________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૦
૩૫૩
છે, જુદા જુદા આકારોને ધારણ કરે છે. એટલે પુદ્ગલદ્રવ્ય સત્ત્વાદિ ધર્મોથી નિત્ય છે પણ ઘટાદિ પર્યાયોની વિવક્ષાથી નિત્ય નથી. કેમ કે ઘટાદિ પર્યાયો અનન્વયી છે. આથી તેની અપેક્ષાએ ધ્રૌવ્ય નથી.
ધર્માસ્તિકાયની નિત્યતા સત્ત્વાદિથી છે પણ ગત્યુપકારકત્વને લીધે નથી...
ધર્માસ્તિકાય દ્રવ્ય પણ સત્ત્વ, અમૂર્તત્વ, અસંખ્યયપ્રદેશવત્ત્વ, લોકવ્યાપિત્વ આદિ ધર્મોને છોડ્યા વિના જ અવસ્થિત છે (રહેલ છે). એટલે સત્ત્વાદિ આ અન્વયિ ધર્મોથી ધર્માસ્તિકાય નિત્ય છે પરંતુ ગતિ કરનાર પરમાણુ, દેવદત્ત વગેરેની વિવક્ષા કરીને ધર્માસ્તિકાયની ગતિમાં ઉપકારકત્વરૂપ ધર્મથી નિત્યતા નથી. પરમાણુ જ્યારે ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાય સહાય કરે છે. દેવદત્ત ચાલવા માંડે છે ત્યારે સહાય કરે છે. એટલે ધર્માસ્તિકાયનું ગતિમાં સહાયકપણું છે, આ એનો તદ્ભાવ નથી. કેમ કે ગત્યુપકારકત્વ પ્રત્યેક પરમાણુ વગેરેને લઈને ભિન્ન ભિન્ન છે. પહેલાં જનાર જુદો છે, પછી જનાર જુદો છે એટલે ધર્માસ્તિકાયમાં ગત્યુપકારકત્વ પૂર્વનું જુદું છે, પછીનું જુદું છે કેમ કે પહેલાંનું ગત્યુપકારકત્વ અન્ય રૂપે છે અને પછીનું ગત્યુપકારકત્વ પણ અન્ય રૂપે છે.
ધર્માસ્તિકાયમાં ગત્યપ્રકારકત્વ સર્વદા નથી...
પૂર્વમાં ગત્યુપકારકત્વપરિણામ જુદો છે અને પછીનો ગત્યુપકારકત્વપરિણામ જુદો છે. જો પહેલાં જે ગત્યુપકારકત્વપરિણામ ઉત્પન્ન થયો તે સર્વદા રહેતો હોય તો તે પરિણામથી-તે ધર્મથી‘તદ્ભાવાવ્યયં’ સૂત્રથી નિત્ય કહી શકીએ પણ તે પરિણામ સર્વદા રહેતો નથી. કેમ કે એ પરિણામ ધર્માસ્તિકાયથી ભિન્ન સ્વરૂપવાળી વસ્તુથી થાય છે. ધર્માસ્તિકાયથી ભિન્ન પુદ્ગલ આદિ દ્રવ્યથી ધર્માસ્તિકાયમાં તે પરિણામ ભિન્ન વસ્તુના સંબંધીપણે પેદા થાય છે માટે સર્વદા રહી શકે નહિ.
દા. ત. જેમ ઘટ એ પોતાનાથી અન્ય દંડાદિથી પેદા થાય છે એટલે તે ઘટ સર્વદા હોતો નથી. તેમ ગત્યુપકારકત્વરૂપ પરિણામ જુદાં જુદાં દ્રવ્યોની અપેક્ષાએ થાય છે તેથી તેનો તે ગત્યુપકારકત્વ પરિણામ હંમેશા રહેતો નથી.
આથી જ ગત્યુપકારકત્વ એ ધર્માસ્તિકાયનો અન્વયિધર્મ નથી. માટે તેને લઈને ધર્માસ્તિકાયમાં નિત્યતા નથી પરંતુ સત્ત્વાદિ ધર્મોને લઈને નિત્યતા છે. અધર્માસ્તિકાયમાં સત્ત્વાદિ ધર્મથી નિત્યતા અને સ્થિત્યુપકારકત્વથી અનિત્યતા છે તેની
ભલામણ...
આ રીતે જ અધર્માસ્તિકાય માટે પણ સમજી લેવું. અધર્માસ્તિકાયના સત્ત્વાદિ ધર્મો ધર્માસ્તિકાયના જેવા જ છે. ફક્ત ધર્મમાં ગત્યુપકારકત્વને લઈને અનિત્યતાનો વિચાર કર્યો તેવી રીતે અહીંયાં સ્થિત્યુકારકત્વને લઈને વિચાર કરવો.
ધર્માસ્તિકાયમાં સત્ત્વાદિને લઈને નિત્યતા અને ગત્યુપકારકત્વને લઈને અનિત્યતા છે તેવી રીતે અધર્માસ્તિકાય સત્ત્વાદિને લઈને નિત્યતા, સ્થિત્યુપકારકત્વને લઈને અનિત્યતા છે તેમ