________________
તત્ત્વાર્થ સૂત્ર
૩૪૮
નથી. એકાંતવાદીઓ ઉત્પાદાદિને ભેદાભેદઆદિરૂપે માનતા નથી. તેમના મતે ઉત્પાદાદિ સંભવતા નથી.
તેથી એ વાત સ્થિર થાય છે કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત સત્ છે. પરસ્પર સાપેક્ષ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ સનું લક્ષણ છે. આ રીતે આ સૂત્રની વિચારણા સમાપ્ત થાય છે.
આ પ્રમાણે વિસ્તારથી સનું લક્ષણ બતાવીને હવે પૂ. ભાષ્યકાર મ૰ ઉત્તરસૂત્રના સંબંધ માટે ભાષ્યની રચના કરે છે.
ભાષ્ય :- મા- આવા લક્ષણવાળું ‘સત્' હોય છે એ પ્રમાણે અમે સ્વીકારીએ છીએ, અને આ સત્ છે તો હવે કહેવું જોઈએ કે તે સત્ નિત્ય છે કે અનિત્ય ? અત્રો—તે—હવે આનો જવાબ આપીએ છીએ.
અવતરણિકા :- આ રીતે પૂ. ભાષ્યકાર મ પૂર્વસૂત્ર પછી આ સૂત્રની રચના કેમ છે ? તેનો સંબંધ ભાષ્ય દ્વારા જણાવ્યો...
ટીકા :- હવે આ અવસરે કોઈ પ્રશ્ન કરે છે કે—સત્ના લક્ષણનું પ્રતિપાદન કર્યું તે સારું કર્યું છે. યુક્તિ અને આગમને માનનાર એવા અમે આવા પ્રકારનું સત્ છે તે સ્વીકારીએ છીએ. ભાષ્યમાં રહેલ તાવત્ શબ્દ છે તે ક્રમને બતાવનારો છે. તે આ પ્રમાણે—પહેલાં સત્નો નિશ્ચય કરવો. સત્નો નિશ્ચય થાય ત્યાર પછી નિત્ય છે કે અનિત્ય આ વિચારવું. આવા લક્ષણવાળું સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આ ત્રણના યોગમાં વ્યાપ્ત છે. સત્ એ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી જુદું નથી.
‘તિ’શબ્દ હેતુ અર્થમાં છે. એટલે ‘કારણ કે સત્ છે' આવો અર્થ થાય. તુ શબ્દનો અર્થ છે ‘તેથી’
‘તર્’શબ્દથી સત્નો પરામર્શ કરવો. ભાષ્યના રૂતિ, તુ ને તવ્ ત્રણેનો ભેગો અર્થ આ પ્રમાણે—કારણ કે સત્ છે માટે' આ કહેવું જોઈએ કે તે સત્ નિત્ય છે કે અનિત્ય છે ?
પ્રશ્ન :- સાત વિકલ્પ થઈ શકે છે છતાં ભાષ્યકારે બે જ પ્રશ્ન કેમ કહ્યા ? વિધિ અને નિષેધની કલ્પનાથી ધર્મોના સાત પ્રકાર છે તેથી સંશય પણ સાત પ્રકારનો છે. માટે જિજ્ઞાસા પણ સાત પ્રકારની છે તો તેને જણાવવાના પ્રશ્નો પણ સાત પ્રકારના છે. તેના ઉત્તર પણ સાત પ્રકારના છે. આમ ઉત્તર વાક્યોનો સમુદાય સપ્તભંગીરૂપે જ પૂર્ણ છે. આ પ્રમાણે બીજે કહેલું છે તો સાત પ્રકારના પ્રશ્નોનો ઉપન્યાસ કરવો એ ન્યાય છે તો તે બધાની ઉપેક્ષા કરીને નિત્ય છે કે અનિત્ય આ બે જ પ્રશ્નો કેમ મૂક્યા ?
यद्यभेदैकान्तो भवेन्नोत्पादादित्रयं स्यादिति न कस्यचित् कुतश्चित्तद्वत्ता नाम । न च वस्तुशून्यविकल्पोपरचितत्रयसद्भावात् तद्वत्ता युक्ता, अतिप्रसङ्गात् खपुष्पादेरपि तद्वत्ताप्रसक्तेः । न चोत्पादादेः परस्परतः तद्वतश्च भेदैकान्तः, सम्बन्धासिद्धितो नि:स्वभावताप्रसक्तेः । एतेन उत्पादव्ययध्रौव्ययोगाद्यदि असतां सत्त्वं शशश्रृंगादेरपि स्यात्, सतश्चेत् स्वरूपसत्त्वमायातम्, तथोत्पादव्ययध्रौव्याणामपि यद्यन्यतः सत्त्वं तदाऽनवस्थाप्रसक्तिः, स्वतचेद्भावस्यापि स्वत एव भविष्यतीति व्यर्थमुत्पादिकल्पनम् एवं तद्योगेऽपि वाच्यमित्यादि निरस्तम्, एकान्तभेदाभेदपक्षोदितदोषस्य कथञ्चिद्भेदाभेदात्मके वस्तुन्यसम्भवात् .... सम्मतितत्त्वसोपाने विंशं सोपानं पृ० १४३.