________________
૩૫૧
અધ્યાય-૫: સૂત્ર-૩૦ સૂત્રના સમાસનો વિગ્રહ..
તદ્ધાવાન્ મવ્યયમ્ = તદ્ધાવાવ્યયમ્ સતપણાથી નાશ ન થવો. સ્વરૂપનું બદલાવું નહિ. અર્થાતુ અવિનાશી. સતપણાથી અવિનાશી તે નિત્ય છે. નિત્ય’ શબ્દની સિદ્ધિ અને તેનાથી ધ્રૌવ્યાંશનું ગ્રહણ
“નિત્ય' શબ્દથી ધ્રૌવ્યાંશ ગ્રહણ કરવાનો છે. કારણ કે ને ધ્રુવે ત્યર્ (સિદ્ધ. ૬, પ૦ રૂ, સૂ- ૭) આ સૂત્રથી ધ્રુવ અર્થમાં “જિ ને યક્ પ્રત્યય લાગે છે. એટલે “નિત્ય' શબ્દનો પ્રયોગ ધ્રુવ અર્થમાં જ થાય. તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ સતમાં કાયમ ધ્રુવ અંશ કયો છે? ઉત્પાદ એ ઉત્પન્ન થાય છે, વ્યય એ વિનાશ પામે છે એટલે એ બેમાં તો ફેરફાર થાય છે. નવા પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, જૂના પર્યાયરૂપે નાશ પામે છે એટલે પર્યાયોમાં ફેરફાર થાય છે.
જ્યારે જેનું સ્વરૂપ બદલાતું જ નથી, કાયમ રહે છે એવો અંશ કયો ? કહેવું જ પડશે ધ્રૌવ્યાંશદ્રવ્ય. પર્યાયો બદલાય છે, દ્રવ્ય કાયમ રહે છે. માટે “નિત્ય' શબ્દથી ધ્રૌવ્યાંશ ગ્રહણ કરવાનો છે. કારણ કે તે પ્રૌવ્યાંશ અન્વયી છે. દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ છે. આ અન્વયી ધ્રૌવ્યાંશ સર્વદા સર્વત્ર કોઈ પણ કાળે, કોઈ પણ ઠેકાણે નાશ પામતો નથી કેમ કે સતરૂપે કોઈ કાળે ક્યાંય સત્ ઉત્પન્ન થયું નથી અને વિનાશ પામ્યું નથી. ક્યારેય ક્યાંય પણ દ્રવ્ય ઉત્પન્ન થયું કે દ્રવ્ય નાશ પામ્યું આવું સાંભળ્યું છે? દ્રવ્ય તો કાયમ છે છે ને છે. દ્રવ્યનું સ્વરૂપ બદલાતું નથી. દ્રવ્યમાં પર્યાયોનો ફેરફાર છે પણ દ્રવ્યનો ફેરફાર નથી. દ્રવ્ય બદલાતું નથી. અવસ્થા બદલાય છે. એટલે સત્ ઉત્પન્ન થતું નથી અને વિનાશ પામતું નથી. એટલે પદાર્થનું સપણું કાયમ જ રહે છે. આ રીતે સત્ કાયમ રહીને બીજા આકારો લે છે. એટલે “નિત્ય' શબ્દથી ધ્રૌવ્યાંશ જ આવે છે. આથી સ્થિત્યંશને લઈને નિત્યતા કહેવાય છે એમ સમજવું.
હવે આપણે સૂત્રમાં “ભાવ” શબ્દનો પ્રયોગ કર્યો છે તે ખૂબ રહસ્યવાળો છે. તેના રહસ્યને ખોલીએ છીએ. ભાવ” શબ્દનું ગ્રહણ પરિણામનિત્યતા જ બતાવે છે...
નિત્યતા બે પ્રકારે કહેવાય છે. (૧) પરિણામનિત્યતા (૨) કૂટનિત્યતા. પરિણામનિત્યતામાં વસ્તુનું સ્વરૂપ કાયમ રહે છતાં તેમાં ફેરફારો સંભવી શકે છે જ્યારે કૂટસ્થનિત્યતામાં ફેરફારો સંભવી શકતા નથી. એટલે તેમાં ઉત્પાદ-વ્યય ઘટી શકતા નથી. માત્ર સ્થિતિ જ ઘટે છે. આવી નિત્યતા નૈયાયિકો સ્વીકારે છે જ્યારે આપણે જૈનો પરિણામનિત્યતા સ્વીકારીએ છીએ એટલે ઉત્પાદ-વ્યય ઘટે છે અને સનું લક્ષણ વ્યાપ્ત થાય છે.
સૂત્રમાં ગ્રહણ કરેલ 'ભાવ' શબ્દ પરિણામનિત્યતાને જ બતાવે છે. આથી “ભાવ” શબ્દ ગ્રહણ કર્યો છે તેનું રહસ્ય એ છે કે પરિણામનિત્યતા ગ્રહણ કરવી. પરંતુ કૂટનિત્યતા નહિ. “ભાવ” શબ્દ વાપર્યો છે એટલે પરિણામનિત્યતા ગ્રહણ કરાય છે અને કૂટસ્થનિત્યતા છોડી દેવાય છે. આ જ તેનું રહસ્ય છે. સૂત્રકારને પરિણામનિત્યતા જ ઇષ્ટ છે, કૂટસ્થ નિત્યતા નહીં.
જો સૂત્રકારને પરિણામનિત્યતા ગ્રહણ કરવાની ન હોત અને કૂટસ્થનિત્યતાનો ત્યાગ