________________
૩૪૯
અધ્યાય-૫ : સૂત્ર-૨૯
ઉત્તર ઃ- દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકનો સંગ્રહ કરવાનો આશય છે માટે ભાષ્યકારે બે જ પ્રશ્ન કર્યા છે. કેમ કે દ્રવ્યાર્થિક નિત્ય માને છે અને પર્યાયાર્થિક અનિત્ય માને છે એટલે નિત્ય છે કે અનિત્ય છે. આ બે પ્રશ્નોથી બંનેનો પરિગ્રહ થઈ જાય છે. અને આ બે નયોનો સંગ્રહ થઈ ગયો એટલે બાકીના વિકલ્પોનું સૂચન થઈ જ જાય છે.
પ્રશ્ન :- પ્રશ્નકારને નિત્ય છે કે અનિત્ય છે આવી શંકા શા માટે થઈ ? શંકા થવાનું કારણ શું ?
ઉત્તર :- સત્ નિત્ય પણ દેખાય છે, અનિત્ય પણ દેખાય છે. આકાશ આદિ સત્ નિત્ય દેખાય છે અને ઘટાદિ સત્ અનિત્ય દેખાય છે એટલે શંકા થઈ છે.
અથવા
આ અધ્યાયના સૂત્ર-૩ ‘નિત્યાવસ્થિતાન્યરૂપાણિ'માં એવું મનાય છે કે ‘બધું સત્ નિત્ય નથી કેમ કે એમાં ‘સરૂપાણિ’ પદ ગ્રહણ કર્યું છે. એટલે અરૂપી સત્ નિત્ય છે એવો અર્થ થયો તેથી અર્થપત્તિથી રૂપી અનિત્ય છે એવું સમજવાનું છે. માટે સર્વ સત્ નિત્ય નથી કે અનિત્ય નથી. અવસ્થિત અંશને લઈને રૂપી પણ નિત્ય છે. એટલે ‘નિત્યાવસ્થિતાન્ય....' સૂત્રથી અરૂપી દ્રવ્યો નિત્ય છે અને રૂપી દ્રવ્યો અનિત્ય છે આવું સિદ્ધ થયું. એટલે નિત્યત્વ અને અનિત્યત્વનો ધર્મી નિશ્ચિત છે. નિત્યત્વ અને અનિત્યત્વનો બીજો કોઈ ધર્મી છે નહિ તો સત્ નિત્ય છે કે અનિત્ય આવા સંશયની જગા જ રહેતી નથી. માટે જ કહે છે કે
આ વાતમાં આગમની પણ સાક્ષી છે કે—“સે નહા ગામ” પંચસ્થિઋાયા સિયા” ‘કથંચિત્ પાંચ અસ્તિકાયો છે.'
અન્યથા એટલે અવસ્થિત અંશને લઈને રૂપી પણ નિત્ય છે. આવું ન સ્વીકારાય તો સનું લક્ષણ તેમાં ઘટી શકશે નહિ, કેમ કે સન્ના લક્ષણમાં જે ધ્રૌવ્યાંશ છે તેનો અભાવ રહ્યો. એટલે સત્ત્નું લક્ષણ ઘટ્યું નહિ. સનું લક્ષણ ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત' છે. આમ સપ્નું લક્ષણ અવ્યાપી થશે !
આ આપત્તિને હટાવવા એટલે સનું લક્ષણ ઘટાવવા માટે, ધ્રૌવ્યાંશને લઈને નિત્ય છે અને ઉત્પાદ-વ્યયરૂપ અંશને લઈને અનિત્ય છે. આમ સત્ નિત્ય છે અને અનિત્ય પણ છે. આમ નિશ્ચિત થઈ જાય છે. તો સત્ નિત્ય છે કે અનિત્ય છે ? આવો ફરી પણ સંશય થઈ શકતો નથી. માટે કહે છે કે—
જો આ રીતે સત્ નિત્યાનિત્ય છે એમ માનવામાં ન આવે તો ‘ઉત્પાદવ્યયૌવ્યયુક્ત સત્ આ સત્ત્નું લક્ષણ વ્યાપી નહીં બને. કેમ કે ધ્રૌવ્યાંશને લઈને નિત્ય છે. ઉત્પાદ વ્યયને લઈને અનિત્ય છે. પરસ્પર સાપેક્ષ જ સત્ત્નું લક્ષણ બની શકે છે. માટે વસ્તુ નિત્યાનિત્ય જ સ્વીકારવી જોઈએ તો જ સત્ત્નું લક્ષણ વ્યાપી બની શકે છે.
માટે આ કહેવું જ જોઈએ કે શું સત્ સર્વ પ્રકારે (એકાંતથી) નિત્ય છે કે સ્થિતિ અંશના આશ્રયથી (સ્થિત્યંશને લઈને) નિત્ય છે ?