________________
૩૫o
તત્ત્વાર્થ સૂત્ર આ રીતે પ્રશ્નકારને બે કારણથી શંકા થઈ. (૧) આકાશાદિ સત્ નિત્ય દેખાય છે, ઘટાદિ સતુ અનિત્ય દેખાય છે (૨) આગમમાં અરૂપી સત્ નિત્ય છે. રૂપી અનિત્ય છે આ પ્રમાણે
હ્યું છે અને લક્ષણ બતાવ્યું છે. “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્'...તો અનિત્ય એવા રૂપવાળા દ્રવ્યમાં આ લક્ષણ કેવી રીતે ઘટશે ? આ રીતે દુવિધામાં પડતા પ્રશ્નકારે પ્રશ્ન પૂછ્યો.
પૂ. આચાર્ય મઠ તેનો જવાબ સ્થિત્યંશને લઈને આપે છે. સ્થિત્યંશથી પદાર્થ નિત્ય છે'. આ જવાબરૂપે સૂત્રરચના છે.
તતાવાવ્યયે નિત્યમ્ | પ-૩૦ || સૂત્રાર્થ - સત્પણાથી જે વ્યય પામે નહીં તે નિત્ય છે. અર્થાત્ જેનું સ્વરૂપ પલટાય નહીં, બદલાય નહીં તે નિત્ય છે.
ટીકા - સૂત્રમાં રહેલ તત્ જાવ, અવ્યર્થ અને નિત્ય આ દરેક શબ્દનો આપણે અર્થ વિચારીએ છીએ.
ટુ = તે.
તે કોણ ? પૂર્વ સૂત્રમાં કહ્યું કે “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત“પરસ્પર સાપેક્ષ ઉત્પાદ, વ્યય, પ્રૌવ્યયુક્ત સત્ છે” અને “તે સ” .....નિત્ય છે. આવું આ સૂત્રમાં કથન છે. એટલે અહીં ‘તથી “સનો સંબંધ કરવો.
भवनं भावः
તસ્ય ભવ: = તતવ એટલે કે તો પવને સનું થયું. “સનો જે ભાવ” તે તાવ કહેવાય.
જેમ સાધુનો ભાવ (સ્વભાવ, સ્વરૂપ) સાધુતા. માનવનો ભાવ માનવતા તેમ “સનો ભાવ તે સત્ત્વ અર્થાત્ સનું થવું.
અહીં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કર્યો છે. તે પછી વિભક્તિ કર્તામાં છે. ભાવનો કર્તા સતુ છે. કારણ કે તે જ સત્ તે તે પ્રકારે થાય છે. એટલે સાણાનો કર્તા સહુ પોતે જ છે. જેમ જીવાદિ સતુ છે તે જ દેવાધિરૂપે થાય છે. આત્મા જ દેવ બને છે, આત્મા જ મનુષ્ય બને છે. પરંતુ કયારેય સપણાનો–સત્ત્વનો ત્યાગ કરીને બીજા રૂપે થતો નથી. આત્મા સપણાનો ત્યાગ કર્યા સિવાય જ દેવાદિરૂપ થાય છે. ત્યારે જ તો આ આત્મા દેવ થયો એમ બોલી શકાય. નહીં તો આ આત્મા એમ કેવી રીતે બોલી શકાય? નાશ પામનારો જુદો અને દેવ થનારો જુદો હોય તો આ આત્મા દેવ થયો આવો વ્યવહાર બની શકે નહિ. આ વ્યવહાર ત્યારે જ બને કે આત્મા સાણાનો ત્યાગ ન કરે. એટલે આત્મા જે સત્ છે તે જ દેવાધિરૂપે થાય છે?
આ રીતે સતપણાનો કર્તા સહુ પોતે જ છે. એટલે તથ્ય જાવ. તાવમાં કર્તામાં ષષ્ઠીનો પ્રયોગ છે.