. અને આ ધ્રૌવ્યાંશને લઈને જ (સ્વભાવની અપ્રચ્યુતિને લઈને જ) બધા અસ્તિકાયોમાં નિત્યતાના વ્યવહારની પ્રતીતિ છે.
આ રીતે ‘તદ્ધાવ’માં પંચમી અને તૃતીયા બે વિભક્તિથી વિગ્રહ કરી વિચારણા કરી. પંચમી વિભક્તિના વિગ્રહથી સત્પણાથી અર્થાત્ સત્ આદિ અન્વયિ ધર્મોથી જે નાશ ન પામે તે નિત્ય.
તૃતીયા વિભક્તિના વિગ્રહથી સત્ રૂપ સ્થિત્યંશ વડે સ્વભાવનો નાશ નહિ થવો તે નિત્ય છે.
ધર્માસ્તિકાયાદિ દરેક અસ્તિકાયોમાં સ્થિતંશને લઈને જ નિત્યતા કહેવાય છે. ‘ભાવ' શબ્દનો બીજો અર્થ
ભૂતિર્ભાવ આ ભાવમાં ત્તિ પ્રત્યય લગાડી ‘ભાવ' શબ્દનો સ્વાત્મા—સ્વરૂપ આવો અર્થ કરવો. ત્યારે અને ‘ભાવ'નો કર્મધારય સમાસ કરવો.
સ ાસૌ માવથ' તÇાવ:
સ = ત્રૂપ ભાવઃ = સ્વરૂપ
‘સત્ રૂપ સ્વરૂપથી જેનો નાશ ન થાય તે નિત્ય છે. તો અહીં સત્ રૂપ સ્વરૂપ શું છે ? તદ્ સ્વરૂપે કોણ છે ? વસ્તુની સર્વ અવસ્થાઓમાં જે નિર્વિકાર છે તે જ ‘તદ્ભાવ’ છે. આ જ દ્રવ્યાસ્તિકની શુદ્ધ પ્રકૃતિ છે.
ભેદની બધી ગ્રન્થિઓની જેમાં વિવક્ષા નથી તે જ સત્ સ્વરૂપ છે. અર્થાત્ કોઈ પણ