________________
૩૫૪
તત્ત્વાર્થ સૂત્ર
વિચારવું. આકાશમાં સત્ત્વાદિથી નિત્યતા, અવગાહકની અપેક્ષાએ અનિત્યતા...
વળી આકાશદ્રવ્ય પણ સત્ત્વ, અમૂર્તત્વ, અનંતપ્રદેશવન્ત આદિ ધર્મો દ્વારા નિત્ય છે અને અવગાહક દ્રવ્યોની અપેક્ષાએ અવગાહદાતાપણે અનિત્ય છે.
શંકા - અહીં એક શંકા થાય છે કે અલોકાકાશમાં તો અવગાહક દ્રવ્ય નથી તો ત્યાં અનિત્યતા કેવી રીતે સંભવશે? અલોકમાં અનિત્યતા અગુરુલઘુ પર્યાયની અપેક્ષાએ છે..
સમાધાન - જ્યાં અવગાહક જીવ કે પુગલ નથી ત્યાં પણ અગુરુલઘુ આદિ પર્યાયથી અવશ્યમેવ અનિત્યતા સ્વીકારવી જોઈએ. કેમ કે ત્યાં અગુરુલઘુ પર્યાયો બીજા બીજા થયા જ કરે છે.
જો આવું ન માનીએ તો ત્યાં સ્વતઃ -સ્વાભાવિક ઉત્પાદ-વ્યય છે નહીં અને આપેક્ષિક ઉત્પાદ-વ્યય નથી તો ત્યાં “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ આ લક્ષણ અવ્યાપ્ત થાય. ઉત્પાદ-વ્યય ઘટ્યા નહીં તો લક્ષણ ન્યૂન જ રહ્યું.
આ જ પરિણામ નિત્યતાને ભાષ્યકાર મા બતાવે છે.
ભાષ્ય :- જે સના ભાવથી વ્યય પામતું ન હોય અને જે વિનાશ પામશે નહિ તે નિત્ય છે. ભાષ્યકારે ભૂતકાળનું અગ્રહણ કયા કારણથી કર્યું?
અન્વયી(દ્રવ્ય)ના અંશ સત્ત્વાદિથી જે વ્યય-વિનાશ પામતો ન હોય અને જેનો વિનાશ થશે નહીં તે નિત્ય છે.
અહીં શું કારણ છે કે ભાષ્યકારે અપ્રવૃત્ત કાળ એટલે ભૂતકાળ ન કહ્યો? ભૂતકાળના અગ્રહણનું કારણ
આ શંકાનું સમાધાન વિચારતાં ભાષ્યકારે ભૂતકાળ કેમ ન કહ્યો તેનું કારણ એ છે કે ભાષ્યકાર આ પ્રમાણે માને છે કે–અતીતનો નિષેધ કરવામાં આવે તો વર્તમાન સંભવે નહીં. કેમ કે વર્તમાન એ અતીતની અવધિ છે. અતીતપણું એ વર્તમાનની મર્યાદાવાળું છે. વર્તમાન એ જ અતીત બને છે. કેમ કે અતીતકાળ અસત્ હોય, અતીતકાળ નથી એવું સ્વીકારીએ તો નિર્મૂળ વસ્તુના અનુત્થાનનો પ્રસંગ આવશે. જેનું મૂળ જ નથી તેનું ઉત્થાન બની શકે નહીં. તેથી જીવાદિ સત્ત્વાદિ અનાદિ છે.
આમ આમાં વર્તમાન અને ભવિષ્ય બે જ કાળ લીધા પણ ભૂતકાળ નથી લીધો તેનું કારણ એ જ સમજાય છે કે સત્ત્વનો ભૂતકાળ હોતો જ નથી. કેમ કે જીવાદિ સત્ત્વાદિ અનાદિના છે. જીવાદિ સત્ પદાર્થો અનાદિથી છે. કોઈ કાળે સત થયેલા નથી. ભૂતકાળનો પ્રયોગ કરે તો
૧. અહીં અવિભક્ત આકાશ લઈને કહી રહ્યા છે.