________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૯
૩૪૫
છે. કારણ કે એક જ રૂપ છે તો તેમાં વિભાગ સંભવે ક્યાંથી ? એટલે આ એકરૂપ એ અભિન્નકાલતાને પ્રતિપાદન કરે છે. કારણ કે અન્યની અન્ય સાથે ભિન્નકાલતા સંભવી શકે છે પરંતુ તેની ને તેની પોતાની સાથે ભિન્નતા હોઈ શકતી નથી.
દા. ત. ગાય અને અશ્વ તે જુદાં છે તો તેમાં ભિન્નકાલતા સંભવે. પરંતુ જે વિનાશ એ જ ઉત્પાદ છે તો પોતાનામાં ને પોતાનામાં અન્ય કાલીનતા સંભવે કેવી રીતે ? તેવી જ રીતે ઉત્પાદ-વિનાશ દ્રવ્યથી પણ એકકાલીન છે. કારણ દ્રવ્ય જ તે તે રૂપે વિનાશ પામે છે અને ઉત્પન્ન થાય છે. એટલે દ્રવ્યની સાથે પણ ઉત્પાદ વિનાશની એકકાલીનતા છે.
આ જ રીતે (૧) ઉત્પાદ અને ધ્રૌવ્ય
(૨) વિનાશ અને ધ્રૌવ્ય. આ બે વિકલ્પોમાં પણ અનર્થાન્તરતા અને એકકાલીનતા ઉપર આપેલા હેતુ અને દૃષ્ટાંત દ્વારા વિચારી લેવી જોઈએ.
તે આ પ્રમાણે—દા ત૰ એકક્ષણવર્તી એક રૂપમાં વિભાગનો અભાવ હોવાથી સ્વાત્મલાભકાળ એ જ એક કાળ છે, બીજો કાળ નથી. આથી એકકાલીન છે માટે અભિન્ન છે તેવી રીતે (૧) ઉત્પાદ અને ધ્રૌવ્ય કે (૨) વિનાશ અને ધ્રૌવ્ય આ બંનેનો સ્વાત્મત્વેન અપૃથભાવ હોવાથી આ ઉત્પાદ અને આ ધ્રૌવ્ય કે આ વિનાશ અને ધ્રૌવ્ય આવો ભેદ પડી શકતો નથી માટે ઉત્પાદ અને ધ્રૌવ્ય કે વિનાશ અને ધ્રૌવ્ય બંને એકકાલીન છે અને અભિન્ન છે એ સિદ્ધ થાય છે.
આ રીતે આપણે શુદ્ધ દ્રવ્યાસ્તિક નયથી દ્રવ્ય સામાન્યને લઈને વિચાર્યું કે—
ઉત્પાદ-વિનાશ એક કાલીન છે
ઉત્પાદ-વિનાશ અનર્થાન્તર છે.
ઉત્પાદ-વિનાશ દ્રવ્યથી એકકાલીન છે.
ઉત્પાદ-વિનાશ દ્રવ્યથી અભિન્ન છે.
ઉત્પાદ-ધ્રૌવ્ય એકકાલીન છે. ઉત્પાદ-ધ્રૌવ્ય અનર્થાન્તર છે.
વિનાશ-ધ્રૌવ્ય એકકાલીન છે.
વિનાશ-ધ્રૌવ્ય અનર્થાન્તર છે.
દ્રવ્ય-ઉત્પાદ વિનાશથી એકકાલીન છે—અભિન્ન છે.
એટલે સમજાય છે કે ઉત્પાદ-વિનાશ-ધ્રૌવ્ય ત્રણે એકકાલીન છે અને પરસ્પર ત્રણે અભિન્ન છે.
૧. अभिन्नकालाश्चोत्पादादयः, न हि कुशूलविनाशघटोत्पादयोर्भिन्नकालता, अन्यथा विनाशात् कार्योत्पत्तिः स्यात्, घटाद्युत्तरपर्यायानुत्पत्तावपि प्राक्तनपर्यायध्वंसप्रसक्तिश्च स्यात्, पूर्वोत्तरपर्यायविनाशोत्पादक्रियाया निराधाराया अयोगात्तदाधारभूतद्रव्यस्थितिरपि तदाऽभ्युपगन्तव्या न च क्रियाफलमेव क्रियाधारः, तस्य प्रागसत्त्वात्, सत्त्वे वा क्रियावैफल्यात्, ततस्त्रयाणामभिन्नकालत्वात्तदव्यतिरिक्तं द्रव्यमभिन्नम् ।...... सम्मति त्रिंशं सोपानं पृ० २७३.