________________
૩૪૬
તત્ત્વાર્થ સૂત્ર આ રીતે આપણે અવસ્થિતિ, ઉત્પાદ અને વિનાશ ત્રણેના સંબંધને વિચારતા વિકલ્પોની વિચારણા કરી.
(૧) એકકાલીન પણ છે અને (૩) પરસ્પર અભિન્ન પણ છે. હવે બીજા બે વિકલ્પોની વિચારણા કરીએ છીએ. (૨) ભિન્નકાલીન પણ છે, (૪) ત્રણે પરસ્પર ભિન્ન પણ છે.
નૈગમનયના અભિપ્રાયથી ઉત્પાદ," વિનાશ અને ધ્રૌવ્યની ભિન્નકાળતા છે. કારણ કે ઉત્પાદ એ પ્રાગભાવ છે. અને તે પ્રાગુ અભાવ દ્રવ્યનો ધર્મ છે. આથી દ્રવ્યમાં રહે છે.
વિનાશ એ પ્રધ્વસાભાવ છે અને તે પણ દ્રવ્યનો ધર્મ છે એટલે તે પણ દ્રવ્યમાં રહે છે. અને દ્રવ્ય પણ પોતાની દ્રવ્યરૂપતાને છોડ્યા વગર પોતામાં (પોતાના સ્વરૂપમાં) રહે છે.
એટલે પ્રાગુઅભાવરૂપ ઉત્પાદ પણ દ્રવ્યમાં રહે છે. પ્રધ્વસાભાવરૂપ વિનાશ પણ દ્રવ્યમાં રહે છે. દ્રવ્યરૂપ દ્રવ્ય પણ દ્રવ્યમાં રહે છે. તેથી ઉત્પન્ન થઈને, કેટલોક કાળ રહીને પ્રધ્વંસ થતો હોવાથી વિનાશ પામે છે.
એટલે ઉત્પાદનો કાળ જુદો છે. જયારે ઉત્પાદ ન હતો ત્યારે દ્રવ્ય હતું એટલે ઉત્પાદનો કાળ અને દ્રવ્યનો કાળ જુદો થાય છે. તેવી રીતે વિનાશકાળમાં ઉત્પાદ હોતો નથી એટલે વિનાશ અને ઉત્પાદ ભિન્નકાલીન થયા. જ્યારે વિનાશ થયો છે ત્યારે દ્રવ્ય તો છે જ કેમ કે દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડ્યા વગર પોતાનામાં રહે છે.
આમ ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય ત્રણે ભિન્નકાલીન છે. કારણ કે ઉત્પાદાદિ પ્રત્યેક પોતપોતાના કાળમાં વર્તે છે. જ્યારે ઉત્પાદ છે ત્યારે વિનાશ નથી અને વિનાશ થયો ત્યારે ઉત્પાદ નથી. પ્રૌવ્ય તો ઉત્પાદ કે વિનાશ નહોતો ત્યારે પણ હતું જ
એટલે ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય ત્રણે પોતપોતાના કાળમાં હોય છે માટે ત્રણે ભિન્નકાલીન છે. માટે જ પરસ્પર વિભિન્ન સ્વરૂપવાળા અર્થાન્તર છે. આ તાત્પર્યાર્થ છે.
પટ અને આકાશ આ બંને અત્યંત પૃથજુદા સ્વરૂપવાળા છે અને અત્યંત ભિન્નકાલીન છે તો તેમનું એકપણું જોવાયું નથી. તેઓનો અભેદ નથી. અથવા તો જે આજે પેદા થઈને મરી જાય છે અને બીજો જે સો વર્ષનો થઈને મરી જાય છે તો તે બેનું એકકાલીનપણું કહેવું એ યુક્ત નથી.
१. उत्पाद विगमस्थितिस्वभावात्रयोऽपि परस्परतोऽन्यकालाः, यतो न पटादेरुत्पादसमय एव विनाशः, तस्या
नुत्पत्तिप्रसक्तेः, नापि तद्विनाशसमये तस्यैवोत्पत्तिः, अविनाशापत्तेः, न च तत्प्रादुर्भावसमय एव तत्स्थितिः, तद्रूपेणैवास्थितस्यानवस्थाप्रसक्तितः प्रादुर्भावायोगात्, न च घटरूपमृत्स्थितिकाले तस्याविनाशः, तद्रूपेणावस्थितस्य विनाशानुपपत्तेः, न च घटविनाशविशिष्टमृत्काले तस्या एवोत्पादो दृष्टः, नापि तदुत्पादविशिष्टमृत्समये तस्या एव ध्वंसोऽनुत्पत्तिप्रसङ्गत एव ततस्त्रयाणामपि भिन्नकालत्वात्तद् द्रव्यमर्थान्तरं नानास्वभावाम्..... સતિતત્વોપને, કાં સોપાનું, y૦ ર૭રૂ.